________________
૪૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ચંદ્ર ઉગ્યો, ફરી અંધારું થયું. આ બધું પરિવર્તન થાય છે, આ બધા દશ્ય બદલાય છે. પણ તે જુદા જુદા દૃશ્યોને જોનારો દ્રષ્ટા એનો એ રહે છે, બદલાતો નથી.
માણસ મૃત્યુ પામે ત્યારે તેના સગા સંબંધીઓ આજુબાજુ બેઠાં હોય અને કહેતાં હોય છે કે એક વખત આંખ ખોલીને તો જુઓ, આ તમારી પત્ની, આ બાબલો, એક વખત તો સામું જોવો. પણ કઈ રીતે જોવે ? આંખ તો છે પણ આંખ દ્વારા જોનાર ગયો. દશ્ય છે પણ દશ્યને જોનાર નથી. દ્રષ્ટા તે દૃશ્યથી પણ જુદો અને દૃષ્ટિથી પણ જુદો. પદાર્થથી પણ જુદો અને આંખથી પણ જુદો. પદાર્થ જશે તોપણ દ્રષ્ટા રહેશે, આંખ નહિ હોય તો પણ દ્રષ્ટા રહેશે. આવો દ્રષ્ટા છે, તે સ્વતંત્રપણે જોનારો છે. આ કોની વાત થઈ રહી છે? આપણી વાત થઈ રહી છે.
એક બહુ મઝાની વાત છે, જોનારો બેઠો છે તે જોયા કરે છે. આંખના સાધનથી જોવે છે. તમને સ્વતંત્રતા છે. જોવું હોય તો આંખો ખુલ્લી રાખી શકો છો અને ન જોવું હોય તો આંખ બંધ કરી શકો છો. નથી જોયું તો આંખો કોણે બંધ કરી? આંખે આંખ બંધ નથી કરી પણ દ્રષ્ટાએ આંખ બંધ કરી છે. દ્રષ્ટાને જોવું નથી અને દ્રષ્ટાએ આંખ બંધ કરી. આંખ સાધન છે, એ સાધન દ્વારા દશ્ય પદાર્થના સંબંધમાં આવવાનું થાય છે અને જાણનારો આંખથી જુદો છે તેને કહેવાય છે દ્રષ્ટા.
આધ્યાત્મિક સાધનામાં પણ આ શબ્દ મહત્ત્વનો છે કે સાધકે કર્તા મટવાનું છે અને દ્રષ્ટા રહેવાનું છે. પરંતુ કામ કરતાં કરતાં આપણે કર્તા બની જઈએ છીએ અને દ્રષ્ટા રહી શકતા નથી. કર્તા બન્યા તો બંધાણા અને દ્રષ્ટા બન્યા તો છૂટ્યા. બહુ ટૂંકી વાત કે કર્તા બંધાય છે અને દ્રષ્ટા છૂટે છે. આપણે દ્રષ્ટા રહી શકતા નથી, અંદર કંઈક ઉત્પાત થઈ જાય છે. જોતાં જોતાં જોતાં જોતાં પછી કર્તા બની જઈએ છીએ, અને કર્તાપણાનો વળગાડ આપણને વળગે છે. માટે જ નરસિંહ મહેતાએ કહ્યું કે,
હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ ઉપાધિ થાય છે. કર્તાપણાનો ભાવ આવ્યો એટલે સારું, નરસું, પ્રશંસા, નિંદા, ગમતું, અણગમતું, ઠીક લાગે તેવું, ઠીક ન લાગે તેવું આમ કર્તા ભાવમાંથી હજારો વિકલ્પો ઊભા થાય છે. જેવો કર્તા ભાવ ગયો અને દ્રષ્ટાભાવ આવ્યો કે હજારો વિકલ્પો શાંત. સમગ્ર વિકલ્પોને શાંત કરવા માટે જો સારો ઉપાય હોય તો કર્તા મટી દ્રષ્ટા બનવું. આપણે તો દ્રષ્ટા જ છીએ પણ ભ્રમના કારણે આપણે આપણને કર્તા માની લઈએ છીએ. તમે કર્તા માનો તો પણ કર્તા થઈ શકતા નથી અને તમે દ્રષ્ટા ન માનો તો પણ દ્રષ્ટા થયા વગર રહી શકતા નથી. તમે દ્રષ્ટા છો. તમે જોનારાં છો. કોણ છો તમે, તે જુઓ. આંખ દ્વારા તમે જાણો, આંખ દ્વારા તમે જુઓ. જો જોશો તો કામ થશે કે દૃષ્ટિથી પણ આત્મા જુદો અને દશ્યથી પણ આત્મા જુદો. દશ્ય અને દૃષ્ટિથી આત્મા જુદો, એવો જે અનુભવ તેને કહેવાય છે, આત્મબોધ. “દર્શનમોહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org