________________
૨ ૨ ૨
પ્રવચન ક્રમાંક - ૬૦, ગાથા ક્રમાંક - ૮૩-૮૪ કર્મનો વાંક નથી, શરૂઆત આપણે પોતે કરીએ છીએ, પછી કર્મને દોષ આપ્યા કરીએ છીએ. આત્માના પ્રદેશો ઉપર જે કર્મો જોડાય છે તે બને છે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મનું પરિણમન થાય છે. આ દ્રવ્યકર્મને જ્ઞાનની જરૂર નથી. તેને પ્રેરણાની જરૂર નથી. તેને વિચારની જરૂર નથી. દા.ત. ચપ્પ તમે હાથમાં લીધું અને આંગળી ઉપર ઘસ્યું. તો આંગળી કપાણી. ચપ્પને ખબર નથી કે તમારી આંગળી કાપવી છે, પણ તેનો સ્વભાવ જરૂર છે, પુદ્ગલનો સ્વભાવ છે કર્મરૂપે પરિણમવાનો અને કર્મરૂપે પરિણમ્યા પછી, એ ફળ પણ આપે છે. તમે બીજ વાવો છો, તમે કંઈ અંકુર, ડાળો કે ફૂલો વાવતા નથી. તમને ખબર પણ નથી કે આ બીજમાંથી વૃક્ષ કેવી રીતે બને છે? આખું વૃક્ષ થાય ત્યાં સુધી કેવી રીતે થયું તેની ખબર નહીં પડે પણ પ્રક્રિયા એનામાં થાય છે. એને કોઈની જરૂર નથી. એ એનો સ્વભાવ છે. બીજનો સ્વભાવ છે વૃક્ષ થઈને ફાલવું તેમ દ્રવ્ય કર્મોનો સ્વભાવ છે જુદા જુદા કર્મના ફળ તમને આપવા. તેને કહેવાય છે સુખ દુઃખના ભોગ.
જ્ઞાની પુરુષો અદ્ભુત વાત કરે છે. તેઓ કહે છે ઝેરને ખબર નથી કે માણસને મારી નાખવો. ઝેર તમારું દુશ્મન નથી, માંકડ મારવાની દવા માંકડ માટે છે. એ દવાને ખબર નથી કે તેનું કામ માંકડ મારવાનું છે. તે દવાનો આપણે અકળાઈને પ્રસાદ લઈએ તો એ તેનું કામ કર્યા વગર નહીં રહે. દવાને ખબર નથી કે તેનું કામ મારવાનું છે. પરંતુ તે તેનો સ્વભાવ જરૂર છે, વ્યવસ્થા જરૂર છે. બને છે પણ એવું. જેમ એ ઝેર સમજતું નથી પણ પરિણામ જરૂર આપે છે. કેરીના રસને મીઠાશ આપવાની ખબર નથી પરંતુ તેના સ્વભાવ પ્રમાણે મીઠાશ આપે છે. અમૃત પીવાથી અમૃતની અસર થાય અને ઝેર પીવાથી ઝેરની અસર થાય, તેમ શુભ અને અશુભ ભાવ કરવાથી, શુભ કે અશુભ કર્મની રચના થાય અને એ રચના થવાથી એ કર્મનાં પરિણામ ભોગવવાં પડે છે, તમે પૂછશો કે મારે કર્મો કેમ ભોગવવા પડે છે? કર્મ મને કેમ પરિણામ આપે છે ? તો ભૂતકાળમાં તમે એ પ્રકારનો ફાળો આપ્યો હતો. શુભાશુભ કર્મો તમે કર્યા છે તેના પરિણામે આ પ્રમાણે જીવને ફળ આપવું તેવી ખબર ન હોવા છતાં ઓટોમેટીક એ કર્મો તમને ફળ આપે છે. - જ્ઞાની પુરુષો કહે છે કે કર્મનો બંધ થાય ત્યારે કામણ પરમાણુઓમાં એક શક્તિ ઉત્પન્ન થાય છે. આત્મામાં ભાવ થવાના કારણે કામણ પરમાણમાં ચમત્કારિક બળ ઉત્પન્ન થાય છે. અને એ ચમત્કારિક બળ આપણને ફળ આપે છે. વચમાં કોઈ વ્યવસ્થાની જરૂર નથી. એ જે થાય છે તે આત્માના ભાવ અને કાશ્મણ વર્ગણાના સંયોગને કારણે થાય છે. કારણ કે દરેક પદાર્થને પોતાની વિશેષ શક્તિ છે, અને તે પદાર્થ પોતે ફળ આપે છે.
એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. (૮૪) આ ૮૪મી ગાથામાં ગુરુદેવ એમ કહે છે કે એક વખત આ બધી વાતો, શાસ્ત્ર, પુરાણો બાજુ ઉપર મૂકી દો. માત્ર આંખ ઉઘાડી જગત સામે જુઓ. જગતને બારીકાઈથી, વિસ્તારથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org