________________
४४
પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - પર
પ્રવચન ક્રમાંક - ૪૨
ગાથા ક્રમાંક - પર
જ્ઞાનનું સાધન ઇંદ્રિયો
છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન;
પાંચ ઈદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. (૨) ટીકાઃ કર્મેન્દ્રિયથી સાંભળ્યું છે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઈન્દ્રિય તેને જાણતી નથી, અને
ચક્ષુ-ઈન્દ્રિયે દીઠેલું તે કન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સી સી ઈન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઈન્દ્રિયોનાવિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત જે તે પાંચે ઈન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા છે, અને આત્મા વિના એકેક ઈન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. (પર)
જગતનું વિભાજન ન જ કરવું હોય તો, જગતમાં એક મહાસત્તા છે, પરમસત્તા છે, પરમ અસ્તિત્વ છે, પરંતુ તેનાથી જગતનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. બીજું જગતમાં જુદા જુદા પદાર્થો, જુદી જુદી વસ્તુઓ છે, એ આપણે જોઈ શકીએ છીએ. એ આપણને જોવા મળે છે, એમના નામ પણ છે. એમને ક્રિયાશીલતા પણ છે અને કાર્યક્ષેત્ર પણ છે. એમની વ્યવસ્થા પણ છે.
વેદાંતની પરિભાષામાં એમ કહ્યું કે આ જે કંઈ છે તે માત્ર બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. તો આત્મા, પરમાત્મા, પ્રકૃતિ, કર્મ, બંધ, મોક્ષ, વિકારો, વૃત્તિઓ આ બધા શબ્દો ગૌણ થઈ ગયા, પરંતુ તેનાથી જગતનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. અને પછી એમ પણ કહ્યું કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે.” મિથ્યા છે ખરું પણ ઉલ્લેખ તો કરવો પડે ને ? ના તો કહેવી પડે છે ને? એ ના જે કહેવી પડે છે તે નક્કી કરી આપે છે કે વસ્તુનું કંઈક મહત્ત્વ છે. તમે જ્યારે એમ કહો છો કે હું આ નથી, મેં આ કર્યું નથી, ત્યારે તમારે કંઈક કહેવું છે, કંઈક બચાવ કરવો છે કે મેં આ કર્યું નથી. જગત નથી તેમ કહેવાથી જગતનો ઈન્કાર થઈ શકતો નથી. જો જગત નથી એટલું જ હોય તો આસક્તિ ન રહે, મમત્વ ન રહે, મૂછ મારાપણું ન રહે. વર્ષો સુધી જગત મિથ્યા છે તેમ ઘૂંટનારા માણસોમાં જેટલી આસક્તિ છે તે કદાચ નહિ ઘૂંટનારમાં નહિ હોય. તો શું થાય છે? પદાર્થોનું જે વિજ્ઞાન છે તે કંઈક સ્પષ્ટ કરવા માગે છે.
અદ્વૈત દર્શનો માત્ર સત્તાની વાત કરે છે, પણ વૈત દર્શનો વિભાજનની વાત કરે છે. એમણે એમ કહ્યું કે આ જગતમાં બે સત્તાઓ છે. એક ભૌતિક સત્તા અને બીજી આધ્યાત્મિક સત્તા, એમ બે સત્તાઓ જગતમાં છે. ભૌતિક સત્તાને જાણવાનું સાધન, ઉપાય, પ્રક્રિયા, રીત,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org