________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૭૩ જશે. આપણું જીવન એ સંયોગોની ઘટમાળ છે. સંયોગોના આધારે આપણે જીવન જીવીએ છીએ. આપણું સુખ, આપણું દુઃખ, આપણો હર્ષ, આપણો શોક, આપણું અભિમાન, આપણી નમ્રતા, આપણી મૂંઝવણ, હસવું, રડવું, આ બધું નાટક જે ચાલે છે તે દેહના સંયોગથી. પહેલાં દેહનો સંયોગ થયો અને દેહને બાકી બધાનો સંયોગ થયો. જે સંયોગો વચ્ચે આપણે જીવીએ છીએ તે સંયોગોનો વિયોગ પણ થાય. દેહનો સંયોગ છૂટી જવાનો, દેહનો વિયોગ થવાનો. અને જેવો દેહનો વિયોગ થયો કે તેના નિમિત્તે જે સંયોગો પ્રાપ્ત થયેલ તે પણ પૂરા થયા. વિયોગ થાય એટલે બધો ખેલ ખતમ.
વાત એ કરવી છે કે આવો વિયોગ થાય છે પરંતુ પાછો નવો સંયોગ થાય છે. નવું શરીર મળે છે. અને પહેલાંની જેમ સંયોગ વિયોગનો ખેલ ચાલુ. જૂનાનો વિયોગ થતાં જેમ વિષાદ થાય છે તેમ નવાનો સંયોગ થતાં હર્ષ થાય છે. આવી ઘટમાળ નિરંતર ઘટતી હોય છે. આને કહેવાય છે સંસાર. અહીં એક મઝાનો શબ્દ મૂક્યો છે. દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ થાય છે. આ શરીર પહેલી વખત છોડશો તેવું નથી. એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે જેટલાં શરીર અત્યાર સુધી આપણને પ્રાપ્ત થયા છે તે ભેગા કરીએ તો ચૌદ રાજલોકમાં પણ ન માઈ શકે. દેહાદિ સંયોગોનો વિયોગ થાય છે પણ ફરી તે ગ્રહણ ન થાય તેવો વિયોગ કરવામાં આવે તો આ સંસારથી, શરીરથી, સંયોગોથી મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય, તેને કહેવાય છે મોક્ષ.
‘દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ'. આત્યંતિક એટલે ફરી કદિ પણ ગ્રહણ ન થાય, ફરી કદી પણ સંયોગ ન થાય, કાયમ માટે વિયોગ એવી જે અવસ્થા પ્રાપ્ત થાય, તેવી અવસ્થાને સિદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. એવી અવસ્થાને મોક્ષ કહેવામાં આવે છે.
મોક્ષ માટે ત્રણ શબ્દો વાપર્યા. (૧) સિદ્ધ અવસ્થા (૨) મુક્ત અવસ્થા અને (૩) શાશ્વત અવસ્થા. (૧) સિદ્ધ અવસ્થા તેને કહેવાય કે જે અવસ્થા પ્રાપ્ત થયા પછી કાંઈપણ કરવાનું બાકી રહેતું નથી. એ પરિપૂર્ણ સિદ્ધ થયો. (ર) મુક્ત અવસ્થા-તે સ્વતંત્ર થયો, મુક્ત થયો,
જ્યાં કર્મનું બંધન નથી, જ્યાં રાગદ્વેષનું બંધન નથી, જ્યાં કષાયોના બંધન નથી, કોઈપણ જાતના બંધન નથી તેવી અવસ્થા. (૩) શાશ્વત અવસ્થા-મોક્ષ એ શાશ્વત અવસ્થા છે, શાશ્વત પદ છે. સંસારની કોઈપણ અવસ્થા શાશ્વત નથી. કોઈપણ સંયોગનો વિયોગ થયા વગર રહેવાનો નથી માટે તે શાશ્વત નથી. વર્તમાન સંસારમાં પ્રાપ્ત થતી મનુષ્યની કોઈ અવસ્થા શાશ્વત નથી. ચક્રવર્તીની અવસ્થા શાશ્વત નથી. જવા દ્યો મનુષ્યની વાત. પણ દેવોની શી હાલત? દેવોની પણ કોઈ અવસ્થા શાશ્વત નથી. લાંબામાં લાંબુ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય, અબજોને અબજોથી ગુણો છતાં ગણતરી ન થાય તેટલા બધાં વર્ષો હોવા છતાં પણ એ અવસ્થા, સંયોગો છૂટી જવાના. તે શાશ્વત નથી, પણ મોક્ષ શાશ્વત અવસ્થા છે.
મોક્ષ અવસ્થામાં જે કંઈ આનંદ અનુભવવાનો છે, તે નિજ આનંદ, પોતાનો આનંદ અનુભવવાનો છે. તમે જે સુખ અનુભવો છો તે પોતાનું નથી, પણ ઉછીનું છે. સંગીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org