________________
૮૬
પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ છે. પરંતુ તરંગો જે ગતિ કરે છે, મુંબઈ સુધી આવ્યા, તમારા ઘરમાં, તમારા ટી.વી. પર દેખાયા. એ લાવ્યું કોણ? એ લાવનાર, ગતિ કરાવવામાં મદદ કરનાર, સહાય કરનાર જે દ્રવ્ય છે તેને કહેવાય છે ધર્માસ્તિકાય દ્રવ્ય.
જગતમાં એકલી ગતિ નથી, સ્થિરતા પણ છે. સ્થિર થવું તે પણ એક ઘટના છે. તમે અત્યારે સ્થિર બેઠાં છો. પ્રવચન પૂરું થશે એટલે ગતિ કરશો. તમારી ગતિમાં તમને સહાય કરે તેવું પણ દ્રવ્ય છે. અને સ્થિર રહેવું હોય તો સ્થિરતામાં પણ મદદ કરે તેવું દ્રવ્ય છે અને તે છે અધર્માસ્તિકાય. ચાલતા માણસને અથવા ગતિશીલ પદાર્થને સ્થિર થવામાં મદદ કરનાર અધર્માસ્તિકાય અરૂપી દ્રવ્ય છે. આમ ચાર દ્રવ્યો થયાં.
હવે પાંચમી વાત, આ બધાં જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ રહે છે ક્યાં? તેમને રહેવાની જગ્યા મળવી જોઈએ. અવકાશ મળવો જોઈએ. અવકાશ આપનાર તેને કહેવાય છે આકાશ. તારે ઘર કરવું હોય તો કરીશ ક્યાં ? આકાશ જગ્યા આપે છે, અવકાશ આપે છે. જેટલી ખાલી જગ્યા છે તે આકાશ છે. ઘરમાં પણ ખાલી જગ્યાનું નામ આકાશ. વસ્તુને રહેવાની જગ્યા આપે છે તે આકાશ. આકાશ અવકાશ આપે છે.
અને છઠ્ઠી વાત, જગતમાં ઋતુઓ આવે છે જેમ કે વસંત, શિશિર, પાનખર. જુદી જુદી અવસ્થા આવે છે જેમ કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, અને વૃદ્ધાવસ્થા. અંતે મૃત્યુ પણ થાય. આ બધા પરિવર્તનો જગતમાં જે થાય છે તે પરિવર્તનોમાં સહાયક પરિબળ જે થાય છે તેને કાળ કહેવાય છે. આ વિશ્વની વ્યવસ્થા છે. આ જગતમાં જે લીલા ચાલે છે, તે લીલા કોઈ કરતું નથી, ભગવાનની લીલા છે તેમ કહો છો પરંતુ ભગવાન કંઈ લીલા કરતો નથી. કોઈ લીલા કરતું નથી, પરંતુ આ છ દ્રવ્યો અરસપરસ કામ કરે છે. મઝાની વાત એ છે કે આ ચારે દ્રવ્યો દેખાતાં નથી, અરૂપી છે, અદશ્ય છે, પણ છે ખરાં. તમારે ગતિ કરવી હોય તો ઓટોમેટિક તમને ગતિ કરવામાં સહાય કરે, તમારે સ્થિતિ કરવી હોય તો સ્થિર રહેવામાં સહાય કરે. પરંતુ તમારે સ્થિતિ કરવી હોય તો ધક્કો મારી ગતિ કરાવે તેવું ધર્માસ્તિકાય કરતું નથી. અને ચાલવું હોય તો અધર્માસ્તિકાય તમને પકડી રાખશે નહિ. તુરત જ ધર્માસ્તિકાય ચાલવામાં મદદ કરશે.
આ ચારે દ્રવ્યો અરૂપી છે, આપણી વચ્ચે આવતાં નથી. પણ તમારી ગતિમાં, તમારી સ્થિતિમાં, તમને અવકાશ આપવામાં અને રૂપાંતર થવામાં એ તમને સહાય કરે છે. એક અર્થમાં તેઓ આપણી મોટી સેવા કરે છે. જાહેરાત કર્યા વગર કે કંઈપણ બોલ્યા વગર, ચૂપચાપ મદદ કરે છે. તેમનું હોવાપણું એ જગતની મહત્ત્વની ઘટના છે. કાળદ્રવ્ય પણ કામ કરે છે. બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા અને યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા પહોચાડવામાં કાળ મદદ કરે છે. કાળ પરિવર્તન કરે છે. ફેરફાર કરે છે, બદલાવે છે, ઉત્પન્ન થવું, નાશ થવું, ટકવું, બદલાવું એ કાળ કરે છે. પોતાની મેળે કરે છે, કોઈના કહેવા પ્રમાણે નહિ. આ ચાર દ્રવ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org