________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આપણી સાથે છે, પણ આપણી વચ્ચે આવતાં નથી. તમને માત્ર સહાય કરે છે. તમારે ચાલવું હોય તો ધર્માસ્તિકાય તૈયાર, સ્થિતિ કરવી હોય તો અધર્માસ્તિકાય તૈયાર, જગ્યા જોઈતી હોય તો આકાશ તૈયાર અને પરિવર્તનમાં કાળ તૈયાર. એ દ્રવ્યો છે પરંતુ કોઈની વચ્ચે આવતાં નથી. એમને કોઈએ બનાવ્યાં નથી. અનાદિકાળથી છે, અને અનંતકાળ રહેવાનાં છે. એ ચાર દ્રવ્ય પોતાનું કામ પોતે પોતાની મેળે ચૂપચાપ કર્યે જાય છે.
પરંતુ ખરેખરો જે ખેલ થાય છે તે આત્મા અને પુગલ દ્રવ્ય વચ્ચે થાય છે. પુગલ માટે બીજો એક શબ્દ પણ વપરાય છે અને તે શબ્દ છે જડ અથવા અચેતન. જડ એટલા માટે કે તેનામાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. તેનામાં સંવેદનશીલતા નથી, સુખ દુઃખનું ભાન નથી, આનંદ નથી, જાગૃતિ નથી અને જાણવાની શક્તિ નથી પરંતુ અસ્તિત્વ છે. આવી વસ્તુ કે પદાર્થ હોય તેને જડ કહેવાય. જડ અથવા પુદ્ગલ એ જૈનદર્શનના શબ્દો છે. પ્રકૃતિ એ સાંખ્યદર્શનનો શબ્દ છે. પંચમહાભૂત એ વેદાંતદર્શનનો શબ્દ છે. મેટર એ વિજ્ઞાનનો શબ્દ છે. પરંતુ તમે તેને જોઈ શકો છો. આ બધી જુદી જુદી રચનાઓ થાય છે તે પુગલમાં થાય છે. બધો જ ખેલ એક અર્થમાં પુગલનાં પરમાણુઓનો છે.
અહીં એમ કહેવું છે કે જડ અને ચેતન બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે. એ બંને દ્રવ્યોનો સ્વતંત્ર સ્વભાવ એટલે કે સ્વતંત્ર ધર્મ છે. પ્રત્યેક પદાર્થ જુદો છે તેનું કારણ દરેકનો સ્વભાવ જુદો જુદો અને સ્વતંત્ર છે. દા.ત. સાકર અને મરચું જુદાં છે. કેમ જુદાં છે? તો સાકરમાં મીઠાશ છે અને મરચામાં તીખાશ છે. જેનામાં મીઠાશ હોય તે સાકર અને તીખાશ હોય તે મરચું, મરચું અને સાકર જુદાં છે. તેમ જડ અને ચેતન બને જુદાં છે. જડમાં કોઈ કાળે જાણવાનો સ્વભાવ આવશે નહિ. વિકાસ ગમે તેટલો થાય પરંતુ જડ વસ્તુ ક્યારેય જાણવાનો ગુણ પ્રગટાવી નહિ શકે. આ વાત સમજવા કોશિશ કરો કે વિજ્ઞાનનો ગમે તેટલો વિકાસ થશે, પણ ક્યારેય એવી ઘટના નહિ ઘટે કે જડ પદાર્થ જાણતું થઈ જાય. કારણ કે કોઈ વસ્તુનો મૂળભૂત સ્વભાવ બદલાતો નથી. દરેક પદાર્થ સ્વતંત્ર છે. દા.ત. તમે જે ખુરશી પર બેસો છો, તે પચાસ વર્ષ તમે વાપરી છે. પચાસ વર્ષ સુધી વાપરવા છતાં એ ખુરશી તમને જાણતી થઈ જાય તેમ બનશે નહિ. ખુરશી ક્યારેય નહિ બોલે, વેલ્કમ સાહેબ ! આપ બિરાજમાન થાઓ. કારણ કે જાણવાનો તેમાં સ્વભાવ નથી. આ વાત ભારપૂર્વક એટલા માટે કહું છું કે આમાંથી જ ગુંચવાડો થાય છે, આંટી પડે છે અને આપણો સંસાર આમાંથી જ ઊભો થાય છે. આપણે જડ શરીરને ચૈતન્ય માની લઈએ છીએ.
જૈન દર્શનનું એમ કહેવું છે કે જગત કોઈએ બનાવ્યું નથી. જગત ન હતું તેવો કોઈ કાળ નથી અને જગત નહિ હોય તેવો પણ કોઈ કાળ નહિ હોય. ભગવાન કૃષ્ણ, ભગવદ્ ગીતામાં બહુ સરળ ભાષામાં આ વાત કરી છે કે હે અર્જુન ! તું અને હું નહિ હોઈએ એવો કોઈ કાળ નથી. તું અને હું વર્તમાનમાં છીએ. ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં કાયમ રહેવાના છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org