________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
અભુત ગાથા છે. “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.” પણ તમે જુઓ તો ને? તમે જોતાં નથી, પણ તમે અંદર ભળી જાઓ છો. સુરતની ઘારી ખાતાં ખાતાં ક્યારેય અંદર જોતાં નથી પણ ઘારીમય થઈ જાઓ છો. ઘારી અને તમે એક, તમે જોતાં નથી, સ્વાદ લેતાં નથી, તદાકાર થઈ જાઓ છો. આઈસક્રીમ ખાતાં ખાતાં તમે ખુદ આઈસક્રીમ થઈ જાઓ છો. જુદાં રહેતાં નથી. અંદરમાં એક એવું તત્ત્વ છે, જે સર્વ અવસ્થાને વિષે ન્યારો છે, જે પ્રગટરૂપ છે. આત્મા પ્રગટ છે. લોકો એમ કહે છે કે આત્મા અરૂપી છે. આત્મા દેખાતો નથી, એનામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, આકૃતિ નથી પણ એનું રૂપ પ્રગટ છે. શું છે એનું રૂપ? એના સ્વરૂપનું વર્ણન કરો, તો કહે ચૈતન્યમય.
ચૈતન્યમયનો અર્થ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ છે. નિગોદમાં હતાં ત્યાં પણ જાણતાં હતાં. થોડું, અલ્પ, અતિ અલ્પ અને સિદ્ધ અવસ્થામાં જશો ત્યારે પણ જાણશો, બધું જ જાણશો. ક્યાં સર્વજ્ઞ અવસ્થા અને ક્યાં નિગોદ એટલે અલ્પજ્ઞ અવસ્થા? વચગાળામાં ઘણી અવસ્થાઓ થાય છે. ઓછું જાણો, વધારે જાણો, પૂરું જાણો, અધૂરું જાણો, સંપૂર્ણપણે જાણો, છદ્મસ્થ અવસ્થામાં જાણો, મતિજ્ઞાનથી જાણો, શ્રુતજ્ઞાનથી જાણો, અવધિજ્ઞાન કે મન:પર્યય જ્ઞાનથી જાણો, અલ્પ જાણો કે વધુ જાણો પણ જાણવાની પ્રક્રિયા ચાલુ. એ પ્રક્રિયા ક્યારેય બંધ થતી નથી. જે દિવસે આત્માની જાણવાની પ્રક્રિયા નહિ થાય, તે દિવસે આત્મા નહિ હોય. ચિંતા ન કરશો. એવું નહિ બને. કોણ કહે છે કે આત્મા નથી? આત્મા દેખાતો નથી? દેખાય છે. જોતાં આવડવો જોઈએ. શેનાથી દેખાય ? તેનું સ્વરૂપ છે, જાણ્યા જ કરે છે એ જ તેનો સ્વભાવ છે અને આવી નિશાની સદાય જેનામાં વર્તે છે, કોઈ દિવસ એ નિશાનીનો ભંગ થતો નથી, એવો જે આત્મા, એવું જે ચૈતન્ય તત્ત્વ તેને હે શિષ્ય ! તું જાણ.
ઉપરની વાત કર્યા પછી પરમકૃપાળુદેવ ભારે માર્મિક વાત કરે છે, સાથે સાથે વિનોદ પણ કરે છે. પારમાર્થિક વાત હસતાં હસતાં કરે છે. મોટાભાગે અધ્યાત્મની વાતો કરનારા ભારેખમ મોં રાખી કરતાં હોય છે. હું તમને કહું છું કે ગંભીર થઈને વાતો ન કરશો. અને બે જણાને તો ખાસ ભલામણ કરું છું. એક ડૉક્ટરને કહું છું કે તમારે સ્ટેથેસ્કોપ કાને લગાડો અને દર્દીને તપાસો ત્યારે ભારેખમ માં ન કરશો, દર્દી અર્થો મરી જશે. હસતાં હસતાં કહો કે હું આવી ગયો છું, ચિંતા કરશો નહિ, મટી જશે. જેમ ડૉક્ટરને કહું છું તેમ અધ્યાત્મની વાત કરનારને પણ કહું છું કે સાહેબ ! ગંભીર થઈને વાત ન કરશો. આત્મા તો આનંદમય છે, ઉદાસીન નથી, શોકમય નથી. આત્માનુભવ કરવો, આત્માની સ્મૃતિ કરવી તે આનંદની વાત છે. આત્માનો અનુભવ કરવો એ તો જીવનનું દર્શન છે. કૃપાળુદેવ વિનોદમાં પણ અદ્ભુત વાત કરે છે.
ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન,
પણ જાણનારને માન નહિ કહીએ કેવું જ્ઞાન. તું જાણનારને માનતો નથી આ તારું જ્ઞાન કેવું છે? અમને તો આશ્ચર્ય થાય છે. બહુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org