________________
૨૧૬
પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ જેવો રાગ અને જેવો દ્વેષ, તેમની પણ ક્વોલીટી જુદી જુદી. તે ક્વોલીટી પ્રમાણે વીર્ય વપરાય. વીર્ય સ્કુરાયમાન થાય એટલે કાશ્મણ વર્ગણા ઉપર ઈફેક્ટ પડે. અને પડતાંની સાથે જ કાર્ય થાય, વાર નહિ, આ કારખાનું આળસ કરતું નથી. પૅડીંગ વર્કર નથી, જસ્ટ નાઉ. આ ક્ષણે ભાવ કર્યો, આ ક્ષણે રચના. સરકારી તંત્ર જેવું નથી કે ફાઈલ પહોંચતાં છ મહિના લાગે. જે પ્રકારનું ભાવકર્મ, તે પ્રકારની અસર અને તરત જ તેનો નિર્ણય અને ઓટોમેટીક નિર્ણય. સાહેબ ! કાશ્મણ વર્ગણાને વિચાર કરવો પડે તેવું નથી. આ જીવંત રોર્બટ છે અને આ કામ બરાબર કરે છે. જેની અંદર જીવ વીર્યની ફુરણા થઈ કે તરત જ આખું પીક્સર આપણા ભાવિ માટે તૈયાર. સુપ્રિમ કોર્ટના ચુકાદા વર્ષો પછી આવે. મુદ્દત પડે પણ અહીં મુદત પડતી નથી. તુરત જ નિર્ણય થઈ જાય અને નિર્ણય થતાંની સાથે ક્યારથી તેનો અમલ થશે તે પણ નક્કી થઈ જાય. “જીવ વીર્યની ફૂરણા ગ્રહણ કરે જડ ધૂપ.” બીજમાંથી ઝાડ તૈયાર થાય અને પરિપક્વ થયે પછી તેનું ફળ આવે, તેમ કર્મનો કાળ પાકે ત્યારે ફળ આપે. ગુરુદેવ કહે છે, યોગથી અને ઉપયોગથી આ બધું નક્કી થાય છે. અહીં ઈશ્વરની જરૂર નથી. કર્મ જડ પણ છે અને કર્મ ચેતન પણ છે. અને આત્મામાંથી વીર્ય સ્કુરે છે. મન વચન કાયા ચંચળ થાય છે, આત્મ પ્રદેશનું કંપન થાય છે. કાશ્મણ વર્ગણાનું ગ્રહણ થાય છે અને તેમાંથી કર્મ રચના થાય છે. તેને દ્રવ્યકર્મ કહેવાય છે. નોકર્મ કોને કહેવાય? દ્રવ્યકર્મ કોને કહેવાય? ભાવકર્મ કોને કહેવાય? ઉપયોગ કોને કહેવાય? આ બધો બરાબર અભ્યાસ કરજો.
જ્ઞાની પુરુષોની આપણા ઉપર ઘણી કૃપા છે. તેમની કૃપાથી આપણને સમજવા તો મળ્યું કે કર્મ રચના કેમ થાય છે અને તે કેવી રીતે ફળ આપે છે. જ્ઞાની પુરુષે આપણને ઘણું સ્પષ્ટ ચિત્ર આપ્યું છે. આ બધું સારી રીતે સમજી જીવન જીવજો.
ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org