________________
૧ ૨૨
પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૬૨ રાગ અને દ્વેષનો પણ આત્માને સંયોગ છે. એનો પણ વિયોગ હામ ભીડો તો થઈ શકશે. શ્રદ્ધાની વાત છે. જ્ઞાની પુરુષ આપણને કહે છે કે રાગ દ્વેષથી તું ડરીશ નહિ. સંયોગમાં જેમ પ્રક્રિયા કરવી પડે છે તેમ વિયોગમાં પણ કોઈ પ્રક્રિયા કરવી પડે છે. લગ્નમાં જેમ વ્યવસ્થા કરવી પડે છે તેમ છૂટાછેડામાં પણ વકીલ પાસે જવું પડે છે. કેસ નોંધાવવો પડે છે. હવે ચાલે તેમ નથી માટે છૂટા પડવા માંગીએ છીએ. તો લગ્ન વખતે જેમ માંડવો, લાઈટ, ગરબા, જમણ આ બધી વ્યવસ્થા કરવી પડે છે તેમ છૂટા પડવું છે તો પણ કોર્ટ, કચેરી, વકીલ અને ન્યાયાધીશ વિગેરે વ્યવસ્થા કરવી પડે છે. સંયોગો માટે કારણો છે તેમ વિયોગ માટે પણ ઉપાયો છે.
સંયોગમાં બે મળે છે પણ સંયોગ થયા પછી બે કાયમ સાથે રહી શકતાં નથી. હમણાં એક ભાઈની પત્નીનું મૃત્યુ થયું. તેમને બહુ દુ:ખ થયું. મારી પાસે આવીને બૂસ્કે ધ્રુસ્કે રડ્યા, એમણે કહ્યું-અધવચ્ચે છોડીને ચાલ્યાં ગયાં. તો શું તમને સાથે લઈને જાય ? તમને સાથે જવાનું કહ્યું હોત તો જાત ખરા? કોણ સાથે જાય છે? એમ જ થવાનું હતું. જે દિવસે પરણો ત્યારે નક્કી કરો, કાં તો હું જઈશ અથવા તું જઈશ. અમે કઠોર નથી, કોમળ હૈયાં છે અમારાં, પણ તથ્ય તો કહેવું જ પડે ને? ટૂંકમાં સંયોગ થાય છે ત્યાં વિયોગ પણ થાય છે. આત્મા સંયોગથી ઉત્પન્ન થયો નથી પરંતુ આત્મા એક અસ્તિત્વ છે. હવે મૂળ વાત પર આવીએ.
દેહમાત્ર સંયોગ છે, વળી જડરૂપી દશ્ય;
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? દેહમાત્ર પરમાણુનો સંયોગ છે. આ શરીર છે, તમે કંઈક કંઈક કલ્પના આ શરીર-દેહ માટે કરો છો. દેહ આવો છે, આવો છે. એક ભાઈ કહેતા હતા કે મારું શરીર તો સારું છે, પણ માથે ટાલ પડી ગઈ છે તે ઠીક નથી લાગતું. મેં કહ્યું, ટાલ તને શું નડે છે? ટાલ પડી ગઈ તો પડવા દે. એક દિવસ આખું માથું જવાનું છે. માથાના વાળ પણ જવાના છે. બાલ જલે જૈસે ઘાસકી પૌલી, હાડ જલે જૈસે લકડે કી મૌલી' તો ટાલ કઈ ગણતરીમાં? શરીર તો પરમાણુઓનો સંયોગ છે, સુંદર છે, સારું છે, રૂપાળું અને દેખાવડું છે. મોહ થાય તેવું છે. આખા વિશ્વમાં પહેલો નંબર મીસ ઈન્ડિયા કે મીસ વર્લ્ડ થઈ શકે તેમ છે પણ સાહેબ ! આ શરીર પરમાણુઓનો સંયોગ છે. જાત જાતનાં પરમાણુઓ શરીરમાં એકત્રિત થયાં છે પરંતુ આ પરમાણુઓ એક દિવસ વિખરાઈ જવાના છે. પરમાણુઓ ભેગા થાય છે અને વિખરાઈ પણ જાય છે.
ચૈતન્ય શરીરનો મેનેજીંગ ડાયરેક્ટર છે, વહીવટ કરનાર છે. એ જ્યારે આ દેહમાંથી ચાલ્યું જાય ત્યારે શરીર એમનું એમ પડ્યું રહે છે. ચૈતન્ય એ શરીરની શોભા હતી. એટલે શરીર રાખ્યું હતું. હવે ચૈતન્ય ચાલ્યું ગયું એટલે શરીરની રાખ થઈ વાતાવરણમાં ઊડી જશે અને બધા જ પરમાણુઓ છુટ્ટા પડી જશે. ક્યાં ગઈ એ કાયા? ક્યાં ગયું એ સૌંદર્ય ? ક્યાં ગયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org