________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭૧ જોવામાં અને તેના વિચારોમાં રોક્યું છે. આપણે મન, શરીર અને ઈન્દ્રિયોને પણ તેમાં રોકી છે. અને આત્માને પણ પુદ્ગલને જોવામાં આપણે રોક્યો છે. વિચાર, ચિંતન, મનન યુગલનું, અપેક્ષા પુદ્ગલની, સંગ પુદ્ગલનો, વૃત્તિ પુદ્ગલ તરફ. સવારથી સાંજ સુધી પુદ્ગલ, પુદ્ગલ ને પુગલ. આ પુદ્ગલ તરફ જ ધ્યાન. શાસ્ત્રોમાં બે તત્ત્વો છે. આત્મા અને પુદ્ગલ. પણ આપણી દુનિયામાં માત્ર એક પુદ્ગલ તત્ત્વ છે. જન્મ્યા ત્યારથી આપણે એક પુદ્ગલ દ્રવ્યને જ જોયા કરીએ છીએ. પુદ્ગલ દ્રવ્ય તરફનો આપણો આ જે ભાવ તેને કહેવાય છે વિભાવ. વિભાવ મહત્ત્વનો શબ્દ છે. વિભાવ એટલે વિકૃત ભાવ. જેમ લાકડામાંથી ધૂમાડો પ્રગટ થયો, તો ધૂમાડો એ વિકતભાવ છે, વિભાવ છે. અને અગ્નિ એ સ્વભાવ છે.
પરિણામ કહો, અધ્યવસાય કહો, વિભાવ કહો, અથવા ભાવ કહો. અને તેથી પણ સરળ શબ્દો રાગ અને દ્વેષ કહો, કષાયો, વિકારો અથવા વૃત્તિઓ કહો. જો આ બધા ભાવો અંદર થાય તો કાર્યણ પરમાણુઓમાં હલચલ મચી જાય. અને તેમાં રચનાની શરૂઆત થાય. આ બધા શબ્દોનો સરવાળો કરીને પરમકૃપાળુ દેવે આપણી ભાષાનો આપણી દુનિયાનો શબ્દ પ્રેરણા આપ્યો. આ જીવ પ્રેરણા ન આપે તો હે શિષ્ય ! કર્મને કોણ ગ્રહણ કરશે? દાબડામાં કિંમતી ઘરેણાં પડ્યા છે, તિજોરીમાં સાચવી રાખ્યાં છે. પરંતુ અંદરથી પ્રેરણા થાય તો પહેરાય. કોઈ દિવસ ઘરેણાં આવીને તમને નહિ કહે કે બહેન ! બહુ દિવસ થયા, હવે તમે મને પહેરો ને, કારણ કે ઘરેણાંમાં પ્રેરણા આપવાનું સામર્થ્ય નથી.
બહુ મહત્ત્વની વાત કરવી છે કે આ ભૂલ પ્રેરણા આપનારની છે, કર્મતંત્ર કે પુદ્ગલ દ્રવ્યની નથી. જીવ પોતે ભૂલ કરે છે. બનારસદાસજી કહે છે કે બાપ વુદ્ર મૂત્ર કરતે હૈં, ગૌર શાહુક્કાર હોકર હુસરે ઘર મૂત્ર ઋા તોષારોપણ વરતે હૈં ભૂલ કરીએ છીએ આપણે અને કહીએ છીએ કે આ કર્મો અમને હેરાન કરે છે. ઘણા કહે છે કે સાહેબ! અમારે કંદમૂળ ખાવું ન હતું પરંતુ એવું કારણ આવ્યું કે અમારે ખાવું પડ્યું. અરે ! તારા મોઢામાં તો તે નાખ્યું ને? બજારમાંથી તું જ લઈ આવ્યો. આ થઈ પ્રેરણા. આત્મા પ્રેરણા આપે છે. જો પ્રેરણા ન આપે તો કોણ ગ્રહે તો કર્મ?” તો કર્મને કોણ ગ્રહણ કરે? જૈનદર્શનનો પાયાનો સિદ્ધાંત છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શરૂઆત તારામાં કરવી પડશે, બહારમાં નહિ. ગૂંચવાડો તે ઊભો કર્યો છે, અને પછી ઠાગાઠેયા કરે છે. કર્મને દોષ આપે છે. જમાનો એવો આવ્યો છે, સમાજ કેવો છે, લોકો કેવાં છે? ઘરવાળા કેવા ભેગા થયા છે? અરે ! તું તારો દોષ જો. તારી હાલત, તારા ભાવો કેવા ઊઠે છે? તે તું જો. પહેલી વાત, હોય નચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ?” અંબાલાલભાઈએ લખ્યું છે કે ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો”, એ રાગદ્વેષ કરતો ન હોય, કષાય કરતો ન હોય, વૃત્તિઓ ઊઠતી ન હોય, વાસનાઓ ઊઠતી ન હોય તો, કર્મને કોણ ગ્રહણ કરે? કાશ્મણ વર્ગણાના દલિકોને કોણ ગ્રહણ કરે? તે તો પડ્યા છે.
જે કર્મ તરીકે કામમાં આવે છે તેવા પરમાણુઓને કામણ વર્ગણા કહે છે. આપણા શરીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org