________________
૧૭૦
પ્રવચન ક્રમાંક - પ૫, ગાથા ક્રમાંક - ૦૪ થી ૭૭ કરવા, જાત્રા કરવી, ધ્યાન કરવું, યોગ સાધના કરવી વગેરે કંઈ જરૂર નથી. કારણ? મોક્ષના ઉપાયનો કોઈ હેતુ જણાતો નથી. આત્મા કર્મનો કર્તા જ નથી તો મોક્ષની વાત શું કરવા કરવી? સાધના પણ શું કરવા કરવી પડે? આના ટેકામાં બીજી બે વાતો સ્પષ્ટપણે શિષ્ય કહે છે.
પહેલી પણ બહુ મહત્ત્વની વાત, કર્મ તણું કર્તાપણું કાં નહિ?' આ ગાથા બોલવાની રીત આ છે. કર્મ તણું કર્તાપણું કાં નહિ? સાહેબ કાં તો કર્મનું કર્તાપણું નથી એક વાત. પણ જો તમે કહો છો કે આત્મા કર્મનો કર્યા છે, તો બીજી વાત “કાં નહિ જાય?' આત્માનું કર્મનું કર્તાપણું કદી મટશે નહિ. તો થશે એવું કે આત્મા કર્મો કર્યા કરશે. કર્મના પરિણામો ફળરૂપે ભોગવવા પડશે. ભોગવતી વખતે રાગ દ્વેષ થશે. રાગ દ્વેષ થયા પછી ફરી એ કર્મોનો બંધ થશે. ફરી એ કર્મો ઉદયમાં આવશે. અને ફરી ફરી એ કર્મોનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરશે. અને આ બિચારા જીવનો છુટકારો ક્યારેય થશે નહિ. આ બિચારો જીવ એમ હું બોલું છું, પણ જીવ બિચારો નથી. જીવ તો અનંત શક્તિથી ભરેલો છે. અનંત સામર્થ્યથી બળવાન છે. તેનામાં અનંત ક્ષમતા રહેલી છે. આટલી વાત શિષ્યના પક્ષે પૂરી થઈ, કે કર્મ તણું કર્તાપણું કાં નહિ? સ્પષ્ટ વાત છે કાં તો કર્મનું કર્તાપણું નથી, પરંતુ એમ જો તમે નક્કી કરો કે કર્મનું કર્તાપણું છે તો બીજી વાત કાં નહિ જાય? એટલે કર્મનું કર્તાપણું કદી પણ જશે નહિ.
“કર્તા જીવ ન કર્મનો એક લીટીમાં મોક્ષનાં દ્વાર અને મોક્ષને શિષ્ય ઉડાડી દીધો. તેવી રીતે આ તમામ વાતને ગુરુદેવ એક લીટીમાં ઉડાડી દે છે. કઈ લીટી? હોય ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ'. હે શિષ્ય ! અગર જો ચેતનની પ્રેરણા ન હોય તો કોણ કર્મ ગ્રહણ કરશે? બહુ સરળ અને સીધો શબ્દ છે, પરંતુ શાસ્ત્રીય શબ્દ જુદો છે. એક એક શબ્દ યાદ કરતા જઈએ. આ શબ્દો તમારા સાંભળવામાં આવ્યા હશે, અથવા કાન ઉપરથી પસાર થયા હશે. આ શબ્દ છે અધ્યવસાય.
આત્માની અંદર જે સ્પંદનો, કંપનો થાય છે તેને જ્ઞાની પુરુષ અધ્યવસાય કહે છે. માટે ઉપયોગે ધર્મ, ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ કહ્યો છે. આ બંધ જે થાય છે તે માત્ર ક્રિયાથી થતો નથી તે આત્માના પરિણામથી થાય છે. પરિણામ એટલે આત્મામાં થતું કંપન, આત્મામાં ઊઠતું સ્પંદન, આત્મામાં ઊઠતાં મોજાં, આત્મામાં ઊઠતા તરંગો. તેને માટે શાસ્ત્રોએ પરિણામ શબ્દ વાપર્યો છે. હર ક્ષણે આત્મામાં કંપન થાય છે, તે જોવાનો આપણને ટાઈમ નથી.
આપણું જ્ઞાન પુદ્ગલને, જોવામાં જ રોકાયું છે. આપણી પાસે જ્ઞાન તો છે. જ્ઞાન કામ પણ કરે છે. આપણે જ્ઞાનને પુગલને જોવામાં સમગ્રપણે રોકી રાખ્યું છે. એ જ્ઞાન નવરું પડે તો પોતાને જોવે ને? ઘરની બહાર પુરુષ રખડતો હોય અને બહારનાં કામ કરતો હોય તો ઘરવાળી એમ કહેશે કે તમને ક્યાં ફુરસદ છે ? ઘરનું તો ધ્યાન રાખો. જ્ઞાની પુરુષ પણ આપણને આજ કહે છે. આપણને આત્મા તરફ જોવાની ક્યાં ફુરસદ છે? આત્મા તો હાજર છે પરંતુ આત્મા તરફ જોવાની નવરાશ, ફુરસદ મળે તો ને ? આપણું જ્ઞાન આપણે પુદ્ગલને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org