________________
૧૨૪
પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૬૨ મારેલ છે, ચાવી ખોવાઈ ગઈ છે. જ્ઞાની સાચી ચાવી આપે છે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે આ આત્મા સદા અવિનાશી છે અને વારે વારે શરીર મરે છે, પણ શરીર સાથે તું નથી મરતો. તું શેનો રોવા માંડે છે ?
જ્ઞાની પુરુષે એમ કહ્યું કે મરણની ચિંતા ન કરશો. મરણ તથ્ય છે. આત્મા અવિનાશી છે અને દેહ વિનાશી છે, આ સ્વીકારીને તમે ચાલો તો બે વસ્તુ તમને મળશે. આત્મા અવિનાશી હોવાથી ભયમુક્તિ મળશે, અને દેહ વિનાશી છે એ સમજણ જો પ્રાપ્ત થશે તો મોહમાંથી મુક્તિ મળશે. આમ ભય અને મોહ બન્નેમાંથી મુક્ત અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય છે.
જ્ઞાની પુરુષો કહે છે કે આત્મા છે, તે અવિનાશી છે, નિત્ય છે પણ ચાર્વાક દર્શન કહે છે કે આત્મા નથી અને આત્મા છે તો તે નિત્ય નથી. જેમ જુદા જુદા પદાર્થોના મિશ્રણમાંથી સ્પીરીટ અને મદિરા જેવું એક રસાયણ તૈયાર થાય છે તેમ આત્મા પંચમહાભૂતના મિશ્રણમાંથી તૈયાર થયેલ એક રસાયણ છે. બૌદ્ધદર્શન એમ કહે છે કે જગતમાં બધી વસ્તુ ક્ષણિક છે. વાત તો સાચી છે, પણ માત્ર ક્ષણિક નથી. ટકીને બદલાય છે. એક વસ્તુનાં બે પાસાં આવ્યાં. ટકે છે અને બદલાય પણ છે. નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે. તમને થશે કે આ કહેનારનું મગજ ઠેકાણે નથી કે શું ? પરંતુ બંને વસ્તુ સાચી છે. નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. સાહેબ ! તમારા પિતા પાસે પચાસ કરોડનું સોનું હતું. એમને તેમના પિતા પાસેથી આવ્યું. આ સોનામાંથી ઘરેણાં નવાં નવાં થાય. જુદા જુદા આકારો થાય, કંગન, ચેઈન, કડલાં વગેરે. આકાર બદલાયા કરે પણ સોનું તો એનું એ જ રહેશે. મૂળ વસ્તુ એ જ રહી, પર્યાય બદલાણી. તો વસ્તુ અને પર્યાય બન્ને સાથે છે. સન્મતિ તર્કમાં (પ્રકરણમાં) પૂ.સિદ્ધસેન દિવાકર સૂરી મહારાજે કહ્યું કે, दव्वं पज्जवविउयं, दव्वविउत्ता य पज्जवा णत्थि । પપ્પાય-વિજ્ઞ-મંા હંવિ, વિયળવળ એય ॥ (૧/૧૨)
પર્યાય વગર દ્રવ્ય નથી, અને દ્રવ્ય વગર પર્યાય નથી. દ્રવ્ય અને પર્યાય સાથે છે પરંતુ પર્યાય બદલાય છે. તમારું શરી૨ એ પર્યાય છે. તમે આવ્યા પહેલાં પણ બીજા શરીરમાં હતા. એ શરીર મૂકીને અહીં આવ્યા. પહેલાં હતા એ પણ તમે અને અત્યારે નવું રૂપ ધારણ કર્યું એ પણ તમે. શરીર બદલાય છે, તમે નથી બદલાતા. દ્રવ્ય કાયમ રહે છે, પર્યાય બદલાય છે, આ જૈનદર્શનની પાયાની વાત છે. આ પરમ સત્ય જાણવું જ પડશે કે પર્યાય બદલાય છે અને દ્રવ્ય કાયમ રહે છે. બદલાય પણ છે અને કાયમ પણ રહે છે. અને આ ખેલ એક જ વસ્તુમાં કાયમ થાય છે. આનંદઘનજીએ કહ્યું કે :
Jain Education International
થિરતા એક સમયમેં થાને, ઉપજે વિણસે તબહી, ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યા હમ સુની ન કબહી. અવધૂ નટ નાગરકી બાજી, જાણે ન બંભન કાજી.
For Personal & Private Use Only
www.jainelibrary.org