________________
૧ ૨૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
એમણે એમ કહ્યું કે એવો એક નટ છે, એવો અભિનેતા છે કે તેની બાજી સમજાતી નથી. બંભન એટલે પંડિત અને કાજી એટલે મુસલમાન, મુસલમાનનો વડો. એ કાજી પણ જાણતો નથી અને પંડિત પણ જાણતો નથી. એવો એક અદ્ભુત ખેલ દ્રવ્યમાં થઈ રહ્યો છે. કેવો ખેલ? સમય સમયનો ખેલ. સમય એટલે આંખનો પલકારો મારો એટલામાં અસંખ્ય સમય થાય એવો સૂક્ષ્મ કાળ. ઉદાહરણ બહુ સહેલું આપ્યું છે. કમળના પાંદડા એક ઉપર એક એમ સો પાંદડા મૂક્યા હોય અને સો પાંદડા ઉપર કોઈ યુવાન છરી મૂકી પાંદડા ભેદે તો તમે એ કહો કે પહેલા પાંદડાથી બીજું પાંદડું ભેદતાં કેટલો સમય ગયો ? તે ક્ષણ કહેવાય, સમય નહિ. કાળનો છેલ્લો સૂક્ષ્મ ભાગ કે જેના કોઈ બે ભાગ થઈ શકે નહિ તે છેલ્લા ભાગને સમય કહે છે. એક સમયમાં વસ્તુ સ્થિર પણ છે. ઉત્પન્ન પણ થાય છે અને તેનો નાશ પણ થાય છે. આ ત્રણે ઘટનાઓ એક સમયમાં થાય છે. કોઈ અદ્ભુત ચક્ર તમારામાં કામ કરી રહ્યું છે, અને એ તત્ત્વ તમે છો. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં એક સૂત્ર છે કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-પુતં સત’ સત્ કોને કહેવાય? ઉત્પાદ, વ્યય, ધ્રુવ આ ત્રણેની ઘટના જેનામાં એક જ સમયમાં બને છે તેને કહેવાય છે સતુ. આ હોવાના કારણે વસ્તુ કાયમ છે. જ્ઞાનીનો અનુભવ એવો છે કે આત્મા અવિનાશી છે પણ શિષ્યનો અનુભવ એવો નથી. માટે જ્ઞાનીને પોતાનો અનુભવ શિષ્ય પાસે રજુ કરવો છે. એટલા માટે શબ્દોના પુલ બનાવવા પડે છે, તે માટે આ આગમો છે, શાસ્ત્રો અને સિદ્ધાંતો છે.
ટૂંકમાં દેહ માત્ર સંયોગ છે. ભાઈ ! તું કહે છે ને કે દેહમાંથી-પંચમહાભૂતમાંથી નવો આત્મા પેદા થયો પણ તને ખબર નથી કે નવો આત્મા દેહમાંથી પેદા ન થાય. દેહના ચાર લક્ષણો બતાવે છે. પહેલું લક્ષણ શરીર માત્ર સંયોગ છે. બીજું લક્ષણ શરીર માત્ર જડ છે. શરીર જે આજે કામ કરે છે જેમકે આંખ જોવે છે, કાન સાંભળે છે, મીઠાઈનો ટુકડો જોયો કે જીભમાં લાળ છૂટે છે. ગુસ્સો આવે તો આંખ લાલ થાય છે. આ બધું શરીરને નહિ પણ શરીરમાં રહેલાને થાય છે. થાય માંહ્યલાને અને પ્રગટ થાય છેશરીરમાં શરીર પાસે પોતાની કોઈ સંવેદના નથી, કારણ કે શરીર જડ છે. આ મોર કળા કરે ત્યારે કેટલો સુંદર લાગે છે? મોર સુંદર લાગે છે, પણ ક્યાં સુધી સુંદર લાગશે? કે જ્યાં સુધી મેનેજીંગ ડીરેક્ટર ચૈતન્ય હશે ત્યાં સુધી. એ ન હોય તો મોર તમને જોવો પણ ન ગમે. આ શરીર જે સુંદર છે અને જે જાણવાનું કાર્ય કરે છે તે અંદર આત્મા છે માટે કરે છે. પરંતુ શરીર તો પોતે જડ છે.
સ્વતંત્ર સંવેદના જડ પાસે નથી, એવો અનુભવ આપણને થાય છે. ચૈતન્ય છે તેથી શરીર ચૈતન્યની જેમ કામ કરે છે. કેટલું બધું કામ શરીર કરે છે. મચ્છર બેઠો હોય તો તરત જ ટેલીફોન થઈ જાય. મસ્તકમાંથી ટેલીફોન થાય. આ ખૂણામાં હાથ ઉપર આટલામી આંગળી ઉપર મચ્છર બેઠો છે, તેને હટાવો. અને હાથ મચ્છરને હટાવે એટલે તરત જ ટેલીફોન થાય કે સાહેબ ! તમારું કામ થઈ ગયું. આવી વ્યવસ્થા છે અને તે કાર્ય ચોવીસે કલાક શરીરમાં ચાલે છે. છતાં પણ શરીર જડ છે. તેને પોતાને સ્વતંત્ર સંવેદના નથી. આ સમજી લ્યો. તમે છેલ્લો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org