________________
૧ ૨૬
પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૨ શ્વાસ લેતા હશો ત્યાં સુધી આંખ પટપટાવશો. પરંતુ જેવો છેલ્લો શ્વાસ પૂરો થયો કે આંખ ઉઘાડેલી તો ઉઘાડેલી અને બંધ તો બંધ, પછી આંખ ખોલ બંધ કરવી હશે તો નહિ થાય. કારણ કે કરનારો અંદરથી ચાલ્યો ગયો છે.
ત્રીજું લક્ષણ : એ રૂપી છે, તેનું એક બંધારણ છે. એનું વજન, કદ અને આકાર છે.
ચોથું લક્ષણ : તે દશ્ય પણ છે. એટલે જાણનારના જ્ઞાનમાં એ જણાય તેવું શરીર છે. આમ શરીર દશ્ય છે, રૂપી છે, જડ છે. અને માત્ર પરમાણુઓનો સંયોગ છે. તેમાંથી નવો આત્મા કેમ ઉત્પન્ન થાય? આ કોણ કહે છે? આ સગુરુ શિષ્યને કહે છે. શિષ્ય શું કહેવા માગે છે? શિષ્ય કહે છે કે આત્મા અવિનાશી નથી. આત્મા પંચમહાભૂતમાંથી દેહમાં ઉત્પન્ન થાય છે અને તે આત્માનો નાશ પણ થાય છે. ગુરુદેવ કહે છે જે પોતાને જાણતું નથી તેવા શરીરમાંથી બીજો કોઈ દ્રષ્ટા-જે જાણનારો છે તે, ઉત્પન્ન થતો નથી. દેહ જે છે તે પણ સંયોગ છે, રૂપી છે, જડ છે, દશ્ય છે. એવું શરીર ચૈતન્યની ઉત્પત્તિ અને ચૈતન્યનો નાશ કેવી રીતે જાણી શકે ? જો એ દેહ પહેલાં હોય તો જાણે ને, અને દેહ પછી હોય તો જ જાણે ને? પણ દેહ પહેલાં પણ નથી અને દેહ પછી પણ નથી. માટે દેહથી આત્મા ઉત્પન્ન થતો નથી. આત્મા છે પણ આત્માની ઉત્પત્તિ થતી નથી. જેની ઉત્પત્તિ થતી નથી તેનો નાશ પણ થતો નથી. બે શબ્દો ખ્યાલમાં રાખજો. ઉત્પત્તિ અને નાશ. જેની ઉત્પત્તિ તેનો નાશ. બીજા પણ બે શબ્દો છે અનુત્પન્ન અને અવિનાશી. જે ઉત્પન્ન થતો નથી, તે નાશ પણ પામતો નથી.
ગુરુદેવ કહે છે, શિષ્ય ! આત્માની ઉત્પત્તિ પણ નથી અને તેનો નાશ પણ નથી, માટે આત્મા નિત્ય છે. દેહની ઉત્પત્તિ પણ છે અને દેહનો નાશ પણ છે, માટે એ દેહમાંથી આત્મા ઉત્પન્ન થાય તેવી ઘટના ઘટે નહિ. અને દેહ રૂપી છે, સ્થૂળ છે, દેખાય છે, નજરે ચડે છે અને તેને જોનારો ચૈતન્ય હાજર છે અને તેનાથી જુદો છે, માટે પંચમહાભૂતના સંયોગમાંથી દેહ બને પણ દેહના સંયોગમાંથી આત્મા કેવી રીતે બને? અમે તમને સમજાવવાની મથામણ એટલા માટે કરીએ છીએ કે કોઈ પણ રીતે તમને બે વાક્યો બેસી જાય. આત્મા છે અને આત્મા નિત્ય છે. અત્યારે બુદ્ધિથી સમજો પછી અનુભવથી સમજો. પહેલાં તમે સંત પુરુષ પાસેથી સાંભળો. સાંભળ્યા પછી વિચાર કરો. બીજા તબક્કામાં વિચાર કર્યા પછી નિર્ણય કરો. ત્રીજા તબક્કામાં નિર્ણય કર્યા પછી સ્વીકાર કરો. ચોથા તબક્કામાં સ્વીકાર કર્યા પછી શ્રદ્ધા થાય. પાંચમા તબક્કામાં શ્રદ્ધા થયા પછી સાક્ષાત્કાર માટે મથામણ થાય. અને છઠ્ઠા તબક્કામાં મથામણ પછી સાક્ષાત્કાર થાય. આ તબક્કા એટલે ક્રમ છે. આ ક્રમથી છેવટે તમને સાક્ષાત્કાર થશે. તે દિવસે તમને કહેવું નહિ પડે કે આત્મા અવિનાશી છે, આત્મા નિત્ય છે.
છેલ્લી વાત-જો શરીર ઉત્પન્ન થાય છે અને તેનો નાશ પણ થાય છે તો ઉત્પન્ન થવું અને નાશ થવું તે કોણ જાણશે? એ જાણનારો ઉત્પન્ન થયા પહેલાં હોવો જોઈએ. અને નાશ થયા પછી પણ હોવો જોઈએ. લોજીક સમજાયું ? આ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે તેનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org