________________
૬૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છે, શરીરમાં ઘણી જ તાકાત છે, અને શરીર સાથે છેક મોક્ષ સુધી યાત્રા કરવાની છે. આવું શરીર હોવાં છતાં દેહ ન જાણે તેમને', દેહ આત્માને જાણી શકતો નથી. કંઈ વાંધો નહિ, ગુરુદેવ ! ઈન્દ્રિયો તો છે ને ? એ પણ સક્ષમ અને સમર્થ છે, શક્તિશાળી છે. ગુરુદેવ કહે છે ઈન્દ્રિયો પણ આત્માને જાણી શકતી નથી. દેહ બાકાત થયો રમતના મેદાનમાંથી, ઈન્દ્રિયો પણ બાકાત થઈ. ઈન્દ્રિયો પણ આત્માને જાણી શકતી નથી, કંઈ વાંધો નહિ, પરંતુ એક ત્રીજું બળવાન સાધન પ્રાણ છે ને? પ્રાણ એટલે જીવનની શક્તિ. આપણે જે જીવીએ છીએ તે સ્કૂલ જીવન-ભૌતિક જીવન, તે પ્રાણ ઉપર ચાલે છે. પ્રાણની અભિવ્યક્તિ શ્વાસોચ્છવાસ છે. પ્રાણથી તમારા શરીરની પ્રક્રિયા ચાલે છે. દોઢ મિનિટ જો શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય તો આપણી જીવનયાત્રા સમાપ્ત થઈ જાય. શરીરને તમામ પ્રક્રિયાઓ કરવા માટે શ્વાસોચ્છવાસ પ્રાણ શક્તિ આપે છે. તમે અનાજનો કોળિયો પેટમાં જવા દો છો, પછી તેમાંથી કેટલી વેરાઈટીઝ થાય છે અને તેમાંથી કેવી કેવી વસ્તુઓ બને છે એ તમને ખબર છે? તેમાંથી લોહી તૈયાર થાય અને પગના અંગૂઠાથી માથાના વાળ સુધી એ વહેંચણી કરવાનું કામ કરે છે. લોહી જો મસ્તક સુધી ન પહોચે તો મગજ કામ કરતું નથી. પ્રાણ શરીરના તમામ ક્ષેત્રોમાં વસ્તુઓને પહોંચાડે છે. આવો પ્રાણ બળવાન છે. પ્રાણ એનર્જી શક્તિ છે. જગતમાં પ્રાણાયામની કેટલી મોટી સાધના થાય છે. કરોડો માણસો પ્રાણાયામની સાધના કરે છે. પ્રાણાયામના હજારો ગ્રંથો છે. આવો જીતેલો, પ્રાપ્ત કરેલો પ્રાણ પણ આત્માને જાણી શકતો નથી. આપણા બધા શસ્ત્રો હેઠે.
ઈન્દ્રિયો ન જાણે, દેહ પણ ન જાણે અને પ્રાણ પણ આત્માને જાણે નહિ. એમ કેમ કહ્યું? બહુ અભુત વાત કરે છે. આ શરીર, ઈન્દ્રિયો, પ્રાણ જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. જ્યાં સુધી આ આત્મા શરીરમાં છે, ત્યાં સુધી ટગર ટગર તમે જોશો, કાનથી સાંભળશો પણ ખરાં, અને કદાચ બોલી શકતાં ન હો તો ઈશારાથી સમજાવશો પણ ખરાં. માખી બેઠી હશે તેને ઉડાડશો પણ ખરાં. અંદર ચૈતન્ય બેઠું હશે તો જ શરીર કામ કરશે. ઘરમાં ટી.વી. છે, ઘરમાં પંખો છે, ફ્રીજ છે, ઘરમાં બધા વિદ્યુતનાં સાધનો છે. તમે નોકરને કહેશો કે સ્વીચ ચાલુ કર. તે કહેશે કે સાહેબ, સ્વીચ તો ચાલુ છે, પણ વિદ્યુત પ્રવાહ એટલે ઈલેક્ટ્રીસીટી નથી. કેવી રીતે ચાલુ થશે ? વિદ્યુત પ્રવાહ વગર ટી.વી. ચાલુ ન થાય. વિદ્યુત પ્રવાહ વગર પંખો, ફ્રીજ, મશીનો કંઈ જ કામ ન કરે. લાઈટ ફીટીંગ અપ ટુ ડેઈટ હોય, ઘરમાં પચાસ ટ્યુબલાઈટ હોય, ઝાકઝમાળ થાય તેવું હશે પણ વિદ્યુત અંદર દાખલ થશે તો તે ચાલુ થશે. વિદ્યુતની સત્તાથી જ પંખો, ફ્રીજ, મશીનો કામ કરે છે, તેમ આત્માની સત્તાથી જ શરીર કામ કરે છે, ઈન્દ્રિયો કામ કરે છે, અને આત્માની સત્તાથી જ પ્રાણ કામ કરે છે. આત્મા જો ન હોય તો પ્રાણ કામ ન કરે. પાંચ મિનિટ પહેલાં આ માણસ વાત કરતો હતો, ઈશારા કરતો હતો, આંખ ઉઘાડ બંધ કરતો હતો, પટપટાવતો હતો. જેવું ચૈતન્ય, શરીરમાંથી જુદું પડ્યું કે શરીર નિષ્યષ્ટ થઈ પડ્યું રહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org