________________
C
)
પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - પ૩ ઈન્દ્રિયો કશું કામ નહિ કરી શકે. તો શરીર કોની સત્તાથી કામ કરતું હતું? ઈન્દ્રિયો કોની સત્તાથી કામ કરતી હતી ? અને પ્રાણ પણ કોની સત્તાથી કામ કરતો હતો? આ બધા જેની સત્તાથી કામ કરતાં હતાં અને કરે છે તેને કહેવાય છે આત્મા.
એક વખત ચૈતન્ય ઘર છોડી દે છે એટલે કે આત્મા આ દેહને છોડી દે છે પછી શરીરની વ્યવસ્થા કરવી પડે ને? બાબો ગમે તેટલો લાડકો હોય, વ્હાલો હોય પછી એમ ન કહેવાય કે આને હું નહિ છોડું. ચૈતન્ય જુદું પડ્યું એટલે ખલાસ. હવે રખાય નહિ, એનો રસ્તો કરવો જ પડે. શરીર એંશી વર્ષ રહ્યું, બોલ્યું, ચાલ્યું, ખાધું, પીધું, પ્રવૃત્તિઓ કરી અને હવે જેવો આત્મા ચાલ્યો ગયો કે શરીર કંઈપણ કરી શકતું નથી. કોનાથી આ કામ થતું હતું? જેનાથી આ કામ થતું હતું તેને કહેવાય છે આત્મા.
ઓફિસમાં ક્લાર્ક સહી કરી, હેડ ક્લાર્ક સહી કરી, અને પછી તેના સાહેબે પણ સહી કરી છતાં કાગળો પાછા આવ્યાં કેમ? તો કહે મુખ્ય સાહેબ સહી કરી નથી. એ સુપ્રીમ ઓથોરીટી છે. એની સહી બાકી છે. શરીર સુપ્રીમ ઓથોરીટી નથી, ઈન્દ્રિયો કે પ્રાણ સુપ્રીમ અથોરીટી નથી, પરંતુ સુપ્રીમ ઓથોરીટી આત્મા છે. તો શિષ્ય તું એમ કહે છે ને કે દેહથી આત્મા કેમ ન જણાય ? ઈન્દ્રિયોથી પણ આત્મા કેમ ન જણાય અને પ્રાણથી પણ આત્મા કેમ ન જણાય? ભલા માણસ ! તું ભૂલી જાય છે કે શરીર, ઈન્દ્રિયો અને પ્રાણ આત્માની સત્તાથી કામ કરે છે. જેમ વિદ્યુતની સત્તાથી ફ્રીજ, પંખો, મશીનો કામ કરે છે પણ તને વિદ્યુત દેખાય છે ખરી? ના. તેમ આત્માની સત્તાથી જ ઈન્દ્રિયો, પ્રાણ કામ કરે છે પણ તે દેખાતો નથી. ઘરમાં કોઈ ફાળો લેવા આવે અને ઘરમાં બહેનો હોય, છોકરાઓ ફરતા હોય પણ બહેન કહે છે કે ઘરમાં કોઈ નથી. એમ કેમ? તમે તો છો. બહેન કહેશે કે ભાઈ ઓફિસે ગયા છે, તેઓ સુપ્રીમ ઓથોરીટી છે. ઘર ભલે રહ્યું, પણ સત્તા એના હાથમાં નથી. શરીર, ઈન્દ્રિયો, પ્રાણ ભલે રહ્યાં પણ સત્તા એના હાથમાં નથી. “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ” અભુત શબ્દો છે. તેમનું પ્રવર્તન આત્માની સત્તા વડે થાય છે. તેથી હે શિષ્ય ! શરીરાદિથી આત્મા તને જણાતો નથી.
ધન્યવાદ ! આટલી કઠિન વાત આજે કરી છે. આગળની ગાથા આના કરતાં પણ કઠિન છે. પરંતુ કઠિન, કઠિન, આ શબ્દો મગજમાંથી કાઢી નાખજો. હું પણ તમને કહીશ નહિ કે કઠિન છે. પરંતુ આપણે ગંભીરતાથી આત્માને સમજવાનો પ્રયત્ન કર્યો નથી, પુરુષાર્થ કર્યો નથી. આત્મસિદ્ધિ જે સમજ્યો તે આગમો સમજ્યો. આત્મસિદ્ધિ બરાબર સમજ્યો તે અધ્યાત્મનાં શાસ્ત્રો પણ સમજી શકે. આત્માની સત્તા છે, તે બળવાન સત્તા છે. એ કામ કરશે તો જ શરીર, ઈન્દ્રિયો, પ્રાણ કામ કરશે. આ સાધનો આત્માની સત્તાથી પ્રવર્તે છે, તેથી તેઓ આત્માને જાણી શકે નહિ.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલાં પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org