________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક
૪૪
આત્માનું પ્રગટ સ્વરૂપ
Jain Education International
ગાથા ક્રમાંક ૫૪
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. (૫૪)
ટીકા : જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે,એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. (૫૪) હજારો શ્લોકો આ ગાથામાં છે, અને હજારો સિદ્ધાંતો પણ આ ગાથામાં છે. નિશ્ચયનયથી, વ્યવહારનયથી, દ્રવ્યાનુયોગની દ્રવ્યાર્થિક દૃષ્ટિથી, પર્યાયાર્થિકનયની પર્યાયાર્થિક દૃષ્ટિથી, તમામ પક્ષોથી એક અદ્ભુત વાત આ ગાથામાં કરી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના તમામ શબ્દો પારમાર્થિક અને મૌલિક છે. તમામ અધ્યાત્મ શાસ્ત્રો, તમામ ધ્યાનનાં શાસ્ત્રો, તમામ તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો, તમામ દર્શન શાસ્ત્રો પોતાની તમામ તાકાત એક જ વાત ઉપર વાપરે છે અને તે એ કે આત્મા છે તેનો નિર્ણય કરવો જોઈએ.
૩
જ્ઞાની પુરુષોને બે કામ કરવાં છે, એક તો આત્માનું વર્ણન કરવું છે કે આત્મા આવો છે, આવો છે. અને જેની પાસે વર્ણન કરે છે તેની પાસે નિર્ણય કરાવવો છે. નિર્ણય તમારે કરવાનો છે, પરંતુ એ નિર્ણય કરાવવા એમને સહભાગી થવું છે. એક વખત જો નિર્ણય થયો કે આત્મા છે તો આધ્યાત્મિક ક્ષેત્રમાં તેને પ્રવેશ મળે, અધિકાર મળે અને આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ થાય, પ્રારંભ થયા પછી બે શબ્દો આપણી પાસે આવે છે, એક શબ્દ સંવર, અને બીજો શબ્દ નિર્જરા. જ્યાં સુધી આત્મા છે તેમ નિર્ણય ન થાય, અને આત્માનુભવ ન થાય ત્યાં સુધી આસ્રવ થશે. આસ્રવ એટલે કર્મોનું વળગવું. શુભભાવ અને અશુભભાવ થશે. તેથી પુણ્ય અને પાપ થશે. બાહ્ય કર્મકાંડો થશે. તેનાથી પુણ્યબંધ થશે અને સદ્ગતિઓ જેમકે દેવગતિ અને મનુષ્યગતિ મળશે. ઉત્તમ સ્થાન મળશે, ભોગના સાધનો મળશે. સાથે સાથે જગતનાં પદાર્થો પણ મળશે. ધર્મ કરવાનાં પરિણામે પુણ્યબંધ થશે, પણ સંસાર ઊભો રહેશે. સંસારનો અંત નહિ આવે. કારણ કે કર્મોની આવક થાય છે, શાસ્ત્રોએ કહ્યું છે કે શુભાશુભ ભાવથી કાં તો પુણ્યની આવક થાય અથવા પાપની આવક થાય. આ આવક થવી તેને આસ્રવ કહે છે. ‘‘આશ્રવત્તિ કૃતિ આશ્રવા:’’ ચારે તરફથી આત્મામાં કર્મોનું આવવું તેને કહેવાય છે આસવ. કર્મો સારા કે ખરાબ
For Personal & Private Use Only
www.jainelibrary.org