________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૫
પ્રવચન ક્રમાંક - ૨
ગાથા ક્રમાંક - ૮૯-૯૦
શ્રેષ્ઠ સાધના.
કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, તેમ સદ્ગુરુ સમાધાન કરે છે.
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. (૮૯) ટીકાઃ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તે થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું
જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ! તું વિચાર. (૮૯)
પાંચમાં પદમાં શિષ્યની શંકા નહિ પણ વેદના વ્યથા દેખાય છે. હવે તેને તર્ક કરવો નથી, પ્રશ્નોત્તરી કરવી નથી પરંતુ તેને જે મૂંઝવણ છે તેનું સમાધાન કરવું છે. તે પૂછે છે કે હે ગુરુદેવ! આટલો કાળ વીત્યો, આટલાં બધાં જન્મમરણ થયાં તોયે વર્તમાનમાં રાગદ્વેષ તો રહ્યાં જ છે. કોઈપણ રીતે ઘટ્યાં નથી, આ કેવું કહેવાય? આ શિષ્યની વ્યથા અથવા વેદના છે, આવી વેદના જેના અંતરમાં જાગશે તે પરમાર્થ માર્ગમાં ડગલાં માંડી શકશે. ફરી સમજી લઈએ કે કાળ કંઈ ઓછો વીત્યો નથી છતાં જન્મ મરણ મટ્યાં નથી. અનંતકાળ જવા છતાં વર્તમાનમાં અમે અમારી જાતનું નિરીક્ષણ કરીએ છીએ. અમારી જાતને બરાબર જોઈએ છીએ તો હજુ પણ અમારામાં દોષો તો એટલા ને એટલા જ દેખાય છે. આ વ્યથા અમને તમારી પાસે લઈ આવે છે. હે ગુરુદેવ ! અમને લાગે છે કે મોક્ષ નહિ હોય, જો મોક્ષ હોત તો અત્યાર સુધીમાં કામ થાત ને? પણ થયું નથી. - ગુરુદેવ કહે છે, હે શિષ્ય ! ઘણાં પાસાઓથી આ વાતને વિચારીએ. પહેલી વાત, “શુભ કરે ફળ ભોગવે. જગતમાં શુભ પ્રવૃત્તિઓ છે. દયા, દાન, પરોપકાર, સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, મંદિરમાં જવું, પૂજા કરવી, કલ્યાણ કરવું, શીલ પાળવું, વૈરાગ્ય પ્રાપ્ત કરવો, ત્યાગ કરવો, સેવા કરવી, આ બધા શુભભાવો છે, શુભ કાર્યો છે, શુભ પ્રવૃત્તિ છે, જે કરવાથી બીજાને શાતા પહોંચે, બીજાને શાંતિ થાય, બીજાને સુખ થાય, બીજાને આનંદ થાય, બીજાની આંખનાં આંસુઓ લૂછાઈ જાય, બીજાના હૃદયની વેદના અલ્પ થઈ જાય. એવી કોઈપણ
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org