________________
૨૩૬
પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ પ્રવૃત્તિ કે ભાવ આપણા તરફથી થાય તો તે શુભભાવ અને શુભ પ્રવૃત્તિ છે. દાનરુચિ, મધ્યમ ગુણો, વિષયોથી વિરક્તિ, ઈન્દ્રિયો પર કાબૂ, કષાયોની મંદતા, સંસારના પ્રાણીઓ પરત્વે દયાનો ભાવ, સંસાર પ્રત્યે અંદરથી ખેદ થવો, આ બધા શુભ ભાવો છે. અને શુભ ભાવો થકી જે ક્રિયા થાય છે તે શુભ કર્મો છે. બંને જુદાં છે. શુભ ભાવ અંદરમાં થાય છે, શુભ કર્મ બહાર દેખાય છે. બીજાનું ભલુ કરવાનો ભાવ અંદરમાં થયો ને ભલું કરવા માટે નિર્ણય કરી જ્યારે કાર્ય કર્યું ત્યારે શુભ કર્મ થયું, શુભ પ્રવૃત્તિ થઈ. શુભ ભાવ થાય તેમાંથી શુભ પ્રવૃત્તિ ફલિત થાય છે અને શુભ પ્રવૃત્તિનું પરિણામ આવે છે તે પુણ્ય.
ત્રણ ઘટના થઈ. (૧) પહેલાં શુભ ભાવો અથવા શુભ પરિણામ થયા. (૨) શુભ પરિણામના કારણે શુભ પ્રવૃત્તિ થઈ, શુભ કર્મ થયું. (૩) અને એના પરિણામે પુણ્યની રચના થઈ અને પુણ્યનું ફળ બાહ્ય સુખ મળે. શ્રેષ્ઠ પ્રકારનું બાહ્ય સુખ ભોગવવાનું સ્થળ આ જગતમાં દેવલોક છે. ત્યાં શ્રેષ્ઠ પ્રકારની બાહ્ય સુખ ભોગવવાની વ્યવસ્થા છે. પહેલી વાત ત્યાં ટ્રેઈનમાં બેસીને દોડધામ કરતાં નોકરી કરવા જવાનું નથી, કોઈ બોસને રાજી રાખવાના નથી. કમાણી કરવાની નથી. દેવલોકમાં કશી ચિંતા જ નથી, જન્મે ત્યારે ૧૬ વર્ષના યુવાન જેવા જ હોય. આપણી જેમ જન્મ કે મરે નહિ. મરે ત્યાં સુધી શરીર એવું ને એવું જ હોય. નખમાં પણ રોગ ન હોય. જે ઇચ્છા કરે તે તરત જ મળે. આવું સુખ દેવલોકમાં છે. તે પુણ્યથી મળે છે. ઉત્કૃષ્ટ પુણ્ય ભોગવવાનું સ્થળ તે દેવલોક છે. એક લાલ લીટી શાસ્ત્રોએ લખી, બહુ સારી વાત કરી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ, કરોડો ને કરોડોથી ગુણવાથી પણ જેની ગણતરી ન કરી શકાય તેટલું બધું આયુષ્ય ભોગવવાનું હોય, પરંતુ પુણ્ય ભોગવવાથી પુણ્ય ક્ષીણ થાય છે, અને એક દિવસ તેને ત્યાંથી નીચે આવવાનું થાય છે. દેવો મૃત્યુલોકમાં આવીને કાં તો મનુષ્યગતિમાં જાય અને કાં તો પશુગતિમાં જાય. દેવને મૃત્યુ આવવાનું હોય ત્યારે છ મહિના પહેલાં તેની ફૂલની માળા કરમાઈ જાય છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે હવે છ મહિના જ જીવવાના છીએ. ત્યારથી મૂંઝવણ ચાલુ થાય. તે દેવીઓને મળે અને રડે કે હવે છૂટા પડવું પડશે. આ રત્નવાટિકાઓ, સ્વીમીંગ પુલ, કિંમતી રત્નો, અલૌકિક દેવ વિમાન, અરે ! આ બધું છોડવું પડશે. રોતાં જાય, એક બીજાને ભેટતાં જાય, બૂમો પાડતાં જાય, કરોડો-અબજો વર્ષના સુખનો સરવાળો હવે છ મહિનામાં ખતમ. ત્યાં બીજો કોઈ અવકાશ નથી. એમને ત્યાં ખબર પડે કે હવે જન્મ મૃત્યુલોકમાં કોઈ નાનકડી ધારાવીની ઝૂંપડીમાં લેવાનો છે. ક્યાં મારો દેવલોકનો મહેલ અને ક્યાં મૃત્યુલોકની ગંદકીવાળી ઝૂંપડી ! અરે ! મારે એવી જગ્યામાં જીવવાનું છે ! આની વેદના થાય છે. પુષ્ય ભોગવાય છે, ભોગવ્યા પછી ક્ષીણ થાય છે. ફરી અશુભ ગતિમાં તેને જવું પડે છે.
અશુભ ભાવ થાય, તેનાથી હિંસા, ચોરી, દુરાચાર, પરિગ્રહ, વ્યસનો, અસંયમ આ અશુભ પ્રવૃત્તિ થાય, તેનાથી પાપનો બંધ થાય અને પછી પાપનું ફળ મળે અને તેનાથી દુઃખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org