________________
૨૦૨
ઓળખાવી છે. આ વિજ્ઞાનનો પ્રભાવ છે. તમને થશે પુદ્ગલ શું કરી શકે ? તમે કોમ્પ્યૂટર ક્યાં જોયું હતું ? ટેલીફોન ક્યાં જોયો હતો ? તમે અહીં ઘેર બેઠા ન્યુયોર્કમાં કોઈ સાથે મોબાઈલ ફોનથી વાત કરી શકો છો ને ? આ કોનો ખેલ છે ? પુદ્ગલનો જ ખેલ છે. સમગ્ર પુદ્ગલ દ્રવ્યમાં ક્ષમતા, બળ અને સામર્થ્ય રહેલ છે. શાસ્ત્રીય ભાષામાં પુદ્ગલમાં સ્પર્શ, વર્ણ, રસ, ગંધ ગુણો છે. તેને વજન, આકાર, કદ છે. એ ભોગ ઉપભોગનું સાધન પણ છે.
પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧
-
આપણે એ પુદ્ગલમાં ભળ્યા, અટક્યા, ડૂબ્યા, તન્મય થયા, અનંતવાર પુદ્ગલને ગ્રહણ કર્યું અને છોડ્યું છતાં પુદ્ગલ દ્રવ્યને આપણે ઓળખી શક્યા નથી. પુદ્ગલ દ્રવ્યમાં અનંત શક્તિ છે, તેનું રૂપાંતર થઈ શકે છે. તેમાંથી ઘણી જુદી જુદી રચનાઓ પણ થઈ શકે છે. જાતજાતની રચનાઓ થવાની યોગ્યતા પુદ્ગલ દ્રવ્યમાં છે. અને આપણા વ્યવહારમાં જે કંઈ આવે છે તે પુદ્ગલ દ્રવ્ય જ આવે છે. આપણે છાતી કાઢીને ફરીએ છીએ કે મારી પાસે ઘણા પૈસા છે. પરંતુ છે તો પુદ્ગલ જ ને ? પુદ્ગલ તમારું થોડું છે ? કાયમ તમારી સાથે રહેવાનું છે? તમે કહેશો કે મુંબઈનો મેયર છું. પુદ્ગલને લીધે મોટા છો, પુદ્ગલને લીધે ફુલાઈને ફાળકા થાવ છો. પુદ્ગલ જાય એટલે નિરાશ થવું, પુદ્ગલ મળે એટલે રાજી થવું. આ બધી પુદ્ગલની દુનિયા, પુદ્ગલમાં જ મોટાઈ માનવી, તેમાં જ ગૌરવ અનુભવવું. પુદ્ગલ તમને સહયોગ આપે છે પણ પુદ્ગલને તમારા પ્રત્યે આકર્ષણ નથી, કારણ કે આકર્ષણ થાય તેવું જ્ઞાન તેની પાસે નથી.
અત્યાર સુધી અનંતવા૨ અનંત પુદ્ગલો પ્રાપ્ત કર્યા, ભોગવ્યાં. શાસ્ત્રમાં કહ્યું છે કે આપણે જન્મો લઈને માતાનાં જે દૂધ પીધાં છે કે એ બધા દૂધ ભેગાં કરવામાં આવે તો પેસેફીક મહાસાગર કરતાં પણ મોટો દરિયો ભરાઈ જાય. કોઈ કવિએ કહ્યું છે કે આ ધરતી ઉપર તમે જેટલા ઘર બનાવ્યાં, એ બધાં જ ઘર ભેગાં કરવામાં આવે તો ૪૫ લાખ જોજનની જગ્યા પણ ટૂંકી પડે, એટલા ઘરો બનાવ્યા અને તેમાં રાચ્યા. આ બધાં પુદ્ગલો મેળવ્યાં, ભોગવ્યાં અને છોડ્યા, પરંતુ હજુ તેના પ્રત્યેની આસક્તિ આપણી છૂટતી નથી. આ ઘટના જુઓ. પુદ્ગલ દ્રવ્ય છૂટ્યું. કોઈ પુદ્ગલ તમારી સાથે કાયમ રહ્યું નથી. આ જન્મમાં આજની તારીખમાં જેટલાં પુદ્ગલો તમારી પાસે છે તે બધાં ધીમે ધીમે એક દિવસ છૂટી જવાનાં. એક દિવસ તમે તેને છોડશો અથવા એ તમને છોડીને ચાલ્યાં જશે, પરંતુ અંદર તેના પ્રત્યેની આસક્તિ તો રહેશે. આસક્તિ કહો કે મોહ કહો તે છૂટશે નહિ. એ આસક્તિ નવા પુદ્ગલ તરફ તમને લઈ જાય છે. આ વિરાટ જગતમાં અનંત વસ્તુઓ, અનંત પ્રકારો અને આકારો જે છે, તે પુદ્ગલ દ્રવ્ય જ છે.
પુદ્ગલ દ્રવ્યમાં પરિણમવાની ક્ષમતા છે. જેમ આત્મા પરિણમે છે તેમ પુદ્ગલ પણ પરિણમે છે, અને તેની પણ પર્યાયો છે. તેના અનંત પરિણમનો છે. એ પુદ્ગલમાં જે પરિણમનો, રૂપાંતરો થાય છે તેમાં કેટલાંક સ્વાભાવિક થાય છે અને કેટલાંક આત્માના ભાવને કારણે થાય છે. એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org