________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૧ આપણું ધન, વૈભવ, સંપત્તિ, આપણી શોભા, આપણા સંસ્કાર આ બધું પુદ્ગલ દ્રવ્ય ઉપર જ આધાર રાખે છે. ખાવું પુદ્ગલ, પીવું પુદ્ગલ, જોવું પુદ્ગલ, સાંભળવું તે પણ પુદ્ગલ જ છે. તમને કોઈ પૂછે કે શું ખાઓ છો ? તો કહેજો પુદ્ગલ. શું પીવો છો? તો કહેજો કે પુદ્ગલ. ખાના, પીના, રોના, સોના, ભોગના, ઉપભોગ કરના એનો વિષય પુદ્ગલ છે. પુદ્ગલ સાથે જ જીવ્યા અને સાથે સાથે પોતાની ભૂલોના કારણે, પુદ્ગલમાં આસક્ત બનવાના કારણે પુગલમાં જ ડૂળ્યા. જીવ્યા પુદ્ગલમાં અને ડૂળ્યા પણ પુદ્ગલમાં. અને સંસારનો મુખ્ય સાથી કે ભાગીદાર પણ પુદ્ગલ જ છે. એમ કહી શકો કે Sleeping Partner પુદ્ગલ જ છે. એ Working Partner નથી. એ તમારા વચ્ચે કામ કરતું નથી, પરંતુ કામ તો તમે કરો છો.
હવે મહત્ત્વની વાત, તમામ વિભાવ ભાવોમાં નિમિત્ત પણ પુલ છે. રાગ અને દ્વેષ એ મુખ્ય વિભાવ ભાવો છે. અને તેના પેટા ભાવો તે ક્રોધ, માન, માયા, લોભ વિગેરે છે. અનંત વૃત્તિઓ, અનંત વિકારો જે ઊઠે છે તે તમામ વિભાવ ભાવોમાં નિમિત્ત પુદ્ગલ છે. આ શબ્દ
જ્યારે બોલીએ ત્યારે એટલું સ્પષ્ટ કરજો કે આ નિમિત્ત છે. પુલ પરાણે તમને વિભાવ કરાવતું નથી. તમે સામે ચાલીને કરો તો થાય છે. એવું થાય કે તમારે રાગ દ્વેષ કરવા ન હોય અને પુદ્ગલ કહે કે કરો, તો ઉપાધિ થાય. તમે રાગ દ્વેષમાંથી ક્યારેય પણ મુક્ત ન થાય અને મોક્ષ પ્રાપ્ત ન જ થાય. શુભભાવ કરો છો ત્યારે પણ પુગલ નિમિત્ત બને છે. પુદ્ગલને નિમિત્ત બનાવીને આત્મા પોતે વિભાવ કરે છે. આકર્ષણ, અણગમો, રાગ, દ્વેષ આ બધા જ ભાવો જે કંઈ ઉત્પન્ન થાય છે તે એકલો આત્મા હોય તો નહિ થાય. મોક્ષમાં રાગ દ્વેષ, ગમો, અણગમો, અનુકૂળતા, પ્રતિકૂળતા નથી. સંસારમાં આ બધું છે કારણ પુદ્ગલ હાજર છે અને આ ચોથા પદમાં એમ કહેવું છે કે તમે પુગલ દ્રવ્યને ઓળખું નથી. ઓળખ્યું હોત તો વિભાવભાવ તમે ટાળી શકત. વિભાવ ભાવમાં પુદ્ગલ એક જ નિમિત્ત છે. પુદ્ગલ દ્રવ્યનું બંધારણ છે. તેનું મૂળ એકમ પરમાણુ છે. અને પરમાણુમાં અનંત શક્તિ રહેલી છે. સમજવું જરૂરી છે કે પુદ્ગલ સાથે (શરીર સાથે) આપણે જીવીએ છીએ. પુદ્ગલ વગર આપણે જીવતા નથી. એવો એક પણ સમય નથી કે તમે પુલ સાથે નહો અથવા પુદ્ગલ તમારી સાથે ન હોય. આપણું આ સ્થૂળ શરીર ઔદારિક શરીર છે. અને દેવોનું વૈક્રિય શરીર છે, તે છૂટી જાય છે. શરીર છૂટ્યા પછી જો કર્મો ભોગવવાનાં હોય, જ્યાં ભોગવવાનાં હોય ત્યાં જવું પડે છે, ફરી જન્મ લેવો પડે છે, તે વખતે તમે એકલા છો કે કોઈ સાથે છે? જ્ઞાની પુરુષો કહે છે કે તે વખતે પણ પુદ્ગલ સાથે છે. તે વખતે તમારું તૈજસ અને કાર્મણ શરીર સાથે છે. એટલે એક પણ સમય તમે પુદ્ગલ દ્રવ્ય વગર રહેતા નથી, રહ્યા નથી અને રહી શકવાના પણ નથી. આવા પુલ દ્રવ્યનું એકમ પરમાણુ અને એ પરમાણમાં અનંત શક્તિ છે અને સમગ્ર જગત એ પુદ્ગલનું સાકાર સ્વરૂપ છે.
પુદ્ગલની વિવિધ ક્ષમતાઓ છે. વિજ્ઞાને પુગલમાં રહેલી વિવિધ ક્ષમતાને પ્રગટ કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org