________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૩ આત્માનો ભાવ પુદ્ગલના પરિણમનમાં નિમિત્ત થાય છે. અલંકારિક ભાષામાં કહેવું છે કે આત્મા અને પુગલ બન્ને મિત્રો છે. મિત્રો છૂટા પડે પણ આ પુદ્ગલ અને આત્મા સંસાર પરિભ્રમણમાં એક સમય માટે પણ છૂટાં પડતાં નથી. બેસો તો પુદ્ગલ સાથે, ઊભા થાવ અને ચાલો તો પણ પુદ્ગલ સાથે. એવું તો નથી બનતું કે ચાલો ત્યારે શરીર ઘરે મૂક્યું અને તમે ચાલ્યા !
એક છે ચેતન અને એક છે જડ. ચેતન Working Partner અને જડ Sleeping Partner છે. ચેતન દ્રવ્યમાં, આત્મામાં જ્યારે કંઈને કંઈ ભાવ ઊઠે છે ત્યારે પુગલમાં એક વિશેષ પ્રકારની રચના થાય છે. જૈન શાસ્ત્રોમાં પુદ્ગલ દ્રવ્યની અનેક વર્ગણાનું (વિભાગોનું) વર્ણન આવે છે, તેમાંની એક વર્ગણા, કાર્મણ વર્ગણા છે. જ્યારે આત્મામાં ભાવ થાય ત્યારે કાર્મણ વર્ગણા ઉપર તેનો પ્રભાવ પડે છે, એક અસર થાય છે, એક પ્રક્રિયા થાય છે, કાર્પણ વર્ગણામાં હલચલ મચી જાય છે. કંઈક રચના થાય છે અને જે રચના થાય છે તેને કર્મ રચના કહેવાય છે. પુગલમાં કાર્મણ વર્ગણામાં જ્ઞાન ગુણ નથી પણ પરિણમવાની ક્ષમતા છે, શક્તિ છે. પરિણમવાના પરિણામે તેમાં જુદી જુદી જાતની અવસ્થાઓ થાય છે. દા.ત. ગુલાબના ફૂલ સાથે કાંટાઓ કોઈએ જોડ્યા નથી. ગુલાબની પાંખડીઓ કોઈ ખીલવવા બેસતું નથી. પોતાની મેળે ખીલે છે. વિકાસ પામે છે. તેમાં રૂપાંતર એટલે ખીલવું અને કરમાવું એવું પરિણમન પણ જીવના કર્મના નિમિત્તે થયા કરે છે. મળવું, વિખરાવું, પરિણમન થવું વિગેરે પુદ્ગલનો સ્વભાવ છે.
પહેલી વાત અમારે એ કરવી છે કે પુદ્ગલ સાથે જીવો છો પરંતુ તેની સાથે સંબંધ કાયમ નથી. અનેક વાર પુદ્ગલો મેળવ્યાં, ભોગવ્યાં અને છૂટ્યાં પણ ખરાં, પરંતુ એક વાત એ બની કે પુદ્ગલો છૂટ્યાં પણ આપણી આસક્તિ છૂટી નથી. જેના પ્રત્યે આપણી આસક્તિ હતી તે પુદ્ગલો છૂટ્યાં પણ હજુ તે પદાર્થ પ્રત્યેની આસક્તિ છૂટી નહિ, તેથી એ આસક્તિને લઈને આપણી યાત્રા આગળ ચાલી, અને બીજા પુગલો સાથે આપણાં સંબંધો થયા. તો એક અર્થ એ થયો કે પુદ્ગલ અથવા જડ પદાર્થ આપણી વચ્ચે આવતો નથી, પરંતુ તેના પ્રત્યે જે આપણી આસક્તિ છે તેને લીધે નવા નવા સંબંધો અને નવા નવા ખેલ શરૂ થયા. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે સમાધિશતકમાં કહ્યું છે કે,
આતમ-જ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ,
ઈદ્રજાલ કરિ લેખવે, મિલે નતિહાં મન-મેલ. ૪ જેને આત્મજ્ઞાન થાય છે, અને આત્મસ્વરૂપમાં જે મગ્ન છે, એને જગત દેખાય છે ખરું, પરંતુ પુગલના ખેલ રૂપે દેખાય છે, અને પુદ્ગલના ખેલરૂપે દેખાતું હોવાથી તેની સાથે એના મનનો મેળ થતો નથી. પરંતુ આપણે તો મનનો મેળ તેની સાથે કરી દઈએ છીએ. જાદુગરનો ખેલ જોઈએ છીએ ત્યારે આપણને ખેલ હોવા છતાં સાચું લાગે છે ને ? પુદ્ગલનો ખેલ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org