________________
૨૦૪
પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧ આપણને ઈન્દ્રજાળ જેવો લાગતો નથી અને જ્ઞાનીને ઈન્દ્રજાળ લાગે છે.
આત્મામાં જે ભાવ થાય છે તે ભાવના અનેક પ્રકારો છે. જેમકે શુભભાવ, અશુભભાવ, અને અશુદ્ધભાવ. અને અશુદ્ધભાવોમાં પણ અસંખ્ય પ્રકારો, અને શુભભાવોમાં પણ અસંખ્ય પ્રકારો છે. પ્રત્યેક ભાવનું જુદું જુદું પરિણામ આવે છે. પ્રત્યેક ભાવો જુદા જુદા છે. દા.ત. હિંસાનો ભાવ. હિંસાનો ભાવ શબ્દ પૂરો નથી. કેમકે હિંસાના ભાવના પ્રકારો પણ અસંખ્ય છે. અને અસંખ્ય પ્રકારમાં પ્રત્યેક પ્રકાર સ્વતંત્ર છે. પ્રત્યેક પ્રકારની અસર કામણના પરમાણુઓ ઉપર પડે છે, અને તેમાંથી કમરચના થાય છે. કહેવાનું અહીં એ છે કે આવી રીતે જે કર્મરચના થાય છે તેને જ્ઞાનની જરૂર નથી. એક વખત કોમ્યુટરમાં ફીડ કર્યું પછી તમારી જરૂર નથી. કોયૂટર ખોલો અને વિગતો બહાર આવતી જાય છે. એક વખત તમે તમારા ભાવો ફીડ કર્યા, ધારો કે અશુભભાવો કર્યા તો કામણ વર્ગણામાં એ ફીડ થઈ ગયું, તેના ઉપર અસર થઈ ગઈ, ગોઠવણ થઈ ગઈ પછી તમારી જરૂર નથી. એના ટાઈમે કાર્મણ વર્ગણા પોતાનું કામ કરે, તેટલી ક્ષમતા કાર્મણ વર્ગણામાં છે. આ કર્મ તત્ત્વ જે બને છે તે એમને એમ બનતું નથી. દા.ત. ડૉક્ટરો એમ કહે છે કે મીઠાઈ વધારે ખાવ તો ડાયાબીટીઝ અને તીખું વધારે ખાવ તો એસીડીટી થાય. મીઠાઈને ક્યાં ખબર છે કે ડાયાબીટીઝ કરાવું? અને મરચાંને ક્યાં ખબર છે કે એસીડીટી કરવી? એ એનો સ્વભાવ છે, એની ક્ષમતા છે, અને તેની પરિણમન કરવાની યોગ્યતા પણ છે. કાંકરાને ક્યાં ખબર છે કે તમને ખૂંચવું અને કાંટાને ક્યાં ખબર છે કે તમને રાડ પડાવવી? પથ્થરને ક્યાં ખબર છે કે માથું પટકાય તો તેને ફોડી નાખવું? તમે કહેશો કે આ પથ્થર મારું માથું ફોડ્યું. પથ્થર કહેશે “સાહેબ ! તમે પછડાટ ખાધી, ઠોકર ખાધી અને પડ્યાં, હું વચ્ચે આવ્યો નથી. તમે તેની સાથે અથડાઓ તો માથું ફોડવાની ક્ષમતા તેનામાં છે. ભૂલ કરો તો કાંટો ખૂંપે, એ ક્ષમતા કાંટામાં છે. ચાલતાં ધ્યાન ન રાખો અને કાંકરી ઉપર ચાલો તો ખેંચવાની ક્ષમતા કાંકરીમાં છે, ઝેર પીએ તો મરી જઈએ તે ક્ષમતા ઝેરમાં છે. વ્યવહારમાં કહે છે કે અમૃત પીએ તો ન મરીએ તે ક્ષમતા અમૃતમાં છે. એ બધી ક્ષમતા પુદ્ગલમાં છે. અગ્નિ બાળે છે પણ કોને બાળવું તે તેને ખબર નથી. પાણીને ખબર નથી કે તમને શીતળતા આપવી. શીતળતા એ તેનો સ્વભાવ છે, તેમ કામણ પરમાણુઓનો પણ એક વિશેષ સ્વભાવ છે. તે કામણ પરમાણુઓમાંથી કર્મ રચના થાય છે. ચોથા પદમાં મહત્ત્વની વાત કરવી છે. હવે ગાથાનો પ્રારંભ કરીએ.
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય,
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ગુરુદેવ! જીવને કર્મનો કર્તા કહો તે બરાબર છે, પરંતુ ભોક્તા નહિ સોય' એટલે કે એ આત્મા કર્મફળનો ભોક્તા નથી. કેમ? કર્મનો કર્તા છે અને ભોક્તા કેમ નથી? તો કહે છે કે એ જડકર્મને કેમ ખબર પડે કે મારે આ ફળ આપવું છે? શું સમજે જડ? પણ જડ શબ્દ આગળ એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org