________________
23
કર્મો ભોગવવા બીજા દેહમાં જાવ. પ્રેરણા આપવી તે કર્મોને પ્રવેશનો પાસ આપવા બરાબર છે, પ્રેરણા આપવી તેનું નામ ભાવ કરવો. રાગ કરવો તે પ્રેરણા, દ્વેષ કરવો તે પ્રેરણા. ક્રોધ, અહંકાર કરવો, ઈર્ષાની વૃત્તિ ઊઠવી તે પ્રેરણા છે, હિંસા કરવી, અસત્ય બોલવું તે પ્રેરણા કરવા બરાબર છે. પ્રેરણા આપવાનું બંધ કરો તો સાહેબ ! કોઈ સાધના કરવી નહીં પડે. પ્રેરણા નહીં આપો તો તમને કર્મો નહીં બંધાય. કર્મો જો ન બંધાય તો કર્મોનો નિકાલ કરવા માટે જે કંઈ પણ વ્યવસ્થા, મથામણ કરવી પડે છે તે ન કરવી પડે. ભાઈ ! કર્મો કરવામાં, વિભાવ કરાવમાં તારી શક્તિ તું વાપરે છે. રાગ-દ્વેષ કરવામાં, ક્રોધ કરવામાં શક્તિ જોઈએ ને ? વિભાવમાં શક્તિ વાપરવા કરતાં તારી શક્તિ સ્વભાવમાં ઠરવામાં વાપરને ! નિજ ભાન કરીને પોતાની શક્તિ પોતાના સ્વરૂપમાં ઠરવામાં વાપરવી તેનું નામ મોક્ષનો માર્ગ. નિજ ભાન અને નિજમાં ઠરવું તે મોક્ષની ચાવી છે. જીવમાં બે ધારા ચાલે છે (૧) ચૈતન્યભાવની – સ્વભાવની ધારા (૨) વિભાવની - પરભાવની – કર્મની ધારા. આ બંને ધારાઓનો કર્તા આત્મા છે. આત્મા સ્વભાવનો પણ કર્યા છે ને વિભાવનો પણ કર્યા છે. વિભાવના કર્તા મટી સ્વભાવના કર્તા બનવું એનું નામ સાધના. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત આનંદ અને અનંત વીર્યનો ખજાનો પડ્યો છે. એ ખજાનાને જાણવો તેનું નામ સમ્યજ્ઞાન, એ ખજાનો મારો છે એવી પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન અને એ ખજાનો મેળવવા માટે મથામણ ચાલુ કરવી – પુરુષાર્થ કરવો તેનું નામ સમ્યફ ચારિત્ર. પોતાના ભાનમાં હોય તો સ્વભાવનો કર્તા બને છે. પોતાના ભાનમાં ના હોય તો વિભાવનો કર્તા બને છે.
પુદ્ગલને નિમિત્ત બનાવીને આત્મા વિભાવ કરે છે. & “સર્વ જીવ છે સિદ્ધ સમ' આ આધ્યાત્મિક સામ્યવાદ છે. & હે જીવ! તું વિરામ પામ, વિરામ પામ. બાહ્ય પ્રવૃત્તિઓથી, સંસારથી, ભોગોથી,
વિકારોથી, વાસનાઓથી, વૃત્તિઓથી, બિનજરૂરી પંચાતથી વિરામ પામ. સમજીને
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org