________________
22
(૨) આધ્યાત્મિક સત્તા, તેને જાણવાનું સાધન છે ધ્યાન. ક્રોધ, માન, માયા, લોભ, કે રાગદ્વેષ મારા નથી. હું અંદર ભળું છું, તેમને મારા માનું છું એટલે બંધાઉં છું. પરમાર્થની સાધનામાં બાધક તત્ત્વ મિથ્યાત્વ એટલે કે ભ્રાંતિ, વિપરીત માન્યતા એટલે કે વિપરીત સમજણ છે. જે તત્ત્વનો નિર્ણય કરવો છે તે આત્મા તમે પોતે છો. એ અંદર બીરાજમાન છે, પ્રગટ છે. પરંતુ એ આત્મામાં મિથ્યાત્વનો એવો વિકૃત રસ ઉત્પન્ન થાય છે, તેથી તે જ આત્મા પોતાને જાણવાનો ઈન્કાર કરે છે, અસ્તિત્વનો વિરોધ કરે છે, પણ તેનાથી અસ્તિત્વ મટી જતું નથી, પણ ઈન્કાર કરવાથી સાધકની સાધના ચાલુ થઈ શકતી નથી. જડ પદાર્થ જડ છે. તેમાં રાગ, દ્વેષ આદિ કોઈ ભાવ નથી પણ જડના નિમિત્તે રાગ દ્વેષ આદિ ભાવ કરીને કર્મનું કારખાનુ આપણે ચાલુ કરીએ છીએ.
“રાગ ને રીસા, દોય ખવીસા, એ હૈ દુઃખકા દિશા.” રાગ અને દ્વેષ જો થાય તો કર્મનો બંધ થાય છે. આનંદનું ઝરણું આત્મામાંથી વહે છે, તે આનંદ મેળવવો હશે તો આત્મા પાસે જવું પડશે. આત્મા પાસે જવાની પ્રક્રિયાનો પ્રારંભ તેને કહેવાય છે ધર્મ, ધ્યાન, સાધના. આપણી પાસે અનંતજ્ઞાન છે, પણ જ્ઞાન પરને જાણવામાં રોકાયેલું છે. તેથી આત્માને જાણવાનો અવકાશ જ રહેતો નથી, માટે જ્ઞાની કહે છે કે તું પાછો વળ, પરપદાર્થોમાં તું અટવાઈશ નહીં. પરપદાર્થમાં જ્ઞાનને રોકવું તે અજ્ઞાન અને પરપદાર્થોમાંથી જ્ઞાનને પાછું વાળી સ્વરૂપને જાણવામાં રોકવું તેનું નામ સાધના, ધ્યાન. ક્રોધ, અહંકાર, ઈર્ષા આદિ કોઈ પણ નબળા સંસ્કાર પ્રગાઢ ન પાડશો. ડૉક્ટર વિઝીટે જાય ત્યારે બેગ સાથે રાખતા હોય છે તેમ આપણે પણ સંસ્કારોની પેટી સાથે લઈને જઈએ છીએ. જ્યારે સાધના કરવી હશે ત્યારે એ સંસ્કારો નડશે. તેનો ક્ષય કરતાં નાકે દમ આવી જશે. આયુષ્યકર્મ એટલું બધું અદેખું-ઈર્ષ્યાળુ છે કે ભાડાચિઠ્ઠીની જેમ મુદત પૂરી થયા પછી આંખના પલકારા જેટલો સમય આ શરીરમાં તમને રાખશે નહીં. બાંધેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org