________________
પુરોવચન
પૂ. સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ
ૐ મર્દ નમ: શ્રીમણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રવિચંદ્રસૂરિ ગુરુભ્યો નમઃ પરમતારક દેવાધિદેવ વીતરાગ પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા પરાર્થરસિક, કરુણાસિંધુ પ.પૂ.ગુરુજીની પરમ કૃપાથી આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રવચનમાળા ભાગ ૨ તૈયાર થયો છે. તેમાં શિષ્યના પાંચ પદો વિષયક પ્રશ્નો ને સદ્ગુરુના સમાધાનરૂપ ગાથા ૪૩ થી ૯૧ લીધી છે. આના વિવેચનમાં પૂ.ગુરુજીએ ગૂઢ રહસ્યો ખોલ્યા છે. ગંભીર તત્ત્વોની સરળ ભાષામાં અદ્ભુત છણાવટ કરી છે. પારમાર્થિક ષડ્રદર્શન વિષયક ગહન વિચારણા પણ આમાં છે. ગાથાઓ ઉપરથી આપણી દૃષ્ટિથી નહીં જણાતા પણ આત્મ અનુભવ માટે પરમ સહાયક ભાવોને ગુરુજીએ વિશદ, સરળ ને લોકભોગ્ય શૈલીમાં પુનઃ પુનઃ ઘુંટાવીને શીરાની જેમ ગળે સડસડાટ ઉતારી શકીએ તે રીતે વિવેચન કરીને મુમુક્ષુ વર્ગ ઉપર જે ઉપકાર કર્યો છે તે ભાષામાં વ્યક્ત થઈ શકે તેમ નથી.
સ્થૂલદૃષ્ટિથી અગમ્ય કેટલાય અદ્ભુત રહસ્યો, ગહન તત્ત્વો અને નિજ અધ્યાત્મસૃષ્ટિ ઉપર અનાદિ કાળથી લાગેલા લોખંડી ખંભાતી મજબૂત તાળાને ખોલવા માટે સાધનાની ગૂઢ ચાવીઓ જે તદ્દન સરળ રોચક ભાષામાં બતાવી છે, તેનું સંક્ષેપમાં અવગાહન કરીએ.
| સર શાસ્ત્રોના અતલ ઊંડાણમાં ડૂબકી મારીએ છીએ ત્યારે અહંકાર લઈને બહાર આવીએ
છીએ, પરંતુ અનુભવમાં જ્યારે ડૂબકી મારીએ છીએ ત્યારે એ અહંકાર ઓગળી જાય છે. તત્ત્વચિંતનના ઊંડાણમાં જઈને અને દર્શન મોહનીયના દલિકોને ચિંતનની ઘંટીમાં દળીને તેને ખતમ કરી નાખો અને પછી સમાધિમાં જે અનુભવ થાય તે સાચો અનુભવ. આધ્યાત્મિક સાધના જેને કરવી છે તેણે અંતઃકરણની, મનની, ચિત્તની શુદ્ધિ અને
અતીન્દ્રિય તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો પડે. & જગતમાં બે સત્તા છે (૧) ભૌતિક સત્તા, તેને જાણવાનું સાધન છે જ્ઞાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org