________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫૫ તે તરફ તમારી નજર ઠરી છે અને તે ત્રણ કાળ ટકે એ માટે મથામણ છે. અને જે વસ્તુ ત્રણે કાળ ટકે છે તેના તરફ ધ્યાન જતું નથી. તેના કારણે અંદર મૂંઝવણ થાય છે. માટે મૃત્યુનો ભય લાગે છે. આનંદઘનજીએ કહ્યું કે
દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાતી હમ સ્થિરવાસી, ચોખે હૈં નિખરેંગે,
અબ હમ અમર ભયે ન મરેંગે. અધ્યાત્મ શાસ્ત્રનો પાયો આ છે કે દ્રવ્યને જુઓ અને પર્યાય પરથી દૃષ્ટિ હટાવો. પર્યાય એટલે અવસ્થા. અવસ્થા તો રહેશે જ. ભિન્ન ભિન્ન પર્યાયો રહેશે. પર્યાયો વસ્તુમાં થવાની, એ અવસ્થાઓ બદલાવાની, પરંતુ જેનામાં અવસ્થાની ઘટના ઘટે છે તે કાયમ રહેવાનું. તો શું કરવાનું આપણે ? જે કાયમ ટકે છે તેને શોધો. તમે માત્ર જુઓ છો જે કાયમ ટકતું નથી તેને. કાયમ ટકે છે તેને મેળવવાનું છે, તેને પ્રાપ્ત કરવાનું છે. કાયમ ટકતું નથી તે વર્તમાનકાળમાં છે ખરું, દેખાય છે ખરું; તેને જોવાનું, પણ જોઈને ત્યાં વિકલ્પ નહિ કરવાનો તો ધ્યાન થશે. દબાવીને આંખો બંધ કરશો, અને દબાવીને નાક બંધ કરશો તો ધ્યાન નહિ થાય. આંખો બંધ કરીને બેસશો તો પણ બધું દેખાવાનું. જે નથી જોવું તે પણ દેખાશે. જીવનનું પીક્સર તો બંધ આંખે પણ દેખાય છે.
દ્રવ્ય પર્યાયવાળું છે તેવી સમજણ જો આવી જાય તો બરાબર ખ્યાલ આવશે કે તું જે ક્ષણિકની વાતો કરે છે તે પણ સાચી અને સાથે નિત્યપણું પણ ખરું. અને નિત્યની વાત કરો તો માત્ર નિત્ય નહિ, સાથે ક્ષણિક પણ ખરું. દાર્શનિક પરિભાષામાં કહીએ તો વેદાંત માત્ર નિત્યની વાત કરે છે, અને બૌદ્ધ દર્શન માત્ર અનિત્યની વાત કરે છે. વેદાંત એમ કહે છે કે જગતમાં પંદાર્થ નિત્ય છે પરંતુ પરિવર્તન નથી, ટ્રાન્સફરમેશન નથી. તેઓ એરણનો દાખલો આપે છે. લોખંડનાં ઘાટ ઘડવા માટે એરણની જરૂર પડે છે. તેના ઉપર જુદા જુદા ઘાટ ઘડાય છે પણ એરણ તો એનું એ રહે છે, તેમ આત્મા એનો એ રહે છે.
ઘણી વખત યુવાનીમાં તમારે કોઈ સાથે મિત્રતા થઈ હોય અને વર્ષો પછી અચાનક મળે તો તમે કહેશો, અલ્યા! તું તો સાવ બદલાઈ ગયો. આપણે મળ્યા ત્યારે તારા વાળ કાળા ભમ્મર જેવા હતા. શરીર ઘણું મજબૂત હતું. અત્યારે તો વાળ ચૂના જેવા સફેદ થઈ ગયા છે અને શરીર પણ નબળું પડી ગયું છે. આ શું થઈ ગયું છે ? આ થવાનું કારણ અવસ્થા છે. અવસ્થા બદલાય છે. જે બદલાય છે તે ક્ષણિક છે અને જે બદલાય છે તેને જોનારો ક્ષણિક નથી. વેદાંત દર્શન પદાર્થ નિત્ય છે તેમ કહે છે. બૌદ્ધ દર્શન પદાર્થ અનિત્ય કહે છે અને જૈનદર્શન વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એમ કહે છે, એ બન્નેને સાથે જોવી, જાણવી અને સમજવી. વસ્તુ નિત્ય પણ છે અને પર્યાયથી અનિત્ય પણ છે. તમારે માત્ર જાણવાનું છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org