________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૯
પ્રવચન ક્રમાંક - ૪૯
ગાથા ક્રમાંક - ૬૦-૬૧ બીજી શંકાઃ આત્મા નિત્ય નથી
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ;
દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. (૬૦) ટીકાપણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તો પણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે
કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય અને વિયોગે વિનાશ પામે. (૬૦)
આ સૂત્રમાં ઊતરતાં પહેલાં, સૂત્રની આજુબાજુમાં જે ભાવો ગુંથાયેલા છે, એ ધીરજથી સાંભળજો. ખ્યાલમાં લેજો.
આત્મા છે એનો સ્વીકાર થયો, પરંતુ હવે એ જાણવું છે કે આત્મા કેવો છે? એનું સ્વરૂપ કેવું છે? વસ્તુનો સ્વીકાર થયો પણ છે કેવો? આ કેરી છે તેનો સ્વીકાર થયો પણ કેરી કેવી છે? સોનાનો સ્વીકાર થયો પણ સોનું છે કેવું? આ રત્ન છે તેનો સ્વીકાર થયો પણ રત્ન છે કેવું? એ કેવું છે તે મહત્ત્વનું છે. એમાં સ્પષ્ટતા હોય છે. તે સ્પષ્ટતામાં તેના સ્વરૂપનું વર્ણન છે. સ્વરૂપ એટલે પોતાનું રૂપ. અહીં ત્રણ શબ્દો સમજી લઈએ. એક તો “રૂપ' જે જગતમાં દેખાય છે, બીજું “અરૂપ” જે જોવામાં આવતું નથી પણ તે છે. અને ત્રીજું છે સ્વરૂપ એટલે વસ્તુનું હોવાપણું, તેનું પોતાનું સ્વરૂપ.
સોળ વર્ષની ઉંમરે પરમકૃપાળુ દેવે બહુ પુન્ય કેરા પુંજથી” એ કાવ્યમાં હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું' આ પદમાં થોડા પ્રશ્નો મૂક્યા છે. તેમાં હું કોણ છું? તે એક. ક્યાંથી થયો? તે બે. અને શું સ્વરૂપ છે મારું ખરું? તે ત્રણ. આ ત્રીજો પ્રશ્ન મહત્ત્વનો છે. આ ત્રીજા પ્રશ્નમાં ઘણો ભાર છે. ખરેખર મારું સ્વરૂપ કેવું છે ? આનો વિચાર સાધકે પોતે જાતે કરવો જોઈએ. આ વિચાર કરવા માટે સામગ્રી જોઈએ. સતશાસ્ત્રો અને સગુરુનો યોગ એ સૌથી મોટી સામગ્રી છે. તેઓના સહવાસથી અને કૃપાથી “મારું ખરું સ્વરૂપ શું છે?” તેનો નિર્ણય સાધકે કરવાનો છે. આ બધા શાસ્ત્રો માત્ર વાંચવા માટે કે બાંયો ચડાવવા માટે નથી, તેમ ફક્ત બીજાને કહેવા માટે પણ નથી, ડહાપણ ડોળવા કે બીજા પાસે પોતાનું પાંડિત્ય બતાવવા માટે નથી. પરંતુ શાસ્ત્રનો એક મહત્ત્વનો હેતુ છે, એક કારણ છે, આગમ એક હોય કે આગમ ૪૫ હોય, પૂર્વ એક હોય કે પૂર્વ ૧૪ હોય પરંતુ ૪૫ આગમો અને ૧૪ પૂર્વો સાધકને પોતાનું સ્વરૂપ કેવું છે તે નિર્ણય કરવા માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org