________________
૨૧૦
પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ આ દ્રવ્યકર્મ કાર્મણ વર્ગણામાંથી કઈ રીતે, કઈ પ્રોસેસથી બને છે? એની મેળે બને છે? ના. એની મેળે બનતું હોય તો બન્યા જ કરશે અને આપણો ક્યારેય છૂટકારો નહિ થાય. કંઈક કારણ હોવું જોઈએ. જે કારણને લઈને કાશ્મણ વર્ગણા ઉપર અસર થાય છે અને તે અસરને લઈને કામણ પરમાણુઓ કર્મ બને છે તેમાં જે તત્ત્વ કામ કરે છે, જે કારણ ભાગ ભજવે છે, તેનું નામ ભાવકર્મ.
ભાવ કર્મ. શબ્દો અદ્ભુત છે. નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ. ખરેખરી અસર ભાવકર્મથી થાય છે. આ ભાવકર્મને ઓળખવાથી કર્મરચના કેવી રીતે થાય છે તેનો ખ્યાલ આવશે. ત્રણ પ્રકારનાં જે કર્મો છે, નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ તેના બે વિભાજન છે. તેમાં નોકર્મ અને દ્રવ્યકર્મ બે જડ છે અને ભાવકર્મ ચેતન છે. જરાય ગૂંચવાશો નહિ. કર્મ જડ છે તે તમારા કાન ઉપર આવ્યું હશે, પરંતુ કર્મ ચેતન પણ છે તે પહેલી વખત કદાચ તમારા કાન ઉપર આવતું હશે. કર્મ ચેતન હોવાના કારણે પેલો પ્રશ્ન ઉકેલાઈ જાય છે કે “શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય?” કર્મ જડ છે એટલે તેને શું ફળ આપવું તે કેમ ખબર પડે ? પણ સાહેબ ! કર્મ ચેતન પણ છે. એક ભાગ જે ચેતન છે, તેને ભાવકર્મ કહેવાય છે. ભાવકર્મની ઈફેક્ટ કાર્મણ પરમાણુઓ ઉપર પડે છે અને તે ઈફેક્ટથી તે દ્રવ્યકર્મરૂપે પરિણમે છે. અને આ ઈફેક્ટ આપવાનો કાર્યક્રમ જે જગ્યાએ ચાલે છે તેને કહેવાય છે નોકર્મ એટલે શરીર, પૂલ શરીર. કર્મ બનવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. આ એક વિજ્ઞાન છે. શાસ્ત્રો બાજુ પર રાખો તો વિજ્ઞાનથી પણ આ વાત તમને સ્પષ્ટ થશે. - પહેલાં જોઈ લઈએ કે ચૈતન્યની વર્કીંગ સીસ્ટમ શું છે? ચૈતન્ય દ્રવ્ય બે ભાગમાં કામ કરે છે. એક તો જ્ઞાન તેનો સ્વભાવ છે, તે હંમેશા જ્ઞાયક છે. તે જાણે છે. જાણે છે અને માત્ર જાણ્યા જ કરે છે. તમે જાણો છો બાકી બધું ઉમેરો છો પણ કશું કરી શકતા નથી. જાણવું તે જ તમારો સ્વભાવ છે. પાણીનો સ્વભાવ શીતળતા આપવાનો છે. લીંબુનો સ્વભાવ ખટાશ આપવી. ચૈતન્યનો-આત્માનો સ્વભાવ જાણવું તે છે. જ્ઞાન તેનો ગુણ છે. આ વાત થોડી સ્પષ્ટતાથી સમજી લો.
તમને લાગે છે કે તમે આંખથી જુઓ છો, કાનથી સાંભળો છો, નાકથી સુંઘો છો, હાથથી સ્પર્શ કરો છો, પરંતુ મહાપુરુષો કહે છે કે આંખ જોતી નથી પરંતુ આંખ વડે તમે જુઓ છો. જોનારો આંખથી જુદો છે. એક પળ એવી આવે, છેલ્લી પળ, તમે મૃત્યુ પામ્યાં. પાસે રહેનારા કહેશે કે જરા આંખ ખોલીને જુઓ તો ખરા, પણ જોનાર ગયો. આંખ તો જોનાર વગર જોઈ શકતી નથી કારણ કે જોનાર આંખનાં સાધન વડે આંખનો ઉપયોગ કરી જોવે છે. એકલી આંખ કશું જોઈ શકતી નથી. આજ સુધી ભ્રમણા હતી કે આંખ જોવે છે. એ ભ્રમણા ભાંગી, જોનાર જુદો હતો. જોનારો વાયા મીડિયા આંખથી જોવાનું કામ કરે છે. પગની તકલીફ હોય તો લાકડીનો ટેકો લેવો પડે, પરંતુ પગ તંદુરસ્ત હોય તો કોઈનો ટેકો લેવો ન પડે. આત્મા તંદુરસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org