________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
હોય તો તેને ટેકો લેવો ન પડે. આંખનો ટેકો લઈ જોવું ન પડે.
ન
આત્માની તંદુરસ્તી એટલે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન હોય તો આંખ, કાન, નાક, મન વિગેરે સાધનોની જરૂર ન પડે. પરંતુ આપણે નબળાં છીએ. જ્ઞાન પૂરેપૂરું વિકસિત નથી. તેથી જોવા માટે આંખ જોઈએ. અને સાંભળવા માટે કાનની પણ મદદ લેવી જ પડે. દરેક સાધન પોતાનું જ કામ કરે છે. આંખ જોઈ શકતી ન હોય અને કાનને વિનંતી કરે કે આપણે પાડોશી છીએ. ચાર આંગળ જ છેટું છે. તમે મારું કામ કરી દો, પણ કાન જોવાનું કામ ન કરી શકે. દરેકની રચના જુદી જુદી છે અને પોતાનું સ્થાન પ્રોપર જગ્યાએ છે. જો આંખ પાછળના ભાગમાં હોત તો સ્કુટર કે ગાડી સામેથી આવતી હોત તો તમે કેમ જોઈ શકત ? આ જોવું અને બધી ઈન્દ્રિયો પોતાનું કામ કરી શકે છે અને જાણનારને જાણવામાં સહાયક થાય છે. આ જોવું અને જાણવું તેને કહેવાય છે ઉપયોગ.
ઉપયોગ તે જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં લખ્યું છે કે ઉપયોગો લક્ષણમ્. આત્માનું લક્ષણ શું છે ? ઉપયોગ. ઉપયોગ ‘‘યુઝ’’ અર્થમાં નહિ પરંતુ ઉપયોગનો બીજો અર્થ છે જ્ઞાન અને દર્શન, જાણવું અને જોવું તે આત્માનું લક્ષણ છે. વિશેષપણે જાણવું તે જ્ઞાન અને સામાન્યપણે જોવું તે દર્શન આ આત્માનું લક્ષણ છે. આત્મા જ્ઞાતા છે, આત્મા દ્રષ્ટા છે, આત્મા જોનારો છે, એ નિરંતર જાણે છે અને જુએ છે, આ જાણવાની ને જોવાની પ્રક્રિયાને ઉપયોગ કહેવાય છે.
તમારી પાસે બીજો પણ એક વિભાગ છે. પ્રકૃતિએ ત્રણ સાધનો તમને જન્મથી આપેલ છે, મન, વાણી અને શરીર. અને આપણું કાર્ય ત્રણ વિભાગમાં થાય છે. એક ભાગ મન, જે વિચારો કરે છે. બીજો ભાગ વાણી છે, તેના દ્વારા વિચારો વ્યક્ત થાય છે, અને ત્રીજો ભાગ શરીર જે ક્રિયા કરે છે. આ ત્રણે વિચાર કરવાનું, વાણી દ્વારા વ્યક્ત કરવાનું અને શરીરથી ક્રિયા કરવાનું કાર્ય કરે છે. ક્રિયા શરીર દ્વારા થશે, ભાષા વાણી દ્વારા પ્રગટ થશે અને વિચારો મન દ્વારા પ્રગટ થશે. ત્રણેનું વર્કીંગ જુદું જુદું છે. વિચાર કરવો હોય તો મનનો ઉપયોગ, ભાષા બોલવી હોય તો વાણીનો અને ક્રિયા કરવી હોય તો શરીરનો ઉપયોગ. કેવી રીતે ઉપયોગ થાય છે ? તે વિચારીએ. કોઈ માણસે મને ગાળ આપી. ગાળ સાંભળી. મનમાં લાગી આવ્યું, તરત જ વાણી જવાબ આપે છે કે આ ગાળ દેનાર કોણ છે ? અને તરત જ મગજ સૂચના આપે છે કે એને ધોલ લગાવી દે. સાહેબ ! શેનાથી લગાઉં ? તો હાથ પણ જોઈશે. તો મન, વાણી અને શરીર આ ત્રણે જોઈએ. આ ત્રણેના વપરાશને શાસ્ત્રીય પરિભાષમાં યોગ કહેવાય છે. મનયોગ, વચનયોગ અને કાયયોગ, આ યોગ શબ્દ સાધનાના અર્થમાં યોગ છે તે નહિ, પણ તમારું ઉપકરણ, માધ્યમ છે. આ તમારી સંપત્તિ છે. બીજો કેવો છે તે જોવા કરતાં તમે તમારી ખૂબીને, વૈભવને, સંપત્તિને જુઓ.
ટોલસ્ટોય પાસે એક માણસ ગયો, તેણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું તો મને કંઈક મદદ
Jain Education International
૨૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org