________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પોતાની તાકાતને જાણતી નથી. જગતમાં એટલા શક્તિશાળી સાધનો સ્વતંત્ર છે પરંતુ કોઈ સાધનો પોતાને જાણતા નથી. આ કોણ જાણનાર છે? ભૌતિક સત્તા છે તેમ કોણ પ્રતિપાદન કરે છે? કોણ સ્વીકાર કરે છે અને કોણ આપણને કહે છે? એ કહેનાર તત્ત્વ ભૌતિક સત્તાથી જુદું છે. કોઈ એવી સત્તા છે કે જે સત્તા ભૌતિક સત્તાને પણ જાણે છે. | દર્દી ઓપરેશન ટેબલ ઉપર છે. સ્ટરીલાઈઝ કરેલાં સાધનો પણ હાજર છે. ડૉક્ટર નથી આવ્યા. હવે એવું થાય ખરું કે ઓપરેશનનાં સાધનો ઓપરેશન કરવા લાગી જાય? જો લાગી જાય તો ડૉક્ટરને પૂછજો કે શું હાલત થાય? દર્દી છે, સાધનો છે, દર્દીને ઓપરેશન કરાવવું પણ છે, પરંતુ આ સાધનો ઓપરેશન કરી શકતાં નથી. ઓપરેશન કરનાર કોઈ વ્યક્તિ હાજર થાય તો એ સાધનો કામ કરી શકે. તેનો અર્થ એ થયો કે સાધનો ઉપર કોઈ બીજી સત્તા કામ કરે છે. સાધન પોતે સત્તા તો છે જ. તમે રીવર્સમાં એમ કહી શકો કે એમ.એસ. થયેલાં ડૉક્ટર હોય, નિષ્ણાત હોય અને ઓપરેશનના સાધનો નહિ હોય તો તે ઓપરેશન કરી શકશે? ના. તો ઓપરેશન કરવા માટે સાધનો પણ જોઈએ અને કોઈ ઓપરેશન કરનાર પણ જોઈએ. એ બંનેનો સંયોગ જો થાય તો ઓપરેશનની ઘટના ઘટે.
આ જગતમાં બધાં પદાર્થો સાધન છે, તેને પોતાની સત્તા પણ છે, પણ તે પોતાની સત્તાને જાણતાં નથી, તેજસ્વીતાને જાણતાં નથી, પોતાની અસ્મિતાને જાણતાં નથી, પોતાના બળને જાણતાં નથી. પાંચ કરોડની કાર ઊભી હોય તો તે ઊભી જ રહેશે. કાર પોતાની મેળે ચાલુ નહિ થાય. એ ગાડીને શું ખબર કે ક્યાં ઊભા રહેવું? અને ક્યારે ચાલવું? વચમાં કોઈ આવે તો ઊભા રહી જવું, તેને ચગદી ન નાખવું વગેરે એને કંઈ ખબર નથી. સાધન ગમે તેટલું શક્તિશાળી હોય તો પણ પોતાની સ્વતંત્ર અસ્મિતાને સાધન જાણતું નથી. એ સાધન છે. સાધનનો ઉપયોગ કરનાર જુદો છે. ગાડી ચલાવનાર ડ્રાઈવર છે. સાધનોમાં બ્રેક, સ્ટીયરીંગ, એક્સીલેટર, પેટ્રોલ બધું એનું એ, પણ ગાડી ચલાવનાર વગર ગાડી એની મેળે ચાલશે નહિ. તો કોઈક એવી સત્તા છે કે જે સાધનથી જુદી છે. ભૌતિક સત્તા અને સાધન તરીકે ગણીને, આ સાધનને જાણકાર બીજી કોઈ સ્વતંત્ર સત્તા છે. એવી બે સત્તાઓ પ્રસ્થાપિત થવી જોઈએ.
સાધન એક સત્તા છે અને સાધનને જાણનાર જુદી સત્તા છે. મને થાય છે કે જે વાત હું કરું છું તે કઠિન લાગતી હશે. આટલી ગહન વાત કેમ કરો છો? મેં પહેલાં પણ કહેલું કે અનંતકાળથી આપણે આ સંસારમાં છીએ, અને તમારે આ સંસાર આમ જ રાખવો હોય તો અમારે કંઈ કહેવાની જરૂર નથી, પરંતુ તમને એમ થાય કે આ સંસારથી હવે છૂટા પડી જવું છે, હવે આ ચક્કરમાં રહેવું નથી. સંસાર ચક્રમાં રહેવું ન હોય તો ઉપાય કરવો પડે અને આનો ઉપાય તે ધર્મ. ઉપાય શોધતાં શોધતાં આપણે ધર્મની પાસે પહોંચીએ છીએ. રોજિંદા જીવનમાં તમે ધર્મ વગર અટકી ગયા હો એવું નહિ બન્યું હોય. તમે કેટલાંયે વર્ષો ધર્મ વગર જીવી શક્યા છો. તમને આહાર વગર ન ચાલે. આહાર જોઈએ, ચા જોઈએ, સવાર સાંજનું ભોજન જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org