________________
પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - ૫૨ ચોર્યાશી લાખ અવસ્થાઓમાં ફ૨વાનું થાય છે. કોઈ કવિએ અલંકારિક ભાષામાં કહ્યું છે કે ગમે તેટલો અભિનેતા કુશળ હોય પણ તે સારામાં સારી રીતે બે ચાર પાંચ પાઠ ભજવી શકે છે, તેથી વધારે અભિનય તે ન કરી શકે. પરંતુ આપણે એવા કુશળ નટ છીએ કે ૮૪ લાખ પાઠ ભજવી શકીએ છીએ. રોજ નવો પાઠ આપણે ભજવી શકીએ છીએ. ક્યારેક વિચાર આવે છે કે આનું કારણ શું ? શા માટે આ પરિભ્રમણ ? શા માટે આ અલગ અલગ અવસ્થા ? શા માટે દેહ બદલવા ? શા માટે સ્થિર ન થવું ? મહાપુરુષોએ કહ્યું છે કે એના કારણો શોધવાની શરૂઆત જ્યારથી થાય, ત્યારથી ધર્મની શરૂઆત થાય. જુઓ, ધર્મ સીધો જીવનમાં આવતો નથી. શોધતાં શોધતાં એ માણસ જ્યારે ધર્મના દરવાજે આવીને ઊભો રહે છે, ત્યારે તત્ત્વજ્ઞાન, ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન સમાધિ, યોગ આ નવા શબ્દો તેના જીવનમાં ઉમેરાય છે. એણે તપાસ ચાલુ કરી છે, શોધ ચાલુ કરી છે.
આ અનંતકાળનું પરિભ્રમણ જે આપણે કરીએ છીએ તેનું મૂળભૂત કારણ, મૂળભૂત પરિબળ એ છે કે તે પોતે પોતાને જાણતો નથી. આ વાત એવી કહેવાય કે પોતે ઘરનો માલિક છે, કુટુંબ, ઘર, સંપત્તિ પોતાની છે, અને તેને પૂછીએ કે આ ઘર કોનું છે ? ઘરમાં કોણ કોણ માણસો છે ? તો તે કહે મને ખબર નથી. ઘરનો માલિક હોવા છતાં પોતે કંઈ જ જાણતો નથી, તેમ ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતો હોવા છતાં પરિભ્રમણ કરનાર પોતાને જાણતો નથી. શું ગુંચવાડો છે ? જગતના જુદા જુદા પદાર્થો સાથે આ આત્મતત્ત્વને પણ મૂકવામાં આવે છે, અને એ ગુંચવાડો ઊભો કરે છે. શાસ્ત્રનું પહેલું કામ એ છે કે તેને વહેંચણી કરી આપવી છે, જુદું કરી આપી પોતાની સ્વતંત્ર સત્તા છે તેને ઓળખાવવી છે. આત્માની સ્વતંત્ર સત્તા છે, અને ભૌતિક પણ સ્વતંત્ર સત્તા છે. પરમાણુની સત્તા છે અને પરમાત્માની સત્તા પણ છે. પુદ્ગલની સત્તા પણ છે અને આત્માની સત્તા પણ છે. ધર્મની સત્તા પણ છે અને સંસારની સત્તા પણ છે, એ બન્નેને જુદાં પાડવાં છે.
જે તત્ત્વો ભેગાં થયાં છે તેમાં મુખ્ય તત્ત્વો ઈન્દ્રિયો, પ્રાણ, શરીર, મન, શ્વાસોચ્છવાસ, બુદ્ધિ વિગેરે, આ ભૌતિક જગતનાં મુખ્ય પરિબળો છે. ભૌતિક જગત એટલે પરમાણુઓનું જગત. પરમાણુઓમાંથી શરીર બને, મન બને, ઈન્દ્રિય બને, બુદ્ધિ બને. એ જ પરમાણુઓમાંથી સૂક્ષ્મ શરીર, કાર્યણ શરીર પણ બને. મૂળ એકમ પરમાણુ, જે આપણે જોઈ શકતા નથી. વૈજ્ઞાનિકોએ એટમ બોમ્બની વાત કરી છે. ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિગેરે થોડા શબ્દો આપ્યા છે, અને એ બતાવી આપે છે કે કોઈ જુદી જુદી સત્તાઓ જગતમાં કામ કરી રહી છે. પરંતુ એ તમામ સત્તા જડ અને ભૌતિક સત્તા છે. સવાલ એ છે કે આ ભૌતિક સત્તા શું પોતે પોતાને જાણે છે ? હું તમને પૂછું છું કે તમે આ માટે કંઈ વિચાર કર્યો ? તમે સીધી ના જ કહો છો. ભૌતિક સત્તા હોવા છતાં ભૌતિક સત્તા પોતાને જાણતી નથી. પરમાણુમાં એનર્જી છે, શક્તિ છે પણ એ પરમાણુ પોતે પોતાને જાણતો નથી. વિદ્યુતમાં તાકાત છે પણ એ વિદ્યુત
૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org