________________
૨૫૪
પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ શંકરાચાર્યજીએ બત્રીશ વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો. ઘણું બધું કામ ૩ર વર્ષની ઉંમર સુધીમાં કરી નાખ્યું. પાંચ વર્ષની ઉંમરે ઉપનિષદ્ ઉપર ટીકા લખી, નવ વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા ઉપર ટીકા લખી. આવું અલૌકિક કાર્ય તેમણે કર્યું. તેમણે કહ્યું, પુનરપિ નનન, પુનરપિ મર | ફરી જન્મવું, ફરી મરવું, ફરી માતાના ગર્ભમાં નવ મહિના રહેવું એમ કંટાળો નથી આવતો? ઘણાને નથી આવતો. એક ભાઈને મેં કહ્યું કે જ્ઞાની પુરુષો કહે છે કે મૃત્યુ ક્યારે આવશે તે ખબર નહિ પડે, માટે અત્યારથી તૈયારી કરવી. તો તે કહે, “જ્યારે આવવું હશે ત્યારે આવશે. તમે અમને ડરાવશો નહિ. અમે લહેર કરી રહ્યા છીએ. મઝા કરવા દો. અત્યારથી મૃત્યુની ચિંતા કરી દુઃખી થવું નથી. પરંતુ તેને સાચું સુખ ક્યાં છે? તેની ખબર નથી. તે અશાંત છે. જ્ઞાની કહે છે કે હવે જનમવું જ નથી.
સુબાહુ કુમારને પાંચસો સ્ત્રીઓ છે. તેઓ એમની માને કહે છે કે મા ! હવે હું આ સંસારમાં નહીં રહી શકું. અરે બેટા ! શું થયું? તો કહે છે કે મા ! અનેક વખત જનમ્યો, અનેક વખત મર્યો, એ મને ભાન ન હતું. આજે મને ભાન થયું. હવે મારે જન્મ મરણ ટાળવાં છે. હવે હું સંસારમાં નહિ રહું. આપણે સ્વાધ્યાય કરીએ છીએ, વચનામૃતજી વાંચીએ છીએ, ઉપદેશ પણ સાંભળીએ છીએ, પરંતુ જન્મમરણનો કંટાળો હજુ આવ્યો નથી. જ્યારે જન્મ મરણનો ત્રાસ લાગશે, તે દિવસે જન્મ મરણથી બચવાનો નિર્ણય થશે, અને જ્યારે આ નિર્ણય થશે ત્યારે જીવ સદ્દગુરુના શરણે જશે. નમસ્કાર કરવા બીજી વાત, સેવા કરવી ત્રીજી વાત, એમના પ્રવચનો સાંભળવા ચોથી વાત, બહુ સારું બોલે છે એમ કહેશે. પરંતુ જન્મ મરણનો ત્રાસ છૂટવો જોઈએ કે હવે મારે જનમવું નથી. હવે નવી મા કરવી નથી. અત્યાર સુધી અનંતવાર જનમ્યા.
અબ મેં બહોત નાચ્યો ગોપાલા', એમ સુરદાસજીએ ગાયું “હે ભગવાન શ્રી કૃષ્ણ ! આ સંસારના રંગમંચ ઉપર હું બહુ નાચ્યો. ગમે તેવો અભિનેતા હોય તો બે ચાર પાઠ ભજવે, પરંતુ મેં તો ૮૪ લાખ પાઠ ભજવ્યા છે. મારા જેવો કોઈ અભિનેતા નહીં હોય. હવે કંટાળ્યો છું. હવે મારે નાચવું નથી. હવે મારે જન્મ લેવો નથી, જ્યારે જન્મ મરણનો ત્રાસ થશે, ત્યારે જન્મ મરણથી બચવાનો નિર્ણય થશે અને જે દિવસે નિર્ણય થશે ત્યારે સદ્ગુરુને શરણે જશે. મને લાગે છે કે તમને સદ્દગુરુની જરૂર પડવાની નથી. તમને ડૉક્ટરની જરૂર પડશે. દૂધવાળાની, શાકવાળાની જરૂર પડશે. પણ સદ્ગુરુની જરૂર લાગતી નથી. અમે સામે ચાલીને કહીએ છીએ કે તમારે સદ્ગુરુની જરૂર છે? તમે કહેશો હજુ વાર છે, પરંતુ જન્મ મરણનો ત્રાસ થશે ત્યારે સદગુરુને શરણે જશો.
શરણે જવું એટલે પોતાપણું છોડી દેવું, સ્વસ્વામિત્વવિસર્જન પોતાની જાત ઉપરની માલિકી છોડીને પોતાની જાતને સગુરુના શરણે સોંપી દેવી. તેમને પોતાની જાતના માલિક બનાવવા. હવે સ્ત્રીઓ પણ બહુ ભણીને, બહુ એડવાન્સ થઈ ગઈ છે. પહેલાં સ્ત્રીઓ કહેતી હતી કે હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org