________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧૯
પ્રવચન ક્રમાંક - ૫૦
ગાથા ક્રમાંક - ૨ બીજી શંકાનું સમાધાન અને ભયમુક્તિ ને મોહમુક્તિ
આત્મા નિત્ય છે એમ સદ્ગુરુ સમાધાન કરે છે -
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય;
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? (૨) ટીકાઃ દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ
જડ છે, રૂપી છે, અને દશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે, એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થળાદિ પરિણામવાળો છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય? અને તેમાં લય પણ કેમ થાય? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી? અર્થાત્ એમ કોણે જાણ્યું? કેમ કે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને? (૬૨)
આત્મા છે, તે નિત્ય છે તેની ચર્ચાનો પ્રારંભ થાય છે. ચર્ચાનો પ્રારંભ કરતા પહેલાં જિંદગીની એક બહુ મહત્ત્વની વાત લક્ષમાં લેવા જેવી છે. આપણી જિંદગીની ઈમારત દેહના પાયા ઉપર ઊભી થઈ છે. જીવનમાં અનેક ચડાવ ઉતાર આવે છે પણ દેહની ઈમારત ઉપર બધું ભજવાય છે. જીવન અનંત છે. જિંદગી પાર્ટ છે. જેમ એક સાંકળ આખી હોય છે અને સાંકળને અંકોડા અનેક હોય છે. અંકોડા એ સાંકળ નથી પરંતુ સાંકળનો એક ભાગ છે, તે સાંકળ સાથે જોડાયેલો છે. જીવન એક સાંકળ છે અને જિંદગી અંકોડો છે. અંકોડો છૂટો પડી જાય છે, જીવનની ધારા સતત ચાલે છે. જિંદગીની ઈમારત જે ચણીએ છીએ તે દેહના પાયા ઉપર ચણીએ છીએ. આત્મા પોતાના સંસારની રચના દેહના પાયા ઉપર કરે છે. દેહ બદલાયા કરે છે, આત્મા રહે છે. આપણાં કુટુંબોના અને જ્ઞાતિના જેટલા સંબંધો છે તે તમામ સંબંધોનો આધાર દેહ છે. જિંદગીમાં જે ભોગો ભોગવીએ છીએ, વિષયો પ્રાપ્ત કરીએ છીએ, ધન સંગ્રહ કરીએ છીએ અને તમામ ભૌતિક ક્ષેત્રમાં મથામણ કરીએ છીએ એ પણ દેહના પાયા ઉપર કરીએ છીએ. આનો અર્થ એવો થયો કે આપણી જિંદગીનો પાયો શરીર છે, આપણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org