________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૫
કરાવશે. અત્યારે આપણે ભૌતિક જગતમાં આસન જમાવીને બેઠા છીએ. આ બધી વાત સાંભળો છો ને ? આ વાત સાંભળો છો માટે ધન્યવાદ. બાકી અત્યારે તો ભૌતિકક્ષેત્રમાં છો. વિષયભોગોની ચિંતા, ધન ઉપાર્જનની ચિંતા, પછી ધન સંગ્રહની ચિંતા, અને ધન મળ્યા પછી ઈન્કમટેક્ષથી બચવાની ચિંતા. આ બધી ચિંતાઓ થાય છે. ભૌતિકક્ષેત્રમાં ભલે હો, પણ જે ક્ષણે આત્મા છે તેવો સ્વીકાર થાય છે, તે ક્ષણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મળે છે.
શિષ્ય પૂછે છે કે ગુરુદેવ ! આત્મા કેમ જણાતો નથી ? અમારી પાસે દેહ, ઈન્દ્રિયો, પ્રાણ, મન બધું છે, તે બધાનો ઉપયોગ કરી જોયો છે - પરંતુ અમને આત્મા જણાતો નથી. ગુરુદેવ કહે છે કે હે શિષ્ય ! તારી વાત સાચી છે, પરંતુ એક વાત સમજી લે. દેહમાં ઘણી ક્ષમતાઓ છે. ઈન્દ્રિયો, મન, પ્રાણમાં પણ ઘણી ક્ષમતાઓ પરંતુ એક માઈનસ પોઈન્ટ, તેમનામાં સ્વતંત્રપણે જાણવાની ક્ષમતા નથી. અને બીજી મહત્ત્વની વાત એ છે કે આ શરીર, ઈન્દ્રિયો, મન અને પ્રાણ, આ ચારે ચાર સાધનો કામ કરે છે તે પોતાની સત્તાથી કરતાં નથી. એ ચાર સાધનો આત્માની સત્તા હાજર હોય તો જ કામ કરશે.
સત્તા એટલે બળ, સત્તા એટલે સામર્થ્ય, સત્તા એટલે અસ્તિત્વ અથવા હોવાપણું અને સત્તા એટલે શક્તિ. પ્લગમાં પીન નાખવી પડે. જો પીન પ્લગમાં નાખો તો વિદ્યુત પ્રવાહ ચાલુ. પંખો, ટ્યૂબ લાઈટ, ફ્રીઝ વગેરે સાધનો પોતાની મેળે કામ કરી શકશે નહિ. વિદ્યુત પ્રવાહ જોઈએ અને આશ્ચર્યની વાત એ છે કે ફ્રીઝ ચાલશે, ટ્યુબલાઈટ થશે, પંખો ફરશે પણ વિદ્યુત પ્રવાહ દેખાશે નહિ, પરંતુ જે દેખાતું નથી તેની હાજરી વગર કાર્ય નહિ જ થાય. તેવી રીતે આત્માની સત્તા ન હોય તો શરી૨ ઈન્દ્રિયો, પ્રાણ, મન ક્યારેય કામ કરી શકશે નહિ. શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન વિગેરે જડપણે પડ્યાં રહેશે. એ કામકાજ તો જ કરી શકે કે વિદ્યુત પ્રવાહની જેમ આત્માની સત્તાનો સંયોગ હોય તો.
ગુરુદેવ કહે છે કે તું કહે છે ને કે દેહથી આત્મા જણાતો નથી, પણ તે ક્યાંથી જણાય ? જે આત્માની સત્તાથી શરીર કામ કરે છે તે આત્મા હાઈ ઓથોરીટી તું છો. સત્તા તારી છે. શરીર તો તારી સત્તા તળે છે. ઇંદ્રિયો, પ્રાણ, મન તારી સત્તા તળે કામ કરે છે. તો આ બધા આત્માને કેવી રીતે જાણી શકશે ? આત્માની સત્તા વડે આ બધા શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન પ્રવર્તે છે. પ્રવર્તવું એટલે ક્રિયામાં સામેલ થવું, કામ કરવું. સ્વીચ ઓન કરો કે વિદ્યુત પ્રવાહ ચાલુ થશે, પંખા, ફ્રીજ બધું કાર્ય કરવા લાગશે તેમ આત્માની જે સત્તા છે તે દાખલ થાય તો જ તમારા સાધનો મન, ઈન્દ્રિયો, શરીર કામ કરે.
અંબાલાલભાઈની ટીકા લક્ષમાં લઈએ. ‘દેહ આત્માને જાણતો નથી પણ આત્માની સત્તાથી દેહ કામ કરે છે.’ તમને કંઈ વિચાર આવે છે ખરો કે નાનકડું બાળક, ગુલાબના ગોટા જેવું હોય, તમને વ્હાલ આવે, રમાડવું ગમે, તમે સ્નેહ વરસાવો, પ્રેમ વરસાવો, હૃદયમાં આનંદ અનુભવો પણ એ બાળકમાં ચૈતન્ય હાજર છે ત્યાં સુધી ગમશે. જ્યારે તેમાં ચૈતન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org