________________
૧૯૨
પ્રવચન ક્રમાંક - પ૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ ક્યાંથી દેખાય? આ તો ઈન્સ્ટન્ટ કોફીનો જમાનો છે ને, આપણને બધું ઈન્સ્ટન્ટ થવું જોઈએ. અવસ્થા એ પ્રમાણે ન થાય. બી જમીનમાં ગયું ત્યાં ખીલે છે, ખીલે છે પણ દેખાતું નથી. પરંતુ એક દિવસ અંકુર ફૂટે છે અને તેમાંથી છોડ થાય છે, પછી કળીઓ બેસે છે અને એક દિવસ ફૂલ ખીલે છે ત્યારે ખબર પડે છે કે આ બીજ ખીલ્યું, પરંતુ હજુ બાકી છે, હજુ મોટું વૃક્ષ થશે, ફળ આવશે. એક દિવસ હજારો કળીઓ, હજારો ફૂલો અને હજારો ફળો એને વળગેલાં હશે. તે દિવસે કહેવાય કે વૃક્ષ પૂરેપૂરું ખીલ્યું, અને જ્યારે ખીલ્યું ન હતું ત્યારે પણ એ પૂરું હતું. હોવું અને ખીલવું એ બે વચ્ચે ગેપ છે. એ ગેપને ટાળવો તેનું નામ અધ્યાત્મ.
હોવું તે એક અવસ્થા છે અને પ્રગટ થવું તે બીજી અવસ્થા છે. તમે મૂળમાં જો સિદ્ધ ન હો તો ગમે તે પ્રયત્ન પણ તમે સિદ્ધ ન જ થઈ શકો, પરંતુ તમે મૂળમાં પરમાત્મા છો અને તેથી પરમાત્મા થઈ શકશો. આ માટે બે શબ્દો આપ્યા છે, તે ધ્યાન માટે નહિ પણ ઓળખાણ માટે છે. એક સોહે, જે પ્રચલિત શબ્દ છે અને બીજો અહં બ્રહ્માસ્મિ.
ઘણાં લોકો સોહં સોહં બોલતા હોય છે, આપણે તેને પૂછીએ કે સોહં એટલે શું? તો કહેશે કે ખબર નથી. ગુરુ મહારાજે કહ્યું અને અમે બોલ્યા, સોહં શબ્દ મહત્ત્વનો છે. તેને વિચારીએ. સઃ (વ) મહમ્, સ=તે (ઈવ = નિશ્ચિત) અને મહમ્ એટલે હું. આ હુંપણું શરીર ઉપરથી ઊઠ્ય, વ્યક્તિ ઉપરથી ઊઠ્યું અને હુંપણાનો બોધ બીજો થયો- એ હું છું. એ એટલે પરમાત્મા. તમારી નજર સમક્ષ પૂર્ણ પરમાત્મા છે, એટલા માટે તેમની ભક્તિ છે. ભક્તિમાં જ્ઞાન પણ છે અને પ્રેમ પણ છે. ભક્તિ એમ કહે છે કે તમે જેની ભક્તિ કરો છો અસલમાં તમે એ છો, પણ તમે અહીં એટલા માટે આવ્યા છો કે અસલમાં તમે જે છો તે હજુ તમે થયા નથી, પરંતુ આ પરમાત્મા થયા છે. તેમને જોતાં તેમની ભક્તિ, સ્તુતિ અને પ્રશંસા કરતાં કરતાં તમને ઉલ્લાસ આવે. જેમની ભક્તિ કરો છો તે તમે જ છો. મોહનવિજયજી મહારાજ જે ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયા, તેમણે પ્રભુ સાથે થોડીક જીભાજોડી કરી.
બાળપણે આપણ સસ્નેહી, રમતા નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે હો,
પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. ભગવાનને કહે છે કે આજે તમે તીર્થંકર પરમાત્મા બની બેઠા છો, સિદ્ધ થઈને બેઠા છો, તમારી મૂર્તિ બની છે, તમારું મંદિર બન્યું છે, તમારી પૂજા થાય છે, હજારો લોકો આવી તમારી સ્તુતિ કરે છે, આજે તમે પરમાત્મા તરીકે પુજાઓ છો, પણ સાહેબ ! એક દિવસ તમે અને અમે સાથે ધૂળમાં રમતાં હતા. ભક્ત એમ કહે છે કે તમે પ્રભુતાઈ પામ્યા અને અમે ખાલી રહી ગયા.
પ્રભુ ! આપ ગુસ્સો ન કરશો. ભગવાન ગુસ્સો કરતા નથી, પરંતુ એ પ્રેમની ભાષા છે. પ્રભુ ! તમારા ધર્મો પ્રગટ થઈ ગયા. તમે પૂરેપૂરા ખીલી ગયા છો, અમે એવા ને એવા ઠળિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org