________________
૧૯૩
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જેવા રહી ગયા.
શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો, શુદ્ધ ધર્મ પ્રગટ્યો જે તુમચો, પ્રગટો તેહ હમારો રે,
સ્વામી વીનવીએ મન રંગે. જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ,
શ્રદ્ધા ભાસન રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મરે, સ્વામી હે પ્રભુ ! અમારામાં શ્રદ્ધા નથી અને જ્ઞાન નથી અને સ્વરૂપમાં રમણતા નથી, માટે અમને વિભાવ વળગ્યો. વિભાવ વળગ્યો એટલે અનંત કર્મોની જાળ વળગી. કરોળિયો પોતે જ પોતાની જાળ ગૂંથે છે ને? તેમ અમે પૂર્ણ સ્વરૂપને ભૂલ્યા, વિભાવ કર્યો અને કર્મની જાળ આજુબાજુ ગૂંથાઈ ગઈ, માટે અમે અવરાયા અને દબાયા, એક વાત. સત્તાએ પૂર્ણ છીએ પણ પ્રાગટ્ય નથી, એ બે વચ્ચેનું અંતર કાપવું છે. એ અંતર દૂર કરવું છે, અને તે અંતરને દૂર કરવાની પ્રક્રિયા તેનું નામ ધર્મ, ધ્યાન, સાધના, સામાયિક. ધર્મ એમ કહે છે કે મૂળભૂત અસ્તિત્વ અને વર્તમાન અવસ્થા એ બે વચ્ચેનો જે ડીફરન્સ છે તેટલો તમારો વિકાસ ઓછો. મૂળભૂત અવસ્થા પૂર્ણ છે. વર્તમાન અવસ્થા અપૂર્ણ છે. એ અપૂર્ણ અવસ્થા દૂર કરી, પૂર્ણ અવસ્થા પ્રગટાવવી તે ધર્મ છે. એટલા માટે જૈન દર્શને એમ કહ્યું કે તમે પરિપૂર્ણ બનશો, એક દિવસ સિદ્ધ બનશો, તમે એક દિવસ પરમાત્મા બનશો પણ મૂળમાં જે છો તે અવસ્થા જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી ચેન નહિ પડે. મૂળ સ્વભાવ પ્રગટ થઈ જાય, અભિવ્યક્ત થઈ જાય, પૂર્ણતાનું પ્રાગટ્ય થઈ જાય, એ કામ કરવાનું છે. તમે જે દિવસે પૂર્ણ બનશો, પરમાત્મા બનશો, ત્યારે વિકલ્પ નહિ આવે કારણ કે પરમાત્મા બન્યા અને ભાન થશે કે આ જે અવસ્થા પ્રાપ્ત થઈ તે અવસ્થા પૂરેપૂરી આપણી પાસે હતી. તેમાંથી આ આવિર્ભાવ થયો અને આ આવિર્ભાવની પ્રક્રિયા થઈ, તેને કહેવાય છે સાધના.
જેટલા અંશમાં ઉપાધિઓ દૂર થાય તેટલા અંશમાં કર્મનું આવરણ તૂટતું જાય. એક લાઈટના ગોળા ઉપર સફેદ કપડું બાંધ્યું, પછી લાલ કપડું બાંધ્યું, પછી કાળું કપડું બાંધ્યું, પછી બીજા બે ચાર કપડાં બાંધ્યાં એટલે લાઈટ દેખાતી બંધ થઈ. અંદર લાઈટ બળે છે પણ પ્રકાશ દેખાતો નથી. એક ટાંકણી મારી કાણું પાડો તો એક કિરણ બહાર આવે. બીજી ટાંકણી મારો, થોડો પ્રકાશ વધારે દેખાશે, અને કપડાં છોડી નાખો તો સંપૂર્ણ પ્રકાશ દેખાશે. જે વખતે ગોળો ઢંકાયેલો હતો ત્યારે પણ પૂર્ણ પ્રકાશ હતો અને જ્યારે કપડાં ખોલી નાખ્યા ત્યારે પણ પૂર્ણ પ્રકાશ છે, તેમ તમે પણ પૂરા છો. જ્યારે સિદ્ધ અવસ્થા થાય ત્યારે, જે સંપૂર્ણ મૂડી હતી તે પ્રગટ થાય. આ વાત એટલા માટે કરીએ છીએ કે સોહમ્, તે હું છું.
વેદાંતે પણ એક શબ્દ આપ્યો. વેદાંતની સાધનાની પ્રક્રિયા કહેતાં કહેતાં ગુરુદેવ કહે છે કે શિષ્ય ! એક ક્ષણે તને એવો અનુભવ થશે કે એ અનુભવ વ્યક્ત કરવા તું શું બોલીશ? ક૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org