________________
- પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ જેનું અસ્તિત્વ છે તે સત્ છે. તે તત્ત્વ શોધી કાઢવું પડશે જે ત્રણે કાળ રહેનાર હોય, જેની કન્ટીન્યુટી હોય, જેનું સાતત્ય હોય, જે સદાય હોય. ભવિષ્યકાળમાં પણ હોય. એવું સદાય રહેનાર તત્ત્વ તે આત્મા છે, અને તે સદાય રહેનાર એટલે નિત્ય છે.
આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ,
છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. મેં ગઈકાલે કહ્યું હતું કે બીજમાં આખો વડલો છે. ભરૂચ પાસે કબીર વડ છે, તેની શાખાઓ માઈલો સુધી ફેલાયેલી છે. આટલો મોટો વડલો એ નાના બીજમાંથી થયો છે. આ ૪૩મી ગાથા એ બીજ છે, અને ૧૪ પૂર્વ તે વડલો છે. બસ, શાસ્ત્રોનો વિસ્તાર આ છ પદો ઉપર છે. ૪૫ આગમો અને ૧૪ પૂર્વ આના ઉપર છે. અનંતજ્ઞાનીઓના જ્ઞાનનો, ઉપદેશનો વિસ્તાર આના ઉપર છે.
એક વાત એવી આવી કે આત્મા છે પણ તે શબ્દ આપણા લીસ્ટમાં ન હતો. આપણા લીસ્ટમાં શરીર છે તેમ હતું. આપણી ઓળખાણ શરીરની ઓળખાણ છે પણ શરીરમાં રહેલા આત્મા સાથે નથી. પત્ની એમ કહે છે કે હું મારા પતિને બરાબર ઓળખું છું, અને પતિ એમ કહે છે કે હું મારી પત્નીને બરાબર ઓળખું છું, પરંતુ તેઓ ભૂલ કરે છે તેઓ શરીરને ઓળખે છે પણ શરીરમાં રહેલાંને ઓળખતાં નથી. મને કહેવાનું મન થઈ જાય છે કે પતિ પત્ની બન્યાં છો પણ એક દિવસ મરતાં પહેલાં આત્માનો અનુભવ કરી જોજો. ગમે છે વાત ? આ શરીરમાં આત્મા છે તેવું જોજો. ઓળખાણ બદલાઈ જશે. માલ આત્મા છે અને શરીર લેબલ છે. શરીર હોવું તે એક વાત અને આત્મા હોવો તે બીજી વાત.
આત્માનું અસ્તિત્વ માનશો તો આધ્યાત્મિક ધારામાં પ્રવેશ મળી જશે. આ સમ્યજ્ઞાન, આ સમ્યક ચારિત્ર, આ છ વેશ્યા, આ આઠ કર્મો અને તેના પ્રકારો એ કોના ઉપર બધા ઊભા થશે? એ “આત્મા છે તેના ઉપર ઊભાં થશે. જો આત્મા જ ન હોય તો કશાની જરૂર નથી. તો આ છ સૂત્રોમાં પહેલું સૂત્ર “આત્મા છે'. ભલે અનુભવ નથી. પણ અનુભવ થતાં પહેલાં સ્વીકાર અને સ્વીકાર કરતાં પહેલાં શ્રદ્ધા. શ્રદ્ધા થતાં પહેલાં શ્રવણ. શ્રવણ માટે જ્ઞાની પુરુષ જોઈએ. જ્ઞાની પુરુષ પાસેથી શ્રવણ મળ્યું. તેની શ્રદ્ધા થઈ, તેનો સ્વીકાર થયો, એટલે શ્રદ્ધા થયા પછી તાલાવેલી જાગશે કે જેનો મેં સ્વીકાર કર્યો છે તેને જોયો નથી, અનુભવ નથી, પ્રગટ અનુભવ થયો નથી તો મારે પ્રગટપણે અનુભવ કરવો છે. એ તાલાવેલી જાગશે ત્યારે સાધનાનો અગ્નિ અંદર પ્રજ્વલિત થશે.
કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું છે કે વારંવાર શ્રવણ, મનન અને નિદિધ્યાસન નામનો પ્રચંડ અગ્નિ પ્રજવલિત કરીને તે આત્મા ! તું છો તેવો નિર્ણય કરી લે. યાજ્ઞવલ્કય અને મૈત્રેયી ઋષિ દંપતિ હતાં. યાજ્ઞવલ્કયને બીજી પત્ની કાત્યાયની હતી. તેમણે બન્નેને કહ્યું કે, હું અરણ્યમાં, જંગલમાં, એકાંતમાં સાધના કરવા જાઉં છું, માટે આ બધું મારી પાસે જે કંઈ છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org