________________
૧૮
પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ સંક્ષેપમાં, પર્શન પણ તેહ', એમ શા માટે? કયા હેતુથી કહો છો? તો “સમજાવવા પરમાર્થને -આ કલેશ, આ ઝગડા અને મતમતાંતર મટી જાય, આ માન્યતાઓ મટી જાય, કદાગ્રહ મટી જાય, આગ્રહો મટી જાય અને પરમાર્થ એટલે શુદ્ધાત્મા સમજાય. “કહ્યાં જ્ઞાનીએ એહ', અહીં જ્ઞાની શબ્દ વાપર્યો, પણ પંડિત, પ્રોફેસર, વિદ્વાન, કથાકાર કે પ્રવચનકાર, કવિ એ શબ્દ નથી વાપર્યો. આ તો જ્ઞાનીએ કહ્યાં છે. હવે મતભેદ નહિ કરતાં, એક આત્મા તરફ જ લક્ષ જાય, એ હેતુથી અમે હવે આત્મસિદ્ધિ કહેવાનો પ્રારંભ કરીએ છીએ.
પરમકૃપાળુદેવે અદ્ભુત ભૂમિકા બાંધી છે. ભૂમિકા બાંધવા બેતાલીશ શ્લોકો કહ્યા. તેતાલીશ અને ચુમ્માલીશમી ગાથામાં ષસ્થાનક કહ્યાં. આ ચુમ્માલીશ ગાથાઓ તો ભૂમિકા તૈયાર કરવા માટે કહીને તેમણે અદ્ભુત પાયો નાખ્યો છે. કોઈ આત્મા નથી તેમ માને છે. આ જગતમાં જુદાં જુદાં અભિપ્રાયો છે. એક અભિપ્રાય તો એમ પણ છે કે આત્મા નથી. આ દેખાય છે તેટલું જ છે, બીજું કાંઈ નથી. આ દૃશ્ય પદાર્થો આંખે દેખાય છે તે જ છે. કાને સંભળાય છે તે જ છે. જે આંખે ન દેખાય, જોવામાં આવે નહીં તે હોઈ જ ન શકે, તેથી આત્મા નથી. આગળ શિષ્ય દલીલો અને તર્ક કરશે. યુક્તિઓ વાપરશે અને કહેશે ગુરુદેવ! આત્મા નથી. પછી ગુરુદેવ નિરાકરણ પણ કરશે. આત્મા છે એ સિદ્ધ કરવા મહેનત છે, પછી મહેનત નથી. એક વખત આત્મા છે તેમ સિદ્ધ થયું પછી આત્મા નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે તેને સમજાવતાં વાર નહિ થાય. “આત્મા છે તેનો સ્વીકાર આનંદથી કરવો જોઈએ.
કુંદકુંદાચાર્યજી કહે છે, “અરે ! અમે તારા વૈભવની વાત કરીએ છીએ, નિજ વૈભવઆત્માનો વૈભવ તેની વાત કરીએ છીએ. એક વખત આનંદમાં આવી આત્મા છે તેની હા તો પાડ. આત્મા છે તે એક વખત નિર્ણય થઈ જાય, આ પહેલી વાત, આ એકડે એક હજાર મીંડાનો સરવાળો કરો, હજાર મીંડાને હજારથી ગુણો અને હજાર મીંડાને હજારથી ભાગો, શું આવશે? મીંડું જ આવશે. આત્મા છે તે એકડો છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે ધર્મનો પ્રારંભ એકને જાણે તે સૌને જાણે, ત્યાંથી થાય છે. ધર્મ શબ્દ પછી, પહેલાં આત્મા શબ્દ છે. આત્મા માટે ધર્મ છે. ધર્મ ઉપપત્તિ છે, ધર્મ સાધન છે, ધર્મ ઉપાય છે. દર્દીને દર્દ હોય તો દવાનું કામ, પણ દર્દી કે દર્દ નથી તો દવાનું શું કામ છે? આત્મા હોય તો ધર્મ, તો કર્મ, તો બંધ. આત્મા હોય તો મોક્ષ પણ આત્મા જ નથી તો આ બધું કોના માટે ? તો આત્મા છે તેવો નિર્ણય એક વખત થઈ જાય, અને આનંદમાં આવીને જો સ્વીકાર કરે કે આત્મા છે તો કામ થઈ જાય.
તત્ત્વચિંતનના ઊંડાણમાં જઈને અને દર્શન મોહનીયના દલિકોને ચિંતનની ઘંટીમાં દળીને એને ખતમ કરી નાખો અને પછી સમાધિમાં જે અનુભવ થાય તે સાચો અનુભવ. તે એક ઉપાય. એવી હિંમત ન હોય, સાહસ ન હોય, સમજણ ન હોય પણ પ્રભુ ! તમે કહો છો તે પરમ સત્ય છે. ‘ડ્રામેવ નિરર્થ પવિયUાં સર્વે અનુત્તર, વથિં, પતિપુન્ન નેમાd3, સંસ્કૃદ્ધિ, सल्लगत्तणं सिद्धिमग्गं, मुत्तिमग्गं, निज्झाणमग्गं निव्वाणमग्गं, अवितहमविसंधि,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org