________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯ सव्वदुक्खप्पहीणमग्गं इत्थं ठिआ जीवा सिज्झंति, बुज्झंति, मुच्चंति, परिनिव्वायंति, सव्वदुक्खाणमंतं करंति, तं धम्मं सद्दहामि !'
આવો રણકાર અંદરથી આવે. અમે જાણતા નથી પણ પ્રભુ ! તમને તો જોઈએ છીએ ને? તમે તો હાજર ને, તમે વિશ્વાસ કરવા લાયક, શ્રદ્ધા કરવા લાયક પુરુષ છો. તમે કહ્યું છે તે આત્મા છે. આ શ્રદ્ધાથી સ્વીકાર તે બીજો ઉપાય.
એક શ્રદ્ધાથી સ્વીકાર કરો, કાં સમાધિમાં જઈ અનુભવ કરો પણ એક વખત આત્મા છે તે નિર્ણય કરી લેવો પડે. લગ્નની તૈયારી ચાલુ કરી. માંડવા નાંખ્યા, કંકોત્રી છપાઈ અને પછી પૂછ્યું. સગપણ થયું ? સગપણ બાકી છે. શું કરશો ? કોને બોલાવશો ? સગપણ પહેલાં થવું જોઈએ. આત્મા છે તેનો પ્રથમ સ્વીકાર જે ક્ષણે થશે, ત્યારે તમને ધર્મની જરૂર પડશે. એ સિવાય તમને ધર્મ કરવામાં રસ નહિ પડે. સંસાર માંડશો એટલે ખબર પડશે કે પૈસાની હવે જરૂર પડશે. શું થયું? એકદમ અનુભવની વાત આવીને ? પરણ્યા એટલે એકમાંથી બે થયાં. એકલો હોય તો લીટર દૂધ પીએ, અને બે હોય તો પ૦૦, ૫૦૦ ગ્રામ અને છોકરું થાય પછી બંધ. પછી નક્કી કરે કે આપણે હવે ચા પીશું. આત્મા છે તેમ સ્વીકાર કરો પછી ધર્મ વગર જીવી નહિ શકો. મીરાં એમ કહે છે કે જેમ માછલી પાણી વગર જીવી નથી શકતી, એમ હું કૃષ્ણ વગર જીવી નથી શકતી. “રોઈ રોઈ અખિયાં રાતી, નયના પ્રભુ દરશન કી પ્યાસી’. આ આંખો દર્શન કરવા પ્યાસી છે. મારે મારા રણછોડ કૃષ્ણ કનૈયાને જોવો છે, આત્મા છે તે નિર્ણય થશે પછી આ અંદર ધૂન લાગશે.
આત્માને કોઈ ક્ષણિક માને છે. જો આત્મા ક્ષણિક જ હોય તો ધર્મ કોના માટે કરવાનો? બાપ દુકાન તૈયાર કરી રહ્યો હોય અને માલ લાવી ભરી રહ્યો હોય, પણ દીકરો એમ કહે કે હું અહીં રહેવાનો નથી તો કોના માટે મહેનત કરવાની? તો આત્મા અનિત્ય હોય તો ધર્મ કોના માટે કરવાનો ? કોઈ એમ કહે છે કે આત્મા કર્મનો કર્તા નથી. અને એમ કહેનાર પણ છે કે ઈશ્વર કરે છે, પ્રકૃતિ કરે છે, થર્ડ પાર્ટી કરે છે, પરંતુ આત્મા કર્મ કરે છે તેમ જવાબદારી લેવા એ તૈયાર નથી. એ કોઈ બીજા ઉપર ઢોળે છે. આત્મા કર્મનો ભોક્તા નથી તેમ કહેનાર પણ છે અને મોક્ષ પણ નથી, એમ કહેનાર પણ છે. અભવ્ય ચારિત્ર્ય ગ્રહણ કરે નવપૂર્વ ભણે, તે ૫૦૦ શિષ્યોના ગુરુ પણ હોય, મોટા આચાર્ય પણ હોઈ શકે. હજારો માણસો સત્સંગમાં આવતાં હોય, તેઓ મોક્ષની વાત પણ કરતા હોય પરંતુ પોતે અંદરમાં એમ માને છે કે મોક્ષ નથી. ઈન્દ્રિયો અને વિષયો વગર સુખ હોઈ શકે જ નહિ. મોક્ષમાં સુખ હોઈ શકે નહિ. જો મોક્ષ ન હોય તો ઉપાય પણ નથી. આવી જેની માન્યતા હોય તેને કહેવાય છે અભવ્ય. લોકો પૂછતાં હોય છે કે અભવ્યનાં લક્ષણ શું? કઈ છાપથી ઓળખવો કે આ અભવ્ય છે? તો અભવ્યની માન્યતા આ પ્રમાણે છે. ઈન્દ્રિયો વગર સુખ હોઈ શકે નહિ, મોક્ષમાં સુખ હોઈ શકે નહિ, માટે મોક્ષનો ઉપાય કેમ કરવો?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org