________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭. મળ્યું. રહેવા જવાનું બાકી છે.
સમ્યગદર્શન પછી સમ્યફચારિત્ર ન આવે તો સાધના અધૂરી છે. જૈનદર્શન કહે છે કે સમ્યદર્શનથી ઉપાડ કર્યો અને વીતરાગતામાં ચારિત્ર મોહના જયનો વિસામો. વીતરાગ દશા ક્યાં આવી ? બારમા ગુણસ્થાને અને ત્યાં જઈ ઠર્યો, એવો સમ્યગદર્શનનો ઉપાડ હોય. સમ્યગદર્શન થયા પછી એ એમ ન કહે કે હવે કંઈ કરવાનું બાકી નથી. અમે એક ઠેકાણે બેઠા હતા, ત્યાં એક ગુરુ પણ બેઠા હતા. અને પાંચ દસ તેમના ચેલાઓ પણ બેઠા હતા. ચેલાઓએ આંખ મીંચી. પછી થોડીવારે ગુરુએ પૂછ્યું, “હો ગયા?” કહે, “હો ગયા.” મને કહે કે પાર પામી ગયા, બસ. અમે પૂછ્યું કે શું થયું? તો કહે કંઈ નહિ, એમણે પૂછ્યું કે “હો ગયા?' અને અમે કહ્યું કે હો ગયા. ધર્મના નામે આવાં તોફાન? ધર્મ એક અદ્ભુત વસ્તુ છે.
પસ્થાનક સમક્તિને રહેવાનાં સ્થાન છે. સમ્યગદર્શનનાં નિવાસભૂત એવાં છે પદો જ્ઞાની પુરુષે કહ્યાં છે. તેમાં નિવાસ થાય છે સમ્યગદર્શનનો. જરા અલંકારિક ભાષામાં કહીએ કે સમ્યગદર્શનને ગોતવું હોય તો ક્યાં ગોતવું? તો આપણે કહીએ કે આત્મા છે ત્યાં શોધો, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્યા છે ત્યાં શોધો. આત્મા કર્મનો ભોક્તા છે તેમાં શોધો, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે તેમાં શોધો. ત્યાં તમને સમ્યગુદર્શન મળી આવશે. અને કઈ રીતે થાય? વિચાર કરતાં કરતાં થાય. વિચારમાંથી ચિંતન, ચિંતનમાંથી મનન, મનનમાંથી નિદિધ્યાસન અને ત્યાર પછી ધારણા, ધારણામાંથી ધ્યાન, ધ્યાન પછી સમાધિ અને સમાધિમાં દર્શન થાય. સમ્યગુદર્શન એ સમાધિ છે. એ સંપૂર્ણ સમાધિ નથી, પણ અર્ધ સમાધિ છે, અને એ સમાધિમાં આત્મતત્ત્વનો સ્વાનુભવ થાય છે.
બીજી વાત, “ષદર્શન પણ તેહ', આમાં છ દર્શનની વાત સાથે સાથે આવી જાય છે. જુઓ બે પક્ષ. એક પક્ષ કહે છે આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મનો કર્તા નથી, આત્મા કર્મનો ભોક્તા નથી, મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી. આ નથી તે નકારવાદ, નિષેધાત્મક વલણ, છ પદો નથી. અને તેની સામે છ પદ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્મા મોક્ષ સ્વરૂપ છે, અને મોક્ષનો ઉપાય છે. આવાં જુદાં જુદાં છ દર્શનો મતભેદ કરી ઝગડાઓ કરે છે, પણ તેમ કરવાનું કોઈ કારણ નથી. કેમ? તો છ દર્શનોનો જવાબ આ છ પદમાં આવી જાય છે. બહુ અભુત વાત છે. “ષસ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ', –આ અમે ષદર્શનની વાત કરવાના છીએ તે મતભેદ કે ઝગડા માટે કરવાના નથી. પરમાર્થને સમજાવવા કરવાના છીએ. આ અમારું મિશન છે.
અમારું મિશન પરમાર્થને સમજાવવા માટે છે. આ તમામ દર્શનોને તેમણે આમંત્રણ આપ્યું, કે ચાલો આપણે પરમાર્થને સમજીએ. શુદ્ધાત્માને સમજીએ. લડવા માટે આ દર્શનો નથી. પરમાર્થ એટલે શુદ્ધાત્મા સમજાય, એ અર્થે જ્ઞાનીઓએ આ બોધ કર્યો છે. “ષ સ્થાનક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org