________________
૧૮૪
પ્રવચન ક્રમાંક - ૫૬, ગાથા ક્રમાંક - ૭૮ જેટલા અંશમાં સ્વરૂપમાં રમશો, સ્વભાવમાં રમશો, તેટલા તેટલા અંશમાં ઉપાધિ ઘટશે. આવરણ તૂટશે, અને અંદરથી આત્માની શક્તિ ખીલશે. શક્તિ તો આત્મામાં છે. અનંત શક્તિ છે. આત્માને શક્તિ લેવા ક્યાંય જવું પડતું નથી. એક શબ્દ છે આપણે ત્યાં “અનંત વીર્ય'.
ચાર શબ્દો મહત્ત્વના છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય અને અનંત વીર્ય. આ ચારે શક્તિને રોકનારાં ચાર પરિબળો છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે, દર્શનાવરણીય કર્મ દર્શનને રોકે, મોહનીય કર્મ શ્રદ્ધા અને ચારિત્ર્યને રોકે અને અંતરાય કર્મ વીર્યને રોકે. જેટલા જેટલા અંશમાં કર્મો તૂટે, તેટલા અંશમાં આત્માની શક્તિ પ્રગટ થાય. એ શક્તિને લઈને સાધક આગળ વધતો જાય. મિથ્યાત્વ મોહનીય જાય એટલે ચોથા ગુણસ્થાને સમ્યગદર્શન થાય. એ સમ્યગદર્શનની મૂડી લઈને પાંચમે ગુણસ્થાને જાય. પાંચમા ગુણસ્થાને ગયા, અપ્રત્યાખ્યાન કષાયો ગયાં, દેશવિરતિ અવસ્થા પ્રાપ્ત થઈ. બાર વ્રતો ધારણ થયાં, પછી છકે ગુણસ્થાને પહોંચ્યા, ત્યાં પ્રમત્ત સંયત અવસ્થા પ્રાપ્ત થઈ. એ બળને લઈને સાતમે ગુણસ્થાને પહોંચ્યો અને ત્યાં પણ અપ્રમત્ત અવસ્થામાં રહ્યો. આઠમે ગુણસ્થાને શ્રેણી માંડી. ક્ષપક શ્રેણી હોય કે ઉપશમ શ્રેણી હોય. શક્તિ અંદરથી મળતી જાય અને એ શક્તિ ઉપર વેપાર કરતો જાય. જેમ ધંધામાં કમાતો જાય અને નવું રોકાણ કરતો જાય, વિસ્તાર કરતો જાય તે તમારો વિષય છે. શક્તિ અંદરથી પ્રાપ્ત થાય છે, બહારથી લાવવાની નથી. આવી અનંત શક્તિ આત્મામાં ઠાંસી ઠાંસીને ભરી છે.
એમ કહેવાય છે કે ચોસઠ પ્રહરી પીપરનો એક નાનો કણિયો તમે લો, અંદર ઝણઝણાટી થાય અને શરદી તમને મટાડી દે, એવું વૈદ્ય કહેતા હોય છે. ચોસઠ પ્રહરી પીપરમાં અત્યંત તીખાશ છે. પરંતુ સાદી પીપરનો આખો ગાંગડો મોંમા નાખો તો તીખાશ ન મળે. તેને ૬૪ પ્રહર ઘૂંટવી પડે. ત્રણ કલાકનો એક પ્રહર. પ્રાચીન કાળમાં ૬૪ તંદુરસ્ત યુવાનોને ઊભા રાખતા હતા. એક યુવાને ત્રણ કલાક ઘૂંટ્યું પછી બીજાનો વારો. ચોસઠ પ્રહર ઘૂંટાય ત્યારે ચોસઠ પ્રહરી પીપરમાં શક્તિ પ્રગટ થાય. ગાંગડામાં શક્તિ છે ખરી પણ તે પ્રગટ નથી. તેમ ચૈતન્યમાં અનંતજ્ઞાન, અનંતવીર્ય ભર્યું છે, પરંતુ તેને ઘૂંટવું પડે. ઘૂંટવાની વાત કરવી નથી અને કલ્પના કરવી છે કે અમે સાતમે ગયા, અમે આઠમે ગયા. તમે ભ્રમમાં પડશો નહિ અને બીજાને ભ્રમમાં નાખશો પણ નહિ. જેટલા અંશમાં ચૈતન્યના અંશો ખીલે છે તે તમારી મૂડી. અને તે મૂડી લઈને આગળના પગથિયે તમારે ચડવાનું છે. પહેલા પગથિયે ગયા પછી બીજા પગથિયે તેમ ક્રમે ક્રમે આગળ વધવાનું છે. પરંતુ આની ચાવી શું? આનું રહસ્ય શું? મૂળ કરવાનું શું?
“ચેતન જો નિજ ભાનમાં', એટલે આત્મા પોતાના સ્વરૂપમાં રહે, સ્વભાવમાં રહે, અસ્તિત્વમાં રહે, પોતાના સહજ લક્ષમાં રહે, તો શું થાય ? તો આત્મા પોતાના સ્વભાવનો કર્તા બને છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સરળતા, ક્ષમા, સંતોષ એ સ્વભાવ. વૈરાગ્ય, વીતરાગતા એ સ્વભાવ, અનંત વીર્ય અને શ્રદ્ધા એ સ્વભાવ. આ થોડા ગુણો કહ્યા પણ આવા અનંત ગુણો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org