________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૩ પોતાનું ભાન ભૂલ્યા પછી તેને સ્વરૂપનું વિસ્મરણ થાય, તે બીજી ઘટના, સ્વરૂપનું વિસ્મરણ થયા પછી તે શુદ્ધ સ્વભાવમાં રમતો નથી, તે ત્રીજી ઘટના,
તે વિભાવમાં રમતો થાય તે ચોથી ઘટના અને વિભાવમાં રમે તો જ કર્મનું આગમન થાય, તો જ કર્મભાવ તૈયાર થાય.
કર્મો ઉતાવળ કરતાં નથી. તમને પરાણે વળગી પડવું તેવો તેનો હેતુ નથી. તેઓ કહે છે કે તમે નહિ બોલવો તો અનંતકાળ સુધી નહિ આવીએ. અને બોલાવશો તો ટાઈમ પણ નહિ લગાડીએ. આવવાની અમારી તૈયારી તો ખરી. તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા પ્રેરકપણે કર્તા છે. શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય તો તે ચૈતન્ય સ્વભાવનો કર્તા છે. તેનાથી ચૈતન્યનું બળ વધે છે, સામર્થ્ય વધે છે, શુદ્ધિ થાય છે. નિર્જરા અને સંવર થાય છે, આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે, આત્મા ખીલે છે. આત્મા પ્રગટ થાય છે, આત્માના ગુણોનો ઉત્કર્ષ થાય છે. તેના ઉપરથી આવરણ હટતા જાય છે. અંધકાર દૂર થતો જાય છે અને અજવાળું પથરાય છે. પરંતુ આ ક્યારે બને? એ ચૈતન્ય સ્વભાવમાં રમે ત્યારે. ચૈતન્ય સ્વભાવમાં રમે તો બળ, સામર્થ્ય વધે, શક્તિ વધે. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે જેટલા જેટલા અંશમાં નિરુપાધિકપણું તેટલા અંશમાં ધર્મ થાય. તમે ગમે તે માનો કે અમે ચોથે કે છકે સાતમે ગુણસ્થાનક છીએ. માનવામાં કોણ ના પાડે છે? ખાવાનું ઠેકાણું નથી અને કહેશે કે અમે ધીરૂભાઈ અંબાણી છીએ, તો કોણ ના પાડે છે ? પણ માણસને ખ્યાલ આવવો જોઈએ કે પોતાની વર્તમાન અવસ્થા કેવી છે ? માનવાથી અવસ્થા આવતી નથી પણ અંદરમાં પ્રક્રિયા થવાથી અવસ્થા આવે છે. તે વખતે ચૈતન્યનું બળ વધે છે. સ્વભાવમાં રમવાથી, ઢળવાથી ચૈતન્યનું બળ વધે છે. અને તે બળ આગળના કર્મનો ક્ષય કરવામાં પણ કામ લાગે છે.
જુઓ ! સાધના જ્યારે થશે, ત્યારે તેમાં શક્તિ અને સામર્થ્ય જોઈશે. આંતરિક બળ જોઈશે. જેટલા જેટલા અંશમાં કર્મોનાં આવરણ ઘટે તેટલા તેટલા અંશમાં આત્માના ગુણો ખીલે. અને એ ગુણો ખીલે તે આત્માની શક્તિ બનીને આગળની પ્રક્રિયામાં સહયોગી બને. કંઈ ખબર પડે છે કે જીવનમાં શું થાય છે?
જે જે અંશે રે નિરુપાલિકપણું, તે તે જાણો રે ધર્મ,
સમ્યગદૃષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મ. જેટલા અંશે ઉપાધિ ઘટે, ઉપાધિ તૂટે, આવરણ તૂટે તેટલા અંશમાં ધર્મ થાય. આ જ્ઞાનીનું સર્ટીફીકેટ છે. આ જ્ઞાનનું પ્રમાણપત્ર છે. તમને કહેનારા મળશે કે તમે પાર પામી ગયા. સામેથી આઠમે ગયા, ક્ષપક શ્રેણી માંડી. ૧૨મે ૧૩મે પણ પહોંચ્યા તેવા ભ્રમમાં ન પડશો. પરંતુ અસલમાં જીવને એ અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. જેમ કપડાંને સાબુ લગાડો તો મેલ કપાતો જાય. સાબુ ઘસ્યા કરો અને ધોકા માર્યા કરો છતાં મેલ ન કપાય તો તમને લાગશે કે કંઈક ગરબડ છે. આ સાબુ બરાબર નથી અથવા કપડાંને બરાબર ઘસ્યા નથી. તેમ જેટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org