________________
અને તત્ત્વપ્રધાન હોવાથી સરળ સુબોધક વિવેચન વિના એનું હાર્દ પામવું મુશ્કેલ છે. એનાં સાતિશય રહસ્યોના ઉદ્ઘાટન દ્વારા મુમુક્ષુ સમાજને એ વિશેષ ઉપકારક બને તે માટે આજ પર્યત અનેક સંતો, વિચારકો, વિદ્વાનોએ આ પરમપ્રતિભા સંપન્ન ગ્રંથરાજ પ્રત્યે ઉલ્લસિત પ્રેમભક્તિ વહાવી એના વિવેચનનું પુણ્યકાર્ય બનાવ્યું છે.
પરમકૃપાળુદેવની આ યુગપ્રવર્તક કૃતિ જનસામાન્ય સુધી પહોંચે, સત્યાન્વેષક જીવોને એના રસાસ્વાદનો લાભ મળે તથા પરમકૃપાળુદેવના ભક્તોની સમજણ વધુ તર્કસંગત, વધુ વિચારપ્રધાન, વધુ શ્રદ્ધાસબળ બને અને એ રીતે સર્વ જીવો નિજ કલ્યાણ સાધે એવા ઉદાત્ત આશયથી સર્વમંગલમ્ આશ્રમ, સાગોડિયાના પ્રણેતા પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજે મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (સાંતાક્રુઝ-પાર્લાઅંધેરી)ના લાભાર્થે સવા ત્રણ વર્ષ પર્યત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો ગહન, વિશ્લેષણાત્મક, મહિમાસભર, રસમય અર્થપ્રકાશ કરતી હૃદયસ્પર્શી પ્રવચનશ્રેણીનો અનોખો ઉપહાર બક્યો છે. આ પ્રવચન શ્રેણીની અક્ષરદેહે પ્રસ્તુતિ એટલે આ ગ્રંથ “આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રવચનમાળા.”
પૂજ્યશ્રી ભાનવિજયજી મહારાજ એટલે ચોપાસ પુલકિત પ્રેમ રેલાવતી પ્રસન્ન મૂર્તિ, કરુણાસભર વાત્સલ્યથી મઘમઘતું સૌમ્ય વ્યક્તિત્વ. લઘુવયથી અંગીકાર કરેલ સંયમપૂર્વક ભક્તિ, જ્ઞાન અને ધ્યાનની સુદીર્ઘ આરાધનાના પરિણામે તેમને વિપુલ વ્યાવહારિક તેમજ પારમાર્થિક ગુણસંપત્તિ સંપ્રાપ્ત થઈ છે. તેમની નિશ્રામાં શિક્ષણ, સેવા, સદાચાર, ચારિત્ર્ય ઘડતર અને આત્મ-આરાધનાની પ્રવૃત્તિઓ પ્રશંસનીય રીતે ચાલી રહી છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પરનાં અત્રે ગ્રંથબદ્ધ થયેલ તેમનાં વિવેચનાત્મક પ્રવચનોમાં તેમણે પ્રત્યેક ગાથાના અર્થ સરળ કરીને સમજાવ્યા છે, એના પરમાર્થ સંદેશ સચોટપણે સ્પષ્ટ કર્યા છે તથા એમાં નિહિત આત્મલક્ષી પ્રવાહનો સ્તુત્ય શૈલીથી ઉઘાડ કર્યો છે. પરમકૃપાળુદેવની લાક્ષણિક નિરાગ્રહિતા, નિષ્પક્ષપાતતા, નિર્દભતા, નિષ્કામતા અને સૌથી વિશેષ તો સર્વ ધર્મ પ્રત્યેની તેમની સ્વાનુભવમંડિત સમદર્શિતા- આ સઘળાને પૂજ્યશ્રીએ વિવેચન દરમ્યાન સુંદર નિખાર આપ્યો છે. સરળ અને સચોટ ભાષાપ્રયોગ, રોચક પરંતુ ગંભીર શૈલી, લંગ અને દૃષ્ટાંતનો સમુચિત પ્રયોગ, જૈન-જૈનેતર શાસ્ત્રોનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org