________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ઘાટકોપરમાં તો વિલેપાર્લાવાળા પોલીસ એ કેઈસ હાથમાં નહિ લે ને કહે કે “તમે ઘાટકોપર પોલીસ સ્ટેશને જ જાવ. એ કેઈસ અમારા ક્ષેત્રનો નથી.” આંખનું ક્ષેત્ર આંખ જ સંભાળે અને કાનનું ક્ષેત્ર કાન જ સંભાળે છે આમ પાંચે પાંચ ઈન્દ્રિયોના ક્ષેત્ર સ્વતંત્ર છે. અને બધાને જાણવાની ક્ષમતા, તાકાત, સામર્થ્ય આત્મામાં છે.
આ આત્મા, પાંચે પાંચ ઈન્દ્રિયો દ્વારા સ્વતંત્રપણે જાણે છે. તો પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન આત્માને છે. ફરી કહીએ. આંખનો વિષય રૂપ, કાનનો વિષય શબ્દ, જીભનો વિષય સ્વાદ છે. તમે દાળ મોઢામાં મૂકી અને તરત જ મોટું બગડી જાય. અરે, આ દાળ છે કે શું? કેવી બનાવી છે? આ કોણ કહે છે? જીભ નથી કહેતી. જીભે એટલું જ જણાવ્યું કે આ દાળ છે. એ દાળમાં મીઠું નથી તેમ તેને કહેવું હતું પણ તેને ખબર નથી, ખબર કોને પડે? ખબર આત્માને પડે. વાટકી પછાડવી કે થાળી ફેંકી દેવી તે નિર્ણય કોણ લેશે? એ નિર્ણય જીભ તો ન જ લે. અંદર બેઠો છે તે નિર્ણય લેશે. એ આંખ લાલ કરશે કે આ દાળ આવી કેમ છે? તો પાંચે ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન એક આત્માને છે. પાંચે ઈન્દ્રિયોનું સંકલન કરનાર એક આત્મા અને તે પાંચે ઈન્દ્રિયોથી જુદો છે.
ધન્યવાદ ! આજે આટલી વાત. શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ ધન્યવાદ. આપણે બહુ જ ગહન ઊંડા સાગરમાં ઊતરી રહ્યા છીએ. આ બધી વાત લુખ્ખી અને શુષ્ક લાગે. આમાં મઝા ન આવે. એક રાજા હતો અને એક રાણી હતી, રીસામણાં અને પછી મનામણાં, એવી વાતો કદાચ વધારે ગમે. તમને આ વાત શુષ્ક અને લુખ્ખી લાગે પણ આના જેવી રસથી ભરેલી વાત બીજી કોઈ નથી. અને જ્યાં સુધી આ વાત બરાબર નહિ જાણો ત્યાં સુધી તમારો છુટકારો નહિ થાય. આ વાત જાણવા માટે બહુ બુદ્ધિની જરૂર નથી. પરંતુ સગુરુ પ્રત્યે પ્રેમ હશે તો એ પ્રેમ તમને આ વાત સમજાવી દેશે. બાળક અને મા એ બંને વચ્ચે એક ભાષા હોય છે. બાળકને બોલતાં આવડતું નથી પણ માને ખબર પડી જાય છે કે બાળકને શું થાય છે? મા શું કહે છે તે બાળક સમજી જાય છે. આ બુદ્ધિના બળથી નહિ પરંતુ પ્રેમના બળથી સમજાય છે, તેમ તત્ત્વજ્ઞાનને સમજવા માત્ર બુદ્ધિનું બળ નહિ જોઈએ, પણ પ્રેમનું બળ જોઈએ. પ્રેમથી સમજવા પુરુષાર્થ કરજો.
ઘન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
mu
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org