________________
૫૪
પ્રવચન ક્રમાંક - ૪૩
પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - ૫૩
ગાથા ક્રમાંક - ૫૩
આત્મસત્તાથી પ્રવર્તન
ન
દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી પ્રાણ; આત્માની સત્તાવડે, તેહ પ્રવર્તે જાણ. (૫૩)
ટીકા : દેહ તેને જાણતો નથી, ઈન્દ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યા રહે છે, એમ જાણ. (૫૩)
જે તત્ત્વનું વર્ણન અનેક શાસ્ત્રોમાં જ્ઞાની પુરુષોએ કર્યું છે, તે પ્રત્યક્ષ હાજર છે, તે જરા પણ દૂર નથી, છતાં તે તત્ત્વ આપણા સ્થૂલ સાધનોથી જાણી શકાતું નથી, પરંતુ તેને જાણ્યા વગર આધ્યાત્મિક સાધનાની શરૂઆત થઈ શકે તેમ નથી.
પહેલાં તો નિર્ણય કરવો પડશે કે ચૈતન્ય તત્ત્વ છે. અને તે નિર્ણયના પાયા ઉપર મોક્ષમાર્ગની શરૂઆત થશે. જો આત્મા જ ન હોય તો કર્મનો બંધ નથી, આત્મા જ ન હોય તો કર્મ સંબંધ નથી. આત્મા જ ન હોય તો સંસાર નથી, સંયોગો નથી, રાગદ્વેષ નથી, વિભાવો નથી, શુભાશુભ ભાવો નથી, આત્મા જ ન હોય તો ધન્દ્ર પણ નથી. અને આ અવસ્થા જ ન હોય તો મોક્ષની વાત જ શા માટે? પણ શાસ્ત્રોને એમ કહેવું છે કે મોક્ષની વાત કરનારાં પુરુષો પ્રામાણિક અને અનંતજ્ઞાની હતાં. વીતરાગ પુરુષ હતાં, તેઓ મુક્ત બન્યાં અને તેમણે મુક્તિની વાત કરી.
Jain Education International
નમુન્થુણં સૂત્રમાં વર્ણન કર્યું છે કે નિખાળું ખાવયાળ, તિન્નાળ તારયાળ, બુદ્ધાળ બોયાળ, મુત્તાળું મોસાળું. જેમણે રાગ-દ્વેષને જીત્યા છે અને બીજાને જીતાડે છે, જેઓ તર્યા છે અને બીજાને તારે છે, જેઓ બોધ પામ્યા છે અને બીજાને બોધ આપે છે, જેઓ મુક્ત બન્યા છે અને બીજાને મુક્ત કરે છે, આવી જેમની ક્ષમતા છે, અવસ્થા છે તે પરમકૃપાના સાગર તીર્થંકર પરમાત્મા છે. આ શબ્દો યાદ રાખજો ‘જે તર્યા છે, તે તારે છે’. નથી તર્યા તે તારી શકે નહિ. જે બોધ પામ્યા નથી તે બોધ આપી શકે નહિ અને જે મુક્ત બન્યા નથી તે મુક્તિ અપાવી શકે નહિ. જે જાણતાં નથી તે જણાવી શકે નહિ. કુવામાં બાલટી નાખશો અને તેમાં પાણી હશે તો બાલટીમાં આવશે, પણ પાણી જ નહિ હોય તો આવશે ક્યાંથી ? જે સર્વજ્ઞ છે તેઓ સર્વને જાણે છે અને બીજાને જણાવે છે.
બીજી મહત્ત્વની વાત શાસ્ત્રોને એ કરવી છે કે તમે આત્માને માનતા હો કે ન માનતા હો, આત્માનો સ્વીકાર કરતાં હો કે ન કરતાં હો, પણ અમારે એટલું જ પૂછવું છે કે તમારા જીવનમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org