________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૫૫
કોઈ દુઃખ છે ? પીડા છે ? અશાંતિ, મૂંઝવણ કે અસ્વસ્થતા છે ? ચિંતા કે ટેન્શન છે ? મને લાગે છે કે જવાબ હા માં જ આવશે કે હા બધું જ છે. તો બીજો સવાલ એ કે તમારે તે દુઃખ, ચિંતા, વ્યગ્રતા, મૂંઝવણ તથા અશાંતિમાંથી મુક્ત થવું છે ? વ્યાકુળતામાંથી મુક્ત થવું છે ? જીવનમાં હસવું નથી ? બસ રડ્યાં જ કરવું છે ? કલેશ અને દ્વન્દ્વ જ ઊભાં કરવાં છે ? પીડામાં જ જીવન જીવવું છે કે પછી જીવનમાં ગુલાબના ફૂલ ખીલે અને વસંતૠતુ આવે એવું જીવન જીવવું છે ? પસંદગી તમારી એ જ હશે કે જીવનમાં વસંત ઋતુ હોય, જીવનમાં ઉલ્લાસ હોય, જીવનમાં સંગીત હોય, જીવનમાં નૃત્ય આવે, આનંદ આવે, જીવન ભારમુક્ત અને ચિંતામુક્ત હોય. લોકો તો ચિંતામુક્ત રહેવા માટે ગોળીઓ લે છે. આપણે પહેલાં ચિંતા થાય તેવી વ્યવસ્થા ઊભી કરીએ છીએ, અને પછી ચિંતામુક્ત થવા માટે ગોળીઓ લઈએ છીએ. બે સાથે ચાલે છે. પરંતુ સાહેબ ! ચિંતા અને ગોળીને કોઈ જ સંબંધ નથી. ચિંતા તો મોહનો પ્રકાર છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે ‘એમેવ મોહાયયાં જી તખ્ખા, મોરૂં શ્વ તષ્ઠાયયાં વયંતિ II (રૂ૨/૬) જ્યાં મોહ છે ત્યાં તૃષ્ણા છે અને જ્યાં તૃષ્ણા છે ત્યાં ચિંતા છે. લાખ ઉપાય કરશો કે અમારે ચિંતામાંથી મુક્ત થવું છે, અને સાધુ મહારાજ પાસે જઈને કહેશો કે સાહેબ ! આશીર્વાદ આપો ને ? કે અમે ચિંતામુક્ત થઈએ, શાંતિથી રહીએ. સાધુ મહારાજ કહેશે કે શેરબજારનાં ભાવ તૂટ્યાં છે અને તને ચિંતા થાય છે તો શેર કાઢી નાખ ને? તો કહેશે કે ના સાહેબ, ભાવ વધે તેવું કંઈક કહો. જ્યાં મોહ છે ત્યાં તૃષ્ણા છે અને તૃષ્ણા છે ત્યાં ચિંતા છે, માટે જૈનદર્શને એમ કહ્યું કે સમગ્ર સાધના એ મોહમુક્ત થવાની સાધના છે. અપૂર્વ અવસરમાં આવે છે કે ‘એમ પરાજય કરીને ચારિત્ર મોહનો', આ ભાવના છે. ચારિત્ર્ય મોહનો પરાજય કર્યો તો બહુ મોટું કામ થયું, પણ જે ક્ષણે દર્શનમોહનો ગઢ તૂટે છે, તે ક્ષણે મોહરાજા સમજી જાય છે કે હવે અહીં રહેવા જેવું નથી. બીસ્તરા પોટલા બાંધી ગમે ત્યારે નીકળવું પડશે. ૧૯૪૨માં ગોવાલિયા ટેંક, મુંબઈમાં બ્રિટીશરોને એક સૂત્ર આપેલું ‘ક્વીટ ઈન્ડિયા’ એટલે હિન્દુસ્તાન છોડો. તેમણે કહ્યું કે અમે જઈએ પછી તમે કરશો શું ? વલ્લભભાઈએ કહ્યું, અમારે જે કરવું હશે તે કરશું, પણ તમે અહીંથી રવાના થાવ.
જ્યારે મોહ જાય ત્યારે જીવનની અવસ્થા બદલાઈ જાય છે. સમગ્ર સાધના મોહ ઉપર જય પ્રાપ્ત કરવા માટે છે. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી - આ સ્વયંભૂરમણ સમુદ્ર સૌથી મોટો છે. અર્ધા રાજ પ્રમાણ છે, પરંતુ સાહેબ ! આ મોહનો દરિયો તો તેના કરતાં પણ મોટો છે. મોહનો દરિયો જે તર્યા તે જ્ઞાની થયાં અને સંસારમાંથી મુક્ત બન્યા. પણ દર્શનમોહનો ગઢ જ્યારે તૂટે છે ત્યારે નિશ્ચિત થાય છે કે મોહ હવે રહી શકશે નહિ. નવતત્ત્વમાં કહ્યું છે કે, अंतोमुहुत्त - मितंपि, फासिअं हुज्ज जेहिं सम्मतं । तेसिं अवड्ठ पुग्गल, परिअट्टो चेव संसारो ॥ (५३)
અંતર્મુહૂર્ત માત્ર પણ જેને અંદ૨ સમ્યગ્દર્શનનો સ્પર્શ થયો છે, તે જીવ વધુમાં વધુ અર્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org