________________
૧૪૪
પ્રવચન ક્રમાંક - પર, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ હોય તો શરીરે ભોગવવા હાજર રહેવું પડે ને? જેને મૃત્યુદંડની સજા થઈ હોય, તે હાજર જોઈએ ને? છગનને બદલે મગનને ફાંસી ઉપર ચડાવો તેમ બનતું નથી. જે દેહે કર્મો કર્યા તે દેહ બળી ગયો, ખતમ થઈ ગયો, નષ્ટ થઈ ગયો, તો કોણ ભોગવશે? સમજો. શરીરે કર્મો કર્યા તે બરાબર, શરીર હતું તો શરીર દ્વારા કર્મ કર્યા. શરીર, વાણી અને મન દ્વારા કર્મ કર્યા, બરાબર, પણ જ્યારે મૃત્યુ થાય છે ત્યારે દેહ છૂટી જાય છે, અને દેહની સાથે ઈન્દ્રિયો, મન, વાણી બધું છૂટી જાય છે. તો પછી કોણ ભોગવશે ?
બે વાતો મહત્ત્વની છે. એક વાત, જે કંઈપણ કર્મો કર્યા છે તે માત્ર શરીરે કર્યા નથી. અંદર બેઠેલા આત્માએ કર્યો છે. કર્તા આત્મા જ છે. કર્મનો કર્તા આત્મા છે. શરીર નહિ. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો? આવો ન્યાય અહીં નથી. કર્મો કોણે કર્યા? શરીરે નહિ પરંતુ શરીરને સાધન બનાવી આત્માએ કર્યા. શરીર તો મીડિયા છે. એક માણસે કોઈનું ખૂન કર્યું. કોર્ટમાં કેઈસ ચાલ્યો. ન્યાયાધીશે પૂછયું કે ખૂન કોણે કર્યું? જે માણસે ખૂન કર્યું હતું તેણે તલવાર ટેબલ ઉપર મૂકીને કહ્યું કે સાહેબ ! ખૂન આણે કર્યું. ન્યાયાધીશે તે માણસને મૃત્યુદંડની સજા આપી. સજા શું એ તલવારને આપશે? શિક્ષા માણસને મળે, તલવારને ન મળે. કારણ કે તલવારને સાધન બનાવી તે માણસે ખૂન કર્યું. આત્માએ કર્મ કર્યા છે. આત્માએ ભાવ કર્યો, આત્માએ રાગદ્વેષ કર્યા તેથી કર્મો બાંધ્યા. જો આત્માએ કર્મો કર્યા હોય તો કર્મોને ભોગવવા કોણે હાજર રહેવું પડે? આત્માએ હાજર રહેવું પડે. શરીરે હાજર રહેવાની જરૂર નથી. શરીર છૂટી ગયું.
કર્મો કઈ રીતે ભોગવવાનાં છે તે પણ કર્મો કરતી વખતે નક્કી થઈ જાય. આવા દેહમાં ભોગવવાનાં છે, તો દેહ પણ તેવો જ મળે. જો વધારે દુઃખો ભોગવવાનાં હોય તો પશુનો દેહ મળે. એથી વધારે ભોગવવાનાં હોય તો નારકીનો દેહ મળે. ઓછા ભોગવવાનાં હોય તો મનુષ્યનો મળે. મનુષ્યમાં પણ ઓછા વધતાં ભોગવવાનાં હોય તે પ્રમાણે સગવડતા અગવડતા મળે. શરીર આપણને જે મળે છે તે કર્મતંત્રના નિયમ પ્રમાણે મળે છે. દેહમાં આવે છે કોણ? દેહમાં રહે છે કોણ? દેહમાં આત્મા રહે છે. આનો અર્થ એ થયો કે આત્મા કર્મ કરતી વખતે પણ હાજર છે અને દેહ છૂટી ગયા પછી તે કર્મ ભોગવવા બીજા દેહમાં જાય છે, માટે પુનર્જન્મ છે. આના ઉપરથી નક્કી થાય છે કે કર્મો ભોગવવા પુનર્જન્મ લેવો પડે છે.
આ જગતમાં કર્મ કરવાની પણ વ્યવસ્થા છે, અને કર્મનું ફળ ભોગવવાની પણ વ્યવસ્થા છે. નિયમ એવો છે કે તમે કાયદો ઘડો અને કાયદો ઘડ્યા પછી ગુનેગારને શિક્ષા પણ નક્કી કરો. પછી શિક્ષા કરવા માટે વ્યવસ્થા પણ કરવી પડશે. આ જગતમાં કર્મ કરવાની અને કર્મ ભોગવવાની અને વ્યવસ્થા છે. નિયમ પ્રમાણે પરિણામ ભોગવવા વ્યવસ્થા જોઈએ. કર્યતંત્ર અદૂભુત વ્યવસ્થા છે. કર્મતંત્રની વ્યવસ્થામાં સામેલ કોણ થાય છે ? ચૈતન્ય તત્ત્વ, આત્મતત્ત્વ સામેલ છે. એણે કર્મો કર્યા, તેનો દેહ છૂટ્યો. દેહ છૂટ્યા પછી બીજા નવા દેહમાં આવવું તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org