________________
૮૦
પ્રવચન ક્રમાંક - ૪૫, ગાથા ક્રમાંક - ૫૫-૫૬ આત્મા એક હોત તો આવો વિરોધ ન દેખાત. માટે હે શિષ્ય ! અમે તને કહીએ છીએ કે દેહ પણ જુદો છે અને આત્મા પણ જુદો છે. બન્ને એક હોત તો સ્થૂળ દેહમાં પરમ બુદ્ધિ હોત, અને કૃશ દેહમાં અલ્પ બુદ્ધિ હોત.
આપણે અહીં સમાપન કરીએ છીએ. હવે ૫૭મી ગાથાનો પ્રારંભ થશે. ૫૭મી ગાથા દ્રવ્યાનુયોગની ગાથા છે.
પરમ ગંભીર અને પરમ તાત્ત્વિક અર્થસભર છે. બંને દ્રવ્યો, જડ અને ચેતન સ્વતંત્ર છે. બન્ને દ્રવ્યોનો સ્વભાવ પણ સ્વતંત્ર છે. બન્ને દ્રવ્યો સાથે હોઈ શકે છે, પરંતુ સાથે હોવા છતાં એકમેક થઈ શકતાં નથી. ત્રણેકાળ એકત ભાવ જ છે, અદ્વૈત થતું નથી. વેદાંત અદ્વૈતની વાત કરે છે, પરંતુ વીતરાગ પરમાત્માના કહે છે. એ એમ કહે છે કે બન્ને દ્રવ્યો જુદાં છે અને તેનાં લક્ષણો પણ જુદાં છે, માટે બને ભિન્ન છે અને બન્નેનો પ્રગટ સ્વભાવ છે. પ્રગટ સ્વભાવ હોવાના કારણે એકપણું પામતાં નથી. બન્ને દ્રવ્યો સાથે સાથે રહે છે પણ એક થઈ શકતાં નથી.”
શરીર અને આત્મા ચોવીસે કલાક સાથે રહે છે. કોઈ ૭૦ વર્ષ, કોઈ ૮૦ વર્ષ અને કોઈ તેથી વધારે સાથે જ રહે છે. સાથે ને સાથે રહેનાર કોઈ પણ વસ્તુ હોય તો આ શરીર છે. પત્ની પણ ૨૪ કલાક સાથે નહિ રહે, તેવી રીતે પતિ પણ સાથે ન રહી શકે. બાપ અને દીકરો પણ ૨૪ કલાક સાથે ન રહી શકે. ચોવીસે કલાક શરીર તો સાથે ને સાથે. નેવું, નેવું વર્ષ સુધી શરીર અને આત્મા સાથે રહ્યાં પણ એક થયાં ? ભળી ગયાં? શક્ય જ નથી. મરણ થાય એટલે સમજાય કે જુદાં છે. એક હોય તો જુદો પડે કઈ રીતે ?
આનંદઘનજીએ એક કટાક્ષ કર્યો છે. તેમણે શરીરને કહ્યું કે, “કાયા અબ ચલો હમારે સંગ.” તેડું આવ્યું છે, મૃત્યુ થવાનું છે. તું અમારી પાડોશી છે. આખી જિંદગી સાથે રહ્યાં તો તમે સાથે ચાલો. મારે તો જવું પડશે, આયુષ્ય પૂરું થવાનું છે. કાયા ના પાડે છે. આનંદધનજી કહે છે કે તારા માટે અમે ઓછું નથી કર્યું? તારા માટે જીવોની હિંસા કરી, તારા માટે જુઠું બોલ્યા, તારા માટે ચોરી કરી, તારા માટે અનાચાર કર્યો, પરિગ્રહ સેવ્યો, તારા માટે ક્રોધ પણ કર્યો, અહંકાર અને રાગ દ્વેષ પણ કર્યા. અમે તારા માટે મારું મારું કરીને ખતમ થઈ ગયા. તને રોજ નવું નવું ખવડાવ્યું. તને રોજ નવાં નવાં કપડાં પહેરાવ્યાં. પગમાં પહેરવા નવાં સ્લીપર લાવ્યા. બધું મેચીંગ કર્યું, માથાના વાળ ધોળા થયા તેને કાળો રંગ લગાવ્યો. અમે તારા માટે આ બધું કર્યું, હવે તું અમારી સાથે ચાલ. જો તું નહિ આવે તો આ બધા ભેગાં થઈ તને બાળીને ખાક કરી નાખશે.
કાયા કહે છે, ચેતન ! સાંભળી લે. વારે વારે તને શું કહેવાનું? હું બળી જઈશ. આ લાકડાના ઢગલામાં બળીને રાખ થઈ જઈશ પણ તારી સાથે નહિ આવું. ભારે કટાક્ષની વાત છે કે શરીર અને આત્મા કદી એક થઈ શકતાં નથી. જડ અને ચેતન કદી એક થઈ શકતાં નથી. આવી અદ્દભુત વાત ૫૭મી ગાથાથી થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org