________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૮૧ આવી કઠિન વાત, આવી શુષ્ક વાત તમે આટલી ધીજરપૂર્વક સાંભળો છો. હું વખાણ કરું છું, પછી એવું ન થાય કે વખાણી ખીચડી દાઢે વળગી. મને આનંદ થાય છે કે આવી વાત, આવા કાળમાં તમને આનંદ આપે છે. બધાનાં મોં ઉપર ઉલ્લાસ દેખાય છે. કેટલું સમજ્યાં, તે તો તમે જાણો પરંતુ મોં ઉપર ઉલ્લાસ જરૂર લાગે છે. આનો અર્થ એ થયો કે “કુછ કુછ હોતા હૈ” અંદર કંઈક થાય છે, વિચાર થાય છે. અને જે થાય છે તે આનંદની નિશાની છે, પ્રસન્ન થવાય તેવી નિશાની છે.
અમે કહીએ છીએ, આવાં હસતાં મોઢે આખી આત્મસિદ્ધિ સાંભળજો તો જીવન ધન્ય બની જશે.
ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org